બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / બિઝનેસ / Post Office Monthly Income Plan: In this amazing plan from Post Office, not only the money is safe, but the interest is also higher than banks.

તમારા કામનું / દર મહીને રૂ. 9000ની આવક, બસ પોસ્ટ ઓફિસની આ ધાંસૂ સ્કીમમાં કરો આટલાનું રોકાણ, રહેશો ફાયદામાં

Pravin Joshi

Last Updated: 03:09 PM, 21 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોસ્ટ ઑફિસની આ અદ્ભુત યોજનામાં, ફક્ત પૈસા જ સુરક્ષિત નથી, પરંતુ વ્યાજ પણ બેંકો કરતા વધારે છે. તમે 5 વર્ષ માટે રોકાણ માટે આ સ્કીમમાં સિંગલ અથવા જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકો છો.

  • પોસ્ટ ઓફિસની યોજનાઓ સૌથી સુરક્ષિત
  • તમે દર મહિને 9,000 રૂપિયાની આવક થશે
  • દર મહિને 9000 રૂપિયાથી વધુ મળશે


આજના સમયમાં દરેક વ્યક્તિ બચત કરવા માટે અવનવા પ્લાન અને સ્કીમમાં રોકાણ કરે છે. ત્યારે આજે અમે તમને પોસ્ટ ઓફિસની એક એવી સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને ખરેખર ઉપયોગી સાબિત થશે.  પોસ્ટ ઓફિસ દ્વારા ઘણી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે જેમાં રોકાણ કરીને સારી બચત કરી શકો છો. જેમાં શામેલ પોસ્ટ ઓફિસ માસિક આવક યોજનામાં રોકાણ કરીને તમે દર મહિને 9,000 રૂપિયાની નિયમિત આવક મેળવી શકો છો. 

Topic | VTV Gujarati

પોસ્ટ ઓફિસની યોજનાઓ સૌથી સુરક્ષિત

પોસ્ટ ઓફિસની યોજનાઓ સુરક્ષાના સંદર્ભમાં સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. જેના પગલે લોકોની પહેલી પસંદ હોય છે. ભારતમાં પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ્સ ખૂબ પસંદ કરવામાં આવે છે. દરેક વયના લોકો માટે ઉપલબ્ધ યોજનાઓ છે એટલે કે બાળકોથી લઈને વૃદ્ધો સુધી કોઈપણ આ યોજનાઓનો લાભ લઈ શકે છે. હવે જો આપણે પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમ (POMIS) વિશે વાત કરીએ તો તે એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. આ યોજનામાં રોકાણ કર્યા પછી તમે દર મહિને એક સારી આવક મેળવી શકો છો. તો સાથે સાથે તમારું રોકાણ અને પૈસા પણ એકદમ સુરક્ષિત રહેશે.

Topic | VTV Gujarati

5 વર્ષ માટે રોકાણ કરવું પડશે

પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં માત્ર પૈસા જ સુરક્ષિત નથી, પરંતુ વ્યાજ પણ બેંકો કરતા વધારે છે. જો તમે 5 વર્ષ માટે રોકાણ કરવા માંગો છો તો આ એક નફાકારક સોદો સાબિત થઈ શકે છે. તમે એક ખાતા દ્વારા પોસ્ટ ઓફિસ માસિક બચત યોજનામાં ઓછામાં ઓછા રૂ. 1,000 અને વધુમાં વધુ રૂ. 9 લાખનું રોકાણ કરી શકો છો. જો તમે સંયુક્ત ખાતું ખોલો છો તો તેમાં મહત્તમ રોકાણ મર્યાદા 15 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. એટલે કે પતિ-પત્ની બંને મળીને જોઈન્ટ એકાઉન્ટમાં 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે. સંયુક્ત ખાતામાં વધુમાં વધુ ત્રણ લોકો રોકાણ કરી શકે છે.

Tag | VTV Gujarati

રોકાણ પર સારૂં વ્યાજ મળે

જો તમે નિવૃત્તિ પછી અથવા તે પહેલાં તમારા માટે માસિક આવકની વ્યવસ્થા કરવા માંગો છો, તો તમે પોસ્ટ ઓફિસની આ યોજનામાં રોકાણ કરવાનું શરૂ કરી શકો છો. સરકાર હાલમાં આ બચત યોજનામાં 7.4 ટકાના દરે વાર્ષિક વ્યાજ આપી રહી છે. યોજના હેઠળ રોકાણ પર મળતું આ વાર્ષિક વ્યાજ 12 મહિનામાં વહેંચવામાં આવે છે અને તે પછી તમને દર મહિને આ રકમ મળતી રહે છે. જો તમે માસિક પૈસા ઉપાડશો નહીં, તો તે તમારા પોસ્ટ ઑફિસ બચત ખાતામાં રહેશે અને તમને આ નાણાં મૂળ રકમ સાથે ઉમેરીને વધુ વ્યાજ મળશે.

2023માં વિચારી રહ્યાં છો ઇન્વેસ્ટમેન્ટનો પ્લાન! તો Post Officeની આ 6  સ્કીમમાં કરો રોકાણ, મળશે બમ્પર રિટર્ન! | Thinking of an investment plan in  2023! So invest in these 6 Post Office

દર મહિને 9000 રૂપિયાથી વધુ મળશે

હવે જો તમારે દર મહિને 9,000 રૂપિયાથી વધુની નિયમિત આવક જોઈતી હોય તો તેના માટે તમારે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવવું પડશે. ધારો કે તમે તેમાં 15 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો તમને વાર્ષિક 7.4 ટકાના દરે વ્યાજની રકમ 1.11 લાખ રૂપિયા થશે. હવે જો તમે આ વ્યાજની રકમને વર્ષના 12 મહિનામાં સમાન રીતે વિભાજીત કરશો તો તમને દર મહિને 9,250 રૂપિયા મળશે. જો તમે એક ખાતું ખોલીને રોકાણ કરવાનું શરૂ કરો છો, તો આ યોજનામાં મહત્તમ રૂ. 9 લાખના રોકાણ પર તમને વાર્ષિક રૂ. 66,600 વ્યાજ તરીકે મળશે એટલે કે દર મહિને રૂ. 5,550ની આવક થશે.

 

POMIS ખાતું ક્યાં ખોલી શકાય?

પોસ્ટ ઓફિસની અન્ય બચત યોજનાઓની જેમ પોસ્ટ ઓફિસ માસિક આવક યોજનામાં ખાતું ખોલાવવું પણ ખૂબ જ સરળ છે. તમે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને આ ખાતું ખોલાવી શકો છો. આ માટે તમારે ફક્ત નેશનલ સેવિંગ્સ મંથલી ઈન્કમ એકાઉન્ટ માટે એક ફોર્મ ભરવાનું રહેશે અને ભરેલા ફોર્મની સાથે તમારે એકાઉન્ટ ખોલવા માટે રોકડ અથવા ચેક દ્વારા નિર્ધારિત રકમ જમા કરવી પડશે. આ યોજનામાં ખાતું ખોલવા માટે તમારી પાસે પાન કાર્ડ અને આધાર કાર્ડ હોવું આવશ્યક છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ