બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ધર્મ / Prasad has to be thrown right there in this temple of Hanuman Dada, know what is the secret

રહસ્યમયી / હનુમાન દાદાના આ મંદિરમાં ત્યાં જ ફેંકી દેવો પડે છે પ્રસાદ, બૂમાબૂમ કરતાં દેખાય છે સેંકડો લોકો, જાણો શું છે રહસ્ય

Megha

Last Updated: 11:37 AM, 23 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનમાં આવેલ આ મંદિર ભૂત ભાગવવા માટે અને દરેક ઈચ્છા પૂરી કરવા માટે ઘણું જાણીતું છે.

  • એક રહસ્યમય મંદિર રાજસ્થાનના કરોલી જિલ્લામાં આવેલ છે
  • આ મંદિર ભૂત ભાગવવા માટે અને દરેક ઈચ્છા પૂરી કરવા માટે ઘણું જાણીતું છે
  • આ મંદિરમાંથી મળતો પ્રસાદ ત્યાં જ ફેંકી દેવો પડે છે

ભારતના ખૂણે ખૂણામાં ઘણા નાના-મોટા અને રહસ્યમય મંદિરો આવેલ છે જેના વિશે આપણે જાણતા પણ નથી હોતા. એક એવું જ રહસ્યમય મંદિર રાજસ્થાનના કરોલી જિલ્લામાં આવેલ છે.
રાજસ્થાનના કરોલી જિલ્લાના મહેંદીપૂરમાં આવેલ બાલાજીમંદિર ભારતના એ જ રહસ્યોમય મંદિરમાંથી એક છે. આ મંદિરમાં ભગવાનના બાળપણના રૂપની પૂજા-પ્રાથના કરવામાં આવે છે. આ મંદિરને બાલાજી એટલે કે બચ્ચા મંદિર કેમ કહેવામાં આવે છે ચાલો જાણીએ.. 

તમે જ્યારે આ મંદિરમાં જશો ત્યારે તમે કોઈ અલગ દુનિયામાં આવી ગયા હોય એવી અનુભૂતિ થશે. એક અલગ પ્રકારની ઉર્જા તમને ત્યાં પ્રભાવિત કરશે. વર્ષના કોઈ પણ દિવસે તમે આ મંદિરમાં જશો ત્યાં ભક્તોની ભીડ ઉમટી દેખાશે. ખાસ કરીને એ ભક્તોની ભીડમાં ઘણા એવા હશે જે ખરાબ આત્માથી પીડિત હશે. રાજસ્થાનમાં આવેલ આ મંદિર ભૂત ભાગવવા માટે અને દરેક ઈચ્છા પૂરી કરવા માટે ઘણું જાણીતું છે. મંદિર સુધી પંહોચવાના રસ્તા પર તમને ઘણા મહિલા-પુરુષ જોવા મળશે જે અલગ અલગ ભાષા અને અવાજમાં રાડો પડતાં હશે અને ઘણા પંડિત  મંત્રોચ્ચાર કરીને એમના પર પવિત્ર જળનો છંટકાવ કરતાં હશે. 

દેશભરથી લોકો આ મંદિરમાં દર્શન કરવા આવે છે. જો આ સાથે મંદિરની બીજી ખાસિયત એ છે કે એવું કહેવામાં આવે છે કે આ મંદિરમાંથી મળતો પ્રસાદ ત્યાં જ ફેંકી દેવો પડે છે અને પ્રસાદ ફેંક્યા પછી પાછળ જોયા વિના ચાલતું રહેવું પડે છે. આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે મંદિરમાં એક અલગ જગ્યા બનાવવામાં આવી છે. સાથે જ મંદિરમાં દર્શન કરતા જવા પહેલા અમુક નિયમોનું પાલન કરવું ખુબ જ જરૂરી છે. 

મંદીરમાં દર્શન કરવા જવા પહેલા એક અઠવાડિયા સુધી નોનવેજ ખાવાની મનાઈ ફરમાવામાં આવી છે. અ સાથે જ મંદિર પર દર્શન કરવા ગયા પછી ત્યાં પૈસા કે કોઈ પણ ચડાવો ચઢાવવાની મનાઈ કરવામાં આવી છે. મંદિરના પુજારી પણ ભગવાન કે વિધિના નામે પૈસા લેતા નથી. સાથે જ ત્યાં ફોટો અને વીડીયોગ્રાફી કરવાની મનાઈ છે. અ મંદિરમાં ખાસ કરીને મંગળવારે અને શનિવારે સૌથી વધુ ભીડ જોવા મળે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ