બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ભારત / Pooja rituals will start from tomorrow for the Abhishek of Ram Lalla the weight of the idol is 150 to 200 kg.

રામ આયેંગે... / આવતીકાલથી જ અયોધ્યામાં શરૂ થઈ જશે પૂજનવિધિ, 150થી 200 કિલો વજનની છે રામલલાની પ્રતિમા

Pravin Joshi

Last Updated: 05:54 PM, 15 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું કે રામ લલ્લાનો અભિષેક 22 જાન્યુઆરીએ બપોરે 12.20 વાગ્યે શરૂ થશે અને બપોરે 1 વાગ્યા સુધીમાં પૂર્ણ થશે.

  • અયોધ્યામાં રામ લલ્લાના અભિષેકની તૈયારીઓ પૂરજોશમાં
  • રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ચંપત રાયે આપી ખાસ માહિતી
  • પ્રાણ પ્રતિષ્ઠા સંબંધિત પૂજા વિધિ આવતીકાલથી શરૂ થશે

અયોધ્યામાં રામ લલ્લાના અભિષેકની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દરમિયાન, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે સોમવારે જણાવ્યું હતું કે પ્રાણ પ્રતિષ્ઠા સંબંધિત પૂજા વિધિ આવતીકાલથી શરૂ થશે. ચંપત રાયે વધુમાં જણાવ્યું કે આ પૂજા પદ્ધતિ 21 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. તેમણે કહ્યું, રામલલાનો અભિષેક 22 જાન્યુઆરીએ બપોરે 12.20 વાગ્યે શરૂ થશે અને બપોરે 1 વાગ્યા સુધીમાં પૂર્ણ થશે. આ અંગે આયોજન કરવામાં આવી રહ્યું છે.

ચંપત રાયે શું કહ્યું?

ચંપત રાયે જણાવ્યું કે રામ લલ્લાના અભિષેક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત પોતાની લાગણી વ્યક્ત કરશે. તેમણે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વધુમાં જણાવ્યું કે ભગવાન રામની મૂર્તિનું વજન 150 થી 200 કિલોગ્રામ છે. રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરીએ છે. તેમાં વિવિધ ક્ષેત્રની હસ્તીઓ પણ સામેલ થશે. 

રામ આયેંગે..' જાણીતા કલાકારનું ભજન સાંભળી PM મોદી થયા મંત્રમુગ્ધ, વીડિયો  શેર કરતાં જુઓ શું લખ્યું | PM Modi was mesmerized by listening to the  bhajan of a well-known artist

વધુ વાંચો : રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં શંકરાચાર્યો કેમ સામેલ નથી થઈ રહ્યાં? સ્વામી નિશ્ચલાનંદે આપ્યું મોટું કારણ

અરુણ યોગીરાજ દ્વારા નિર્મિત રામલલાની પ્રતિમાને પસંદ કરવામાં આવી

ચંપત રાયે જણાવ્યું કે મૈસુરના અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી રામલલાની નવી પ્રતિમાને રામ મંદિરમાં સ્થાપિત કરવા માટે પસંદ કરવામાં આવી છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર નવા રામ મંદિરમાં રામલલાની વર્તમાન પ્રતિમા પણ રાખવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે 23 જાન્યુઆરીથી લોકો રામ મંદિરમાં ભગવાન રામના દર્શન કરી શકશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ