બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Priortise cases of 350,000 poor undertrials: PM Modi to CMs, High Courts

સંયુક્ત પરીષદ / PM મોદીને હવે થઈ અંડર ટ્રાયલ કેદીઓની ચિંતા, જજો અને મુખ્યમંત્રીઓને કરી આ માનવીય અપીલ

Hiralal

Last Updated: 02:55 PM, 30 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી મોદીએ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં મુખ્યમંત્રીઓ અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધિશોની સંયુક્ત પરિષદને સંબોધન કર્યું હતું

  • દિલ્હીમાં હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અને અને મુખ્યમંત્રીઓનું સંમેલન
  • પીએમ મોદી અને ચીફ જસ્ટિસ રમન્ના હાજર રહ્યાં
  • પીએમ મોદીની અપીલ-અંડર ટ્રાયલ કેદીઓને જામી આપો 

દિલ્હીના વિજ્ઞાન ભવનમાં દેશભરની હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અને અને મુખ્યમંત્રીઓનું સંમેલન  યોજાયું હતું. જેમાં પીએમ  મોદી અને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એનવી રમના પણ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ જજોને ન્યાયિક પ્રક્રિયામાં ડિજિટાઇઝેશનને પ્રોત્સાહન આપવા માટે અપીલ કરી હતી, આ દરમિયાન તેમણે જેલમાં અંડરટ્રાયલ કેદીઓ માટે હાઇકોર્ટ જજ અને રાજ્ય સરકારોને ખાસ અપીલ કરી હતી.

3.50 લાખ અંડરટ્રાયલ કેદીઓ, જરુર પડે તેમને જામીન આપી શકાય-પીએમ મોદી 

પીએમ મોદીએ કહ્યું કે આજે આવા 3.50 લાખ કેદીઓ છે જે અંડરટ્રાયલ છે અને જેલમાં છે. આમાંના મોટાભાગના લોકો ગરીબી અથવા સામાન્ય પરિવારોમાંથી આવે છે. દરેક જિલ્લામાં આ કેસોની સમીક્ષા માટે જિલ્લા ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સમિતિ હોય છે. મોદીએ કહ્યું હતું કે જ્યાં પણ શક્ય હોય ત્યાં તેમને જામીન પર મુક્ત કરવા જોઈએ. હું તમામ મુખ્યમંત્રીઓ અને ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોને અપીલ કરવા માંગુ છું કે તેઓ શક્ય હોય તો, માનવ સંવેદનશીલતા અને કાયદાના આધારે આ બાબતોને પ્રાધાન્ય આપે. મોદીએ કહ્યું હતું કે, એ જ રીતે અદાલતોમાં અને ખાસ કરીને સ્થાનિક સ્તરે પડતર કેસોના ઉકેલ માટે પણ મધ્યસ્થી એક મહત્ત્વનું સાધન છે.

ઓછા સમયમાં કેસનો નિકાલ  કરવાથી કોર્ટનું ભારણ ઘટશે

પીએમે કહ્યું કે, આપણા સમાજમાં હજારો વર્ષોથી મધ્યસ્થી દ્વારા વિવાદોનો ઉકેલ લાવવાની પરંપરા રહી છે. પારસ્પરિક સંમતિ અને પારસ્પરિક ભાગીદારીમાં ન્યાયની પોતાની અલગ માનવીય વિભાવના હોય છે. તેના પર નજર કરીએ તો આપણા સમાજનો એ સ્વભાવ આજે પણ ક્યાંકને ક્યાંક રહે છે. આપણે આપણી તે પરંપરાઓ ગુમાવી નથી. આપણે આ લોકતાંત્રિક વ્યવસ્થાને મજબૂત કરવાની જરૂર છે. ટુંક સમયમાં કેસોનું નિરાકરણ પણ આવી જાય છે. અદાલતોનો ભાર પણ ઓછો છે અને સામાજિક તાણાવાણા પણ સલામત છે. "આપણે માનવીય લાગણીઓને કેન્દ્રમાં રાખવાની છે.

મધ્યસ્થતામાંથી ઉકેલ આવશે

મોદીએ કહ્યું કે, મધ્યસ્થતા દ્વારા સમાધાનના ક્ષેત્રમાં આપણે વૈશ્વિક નેતા બની શકીએ છીએ. આપણે સમગ્ર વિશ્વ સમક્ષ એક દાખલો પ્રસ્તુત કરી શકીએ છીએ. મને વિશ્વાસ છે કે આપ સૌ પ્રાચીન માનવીય મૂલ્યો અને આધુનિક અભિગમો સાથે આવા તમામ વિષયોની વિગતવાર ચર્ચા કરશો.

કાયદાઓની જટિલતાઓને સમાપ્ત કરવાની અપીલ

વડા પ્રધાને કાયદાની છટકબારીઓ અંગે પણ ચર્ચા કરતાં કહ્યું હતું કે સમીક્ષામાં જાણવા મળ્યું છે કે ૧,૮૦૦ કાયદા અપ્રસ્તુત બની ગયા છે. તેમાંથી 1450 કાયદાને ખતમ કરવામાં આવ્યા હતા. પરંતુ રાજ્યો દ્વારા માત્ર 75 કાયદા જ નાબૂદ કરવામાં આવ્યા છે. આજે હું તમામ મુખ્યમંત્રીઓને અપીલ કરવા માંગું છું કે, આ નાગરિકોના અધિકારો માટે કાયદાનું જાળું બની ગયું છે, તે કાયદાઓને રદ કરવાના પગલા લો. લોકો આશીર્વાદ આપશે. ન્યાયને સુધારવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ