બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / Prime Minister visited the residence of Union Minister Piyush Goyal & offered prayers on the occasion of GaneshChaturthi

શ્રદ્ધા-ભક્તિ / VIDEO : PM મોદી રંગાયા વિઘ્નહર્તાના રંગમાં, ગણેશ ચતુર્થી મનાવવા અહીં પહોંચ્યાં, જુઓ વીડિયો

Hiralal

Last Updated: 10:37 PM, 31 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગણેશચોથના અવસરે પીએમ મોદીએ કેન્દ્રીય મંત્રી પિષુય ગોયલના ઘેર પહોંચ્યાં હતા અને તેમના ઘેર બેસાડવામાં આવેલા ગણેશની પૂજા અર્ચના કરી હતી.

  • સમગ્ર દેશમાં ધામધૂમથી મનાવાયો ગણેશચોથનો તહેવાર 
  • પીએમ મોદી પણ રંગાયા વિઘ્નહર્તાના રંગમાં
  • કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલના ઘેર પહોંચીને કરી ગણેશની પૂજા અર્ચના 

સમગ્ર દેશભરમાં ભારે ધુમધામથી ભગવાન ગણેશનો તહેવાર શરુ થયો છે. લોકો પોતપોતાની શ્રદ્ધા-ભક્તિથી વિઘ્નહર્તાની પૂજા અર્ચના કરી રહ્યાં છે. પીએમ મોદી પણ ગણેશચોથના અવસરે કેન્દ્રીય મંત્રી પિષુય ગોયલના ઘેર પહોંચીને ગણેશની પૂજા-અર્ચના કરી હતી. આ ઘટનાનો એક વીડિયો પણ છે.

કેન્દ્રીય મંત્રી પિષુય ગોયલના ઘેર પહોંચ્યાં પીએમ મોદી 

ગણેશચોથના અવસરે  કેન્દ્રીય મંત્રી પિષુય ગોયલે પોતાના ઘેર આવવાનું પીએમ મોદીને આમંત્રણ આપ્યું હતું જે તેમણે સ્વીકારી લીધું હતું અને તે પ્રમાણે તેઓ ગુરુવારે 9 વાગ્યાની આસપાસ ગોયલના ઘેર પહોંચ્યાં હતા અને ગણેશની આરતી ઉતારી હતી. ગણેશની આરતી ઉતાર્યા બાદ પીએમ મોદીએ ત્યાં હાજર રહેલા લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. 

પીળા પીતાંબર વસ્ત્રમાં આવ્યાં પીએમ મોદી
પ્રસંગ પ્રમાણે પહેરવેશ માટે જાણીતા પ્રધાનમંત્રી મોદીએ પીળા પીતાંબર વસ્ત્ર પહેરીને ગોયલના ઘેર ગયા હતા અને ત્યાં પૂજા કરી હતી. તેઓ થોડો સમય ત્યાં રોકાયા હતા. મંત્રી પિષુય ગોયલ પણ પીએમ મોદીને આવેલા જોઈને ખુશખુશાલ બન્યાં હતા. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી અનેક વાર પિયુષ ગોયલના વખાણ કરી ચૂક્યા છે. પિષુય ગોયલ પીએમ મોદીની ગૂડબૂકના મંત્રી છે. 

આજે ગણેશ ચતુર્થી 
ગણેશ ચતુર્થીથી 10 દિવસોનો ગણેશોત્સવ શરુ થઇ ગયો છે. આજે 31 ઓગસ્ટ એટલે કે બુધવારના રોજ ગણેશજીની મૂર્તિઓ વિધિ-વિધાનથી સ્થાપિત કરવામાં આવશે. ગણપતિ બાપ્પા આવતા 10 દિવસો સુધી પોતાના ભક્તો સાથે રહેશે. આ દરમિયાન ભક્તો ગણપતિને પ્રસન્ન કરવા માટે તેમની સેવા કરશે. ગણેશજીને તેમના પ્રિય ભોગ લગાવશે. આમ કરવાથી ગણપતિ પ્રસન્ન થાય છે. 

ગણપતિને જરૂર લગાવો આ ભોગ 
ગણપતિ બાપ્પાને મોદક અને દૂર્બા ખૂબ જ પ્રિય છે. ધર્મ શાસ્ત્રો અનુસાર, આ વસ્તુઓ વિના ગણેશજીની પૂજા અધૂરી માનવામાં આવે છે. જ્યારે પૂજામાં ગણેશજીને મોદક અને દૂર્બાનો ભોગ લગાવવાથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે અને બધી જ મનોકામનાઓ પૂરી કરે છે. આ ઉપરાંત, ગણપતિને મોતીચૂરનાં લાડુ પણ પસંદ છે. 10 દિવસો દરમિયાન, ભક્તો ગણેશજીને સવારે અને સાંજે બંને સમયે જાતજાતની મીઠાઈઓ અને પકવાનોનો ભોગ લગાવે છે. મહિલાઓ ઘરમાં જાતજાતના પકવાન બનાવે છે. મોદક પણ સરળતાથી બનાવી શકાય છે. આ માટે વિભિન્ન ફૂડ વેબસાઈટ પર ઘણી રેસીપી પણ ઉપલબ્ધ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ