બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Prime Minister Narendra Modi to chair meeting of Council of Ministers on July 3

2024 લોકસભા ચૂંટણી / કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફારના એંધાણ, 3 જુલાઈએ PM મોદીએ બોલાવી કેબિનેટની બેઠક, અનેક મુદ્દે ચર્ચા

Hiralal

Last Updated: 09:17 PM, 29 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી મોદીએ 3 જુલાઈએ કેન્દ્રીય કેબિનેટની એક મોટી બેઠક બોલાવી છે.

  • 3 જુલાઈએ PM મોદીએ બોલાવી કેબિનેટની મોટી બેઠક
  • કેબિનેટમાં થઈ શકે ફેરફાર
  • કેટલાક નવા મંત્રીઓને કરી શકાય સામેલ
  • 2024ની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓને લઈને પણ ચર્ચા 

ભાજપ નેતાઓ સાથે મોટી બેઠક કર્યાંના એક દિવસ બાદ હવે એવું જાણવા મળ્યું છે કે પીએમ મોદીએ 3 જુલાઈએ કેન્દ્રીય કેબિનેટની એક મોટી બેઠક બોલાવી છે. સૂત્રોના જણાવ્યાનુસાર પીએમ મોદીએ આ બેઠક વહેલી બોલાવી છે સામાન્ય રીતે કેબિનેટની બેઠક દર બુધવારે યોજાતી હતી પરંતુ આ વખતે થોડી વહેલી થવાની છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 જુલાઈએ દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત કન્વેન્શન સેન્ટરમાં યોજાશે, જ્યાં સપ્ટેમ્બરમાં જી-20 સમિટ પણ યોજાવાની છે. પીએમ મોદી કેબિનેટ ફેરબદલ કરે તેવી પણ મોટી સંભાવના છે. કેટલાક મંત્રીઓને બદલે નવા ચહેરાને સ્થાન મળી શકે છે. 

ગઈ કાલે મોદીએ ભાજપ નેતાઓ કરી હતી મોટી બેઠક 
આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે પીએમ મોદીએ બુધવારે (28 જૂન) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. એવું માનવામાં આવે છે કે સરકાર અને ભાજપ સંગઠનમાં ફેરફાર અંગે ચર્ચા થઈ હતી. આવી સ્થિતિમાં, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે 3 જુલાઈએ પીએમ મોદીએ બોલાવેલી બેઠક પછી, મંત્રીપરિષદમાં ઘણા ફેરફારો થઈ શકે છે.

ભાજપની બેઠક કેમ થઈ?
શાહ, નડ્ડા અને ભાજપના મહાસચિવ (સંગઠન) બીએલ સંતોષે બુધવારે પીએમ નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં ભાગ લીધો હતો. માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષના અંતમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીને લઈને ચર્ચા થઈ છે.

 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને પણ ચર્ચા
આ ઉપરાંત 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને પણ ચર્ચા થઈ રહી છે. જોકે પીએમ મોદી સાથેની બેઠકને લઈને ભાજપે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી, પરંતુ પાર્ટીએ ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે. છેલ્લા કેટલાક દિવસોમાં અમિત શાહ, નડ્ડા અને ભાજપના મહાસચિવ (સંગઠન) બી એલ સંતોષે સંગઠન અને રાજકીય મુદ્દાઓ પર અનેક રાઉન્ડની ચર્ચા કરી છે. છેલ્લી બેઠક 6 જૂને મળી હતી.

જુલાઈના ત્રીજા અઠવાડિયાથી ચોમાસુ સત્ર
સંસદના ચોમાસુ સત્રના થોડા દિવસો પહેલા મંત્રી પરિષદની બેઠક થઈ રહી છે. જુલાઈના ત્રીજા અઠવાડિયાથી ચોમાસુ સત્ર શરૂ થવાની સંભાવના છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ