બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Porbandar 2 fishermen die after drinking toxic chemicals , more than 7 under treatment

પોરબંદર / દરિયામાંથી મળ્યો કેરબો, ઘરે આવીને સાતથી વધુ માછીમારો ગટગટાવી ગયા: બેના નિધન, અનેક સારવાર હેઠળ

Dinesh

Last Updated: 04:53 PM, 5 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Porbandar drinking toxic chemicals: પોરબંદરમાં સુભાષનગરના કેટલાક માછીમારોએ ઝેરી કેમિકલ પી લેતા બેના મોત થયા છે જ્યારે સાતથી વધુ લોકો સારવાર હેઠળ છે.

  • ઝેરી કેમિકલ પીવાથી 2 માછીમારના મોત
  • સમુદ્રમાંથી  મળ્યો હતો કેમિકલ ભરેલો કેરબો
  • 7થી વધુ માછીમારોએ કેમિકલ પી લેતા હાલત ગંભીર


Porbandar drinking toxic chemicals: રાજ્યમાં વધુ એકવાર ઝેરી કેમિકલ પીવાની ઘટના સામે આવી છે. પોરબંદરમાં ઝેરી કેમિકલ પીવાથી 2 માછીમારના મોત થયાં છે તેમજ સાતથી વધુ લોકો સારવાર હેઠળ છે. સમુદ્રમાં માછીમારી દરમિયાન કેમિકલ ભરેલો કેરબો મળ્યો હતો. જેમાંથી આઠથી દસ લોકોએ કેમિકલ પીધો હોવાની વિગતો સામે આવી છે. 

લોકોને પેટમાં દુખાવાની સમસ્યા થઈ હતી
ઝેરી કેમિકલના કેરબામાંથી 7થી વધુ માછીમારોએ કેમિકલ પી લેતા હાલત ગંભીર છે. ઝેરી કેમિકલ પી લેતા આ લોકોને પેટમાં દુખાવાની સમસ્યા થઈ હતી જે બાદ હોસ્પિટલમાં જતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. જે ઝેરી કેમિકલ ક્યાંથી આવ્યો અને કેટલા લોકોએ પીધું હતું તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.  

સમગ્ર મામલે પોલીસની તપાસ તેજ
સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે, જેમાં અત્યારે તમામ નાની હોડીઓમાં સર્ચની કામગીરી હાથ ધરી છે તેમજ સાવચેતીના ભાગરૂપે સુભાષનગરના લોકોની પૂછપરછ પણ શરૂ કરાઈ છે. કેમિકલની તપાસ માટે FSLમાં મોકલાયું છે. જો કે, FSLનો રિપોર્ટ આવ્ચા બાદ જ હકીકત બહાર આવશે

સારવાર લઈ રહેલા દર્દીના નામ
રવી ભીમજી કિશોર, ઉ.વ 31 (સુભાષનગર)
વિજય હરજી સલેટ, ઉ.વ 35 (સુભાષનગર)
કિશોર લાલજી ચામડિયા, ઉ.વ 41 (સુભાષનગર)
વિજેશ ચીના પવનીયા, ઉ.વ 49 (સુભાષનગર)
જયેશ હરજી ચામડીયા, ઉ.વ 32 (સુભાષનગર)
મુકેશ હીરા જેબર, ઉ.વ 47 (સુભાષનગર)
ભીખુ છગન ચૌહાણ, ઉ.વ 47 (સુભાષનગર)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ