બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ભારત / Police arrested four people in work from home fraud case

Fraud Alert / ઘરે બેઠાં પૈસા કમાવો... જો-જો આવી કોઇ લાલચમાં ફસાતા, નહીં તો થઇ જશો ઠનઠન ગોપાલ

Priyakant

Last Updated: 01:16 PM, 27 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Work From Home Fraud Latest News: પોલીસે વર્ક ફ્રોમ હોમ ફ્રોડના કેસમાં ચાર લોકોની ધરપકડ કરી, ધરપકડ કરાયેલા લોકોમાં એક વ્યક્તિનો પણ સમાવેશ થાય છે જેણે કમિશન માટે છેતરપિંડી કરનારાઓને તેની બેંક વિગતો આપી હતી

  • લોકડાઉનમાં વર્ક ફ્રોમ હોમનો ટ્રેન્ડ બાદ હવે છેતરપિંડીની ઘટનાઓ પણ વધી 
  • દિલ્હી પોલીસે વર્ક ફ્રોમ હોમ ફ્રોડના કેસમાં ચાર લોકોની ધરપકડ કરી
  • ડેટા એન્ટ્રી અને ઓનલાઈન સર્વે કૌભાંડ સહિત ફ્રીલાન્સ નોકરી આપવાના નામે છેતરપિંડી

Work From Home Fraud : આપણાં દેશમાં કોરોના મહામારીના કારણે લાગુ કરાયેલા લોકડાઉનને કારણે શરૂ થયેલ વર્ક ફ્રોમ હોમનો ટ્રેન્ડ હવે વધી રહ્યો છે. આ તરફ હવે વર્ક ફ્રોમ હોમના નામે છેતરપિંડીની ઘટનાઓ પણ વધી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઠગ ખાસ કરીને ઘરેથી કામ શોધી રહેલા યુવાનોને નિશાન બનાવી રહ્યા છે. આવો જ એક કિસ્સો દિલ્હીમાં સામે આવ્યો છે. એક અહેવાલ મુજબ દિલ્હી પોલીસે વર્ક ફ્રોમ હોમ ફ્રોડના કેસમાં ચાર લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોમાં એક વ્યક્તિનો પણ સમાવેશ થાય છે જેણે કમિશન માટે છેતરપિંડી કરનારાઓને તેની બેંક વિગતો આપી હતી. અન્ય વિદેશી ગેંગના સભ્યો હોવાનું મનાય છે.

રિપોર્ટ અનુસાર તપાસકર્તાઓને ખબર પડી કે ગેંગના સભ્યો દિલ્હીમાં વર્ક ફ્રોમ હોમ જોબના બહાને સામાન્ય લોકોને છેતરતા હતા. આવા જ એક કેસમાં આ લોકોએ કથિત રીતે સોશિયલ મીડિયા પર એક વ્યક્તિને હોટલ લાઈક અને રેટિંગનું કામ આપ્યું અને તેની સાથે 23 લાખ રૂપિયાની છેતરપિંડી કરી. ઘરેથી કામ શોધી રહેલા યુવાનો અનેક રીતે છેતરાય છે. જો તમે પણ ઘરેથી કામ શોધી રહ્યા છો, તો સાવચેત રહો. 

મીડિયા અહેવાલો અનુસાર છેતરપિંડી કરનારાઓ ઘરેથી કામના નામે આ પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યા છે. 

ડેટા એન્ટ્રી કૌભાંડ
કામ શોધી રહેલા લોકોને ઉચ્ચ પગારની ડેટા એન્ટ્રી જોબ ઓફર કરવામાં આવે છે. જે વ્યક્તિ આવી નકલી ઑફર્સમાં ફસાઈ જાય છે તેને રજિસ્ટ્રેશન ફી અથવા સૉફ્ટવેરમાં રોકાણ કરવાનું કહેવામાં આવે છે. જોકે આમ કરવાથી તેને ખ્યાલ આવે છે કે તે છેતરપિંડીનો શિકાર બન્યો છે.

ઓનલાઈન સર્વે કૌભાંડ
છેતરપિંડી કરનારા લોકોને સર્વેક્ષણમાં ભાગ લેવા માટે પ્રેરિત કરે છે અને બદલામાં મોટી કમાણીનું વચન આપે છે. જોકે સર્વે પૂર્ણ કર્યા પછી લોકોને કોઈ ચુકવણી કરવામાં આવતી નથી અથવા તેમને કહેવામાં આવે છે કે, તમારે પૈસા જોઈએ છે તો પહેલા ચૂકવો.

વધુ વાંચો: જાડેજાની વિકેટને લઈને કેમ ઊભો થઈ રહ્યો છે વિવાદ? ફેન્સ થયા લાલચોળ

ફ્રીલાન્સ નોકરી આપવાના નામે છેતરપિંડી
લેખન, ગ્રાફિક ડિઝાઇન અથવા પ્રોગ્રામિંગ જેવા વિશેષ કૌશલ્યોની જરૂર હોય તેવા કામ માટે ફ્રી લાન્સ જોબ ઓફર કરવામાં આવે છે. એવું કહેવાય છે કે આવા કિસ્સાઓમાં પીડિતોને ઘણીવાર કાં તો ચૂકવણી કરવામાં આવતી નથી અથવા તેમને મળેલો ચેક બાઉન્સ થઈ જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ