બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / police action 82 people Detention Kumpat deesa banaskantha gujarat

ડીસા / કૂંપડ ગામે વરઘોડાને લઇને થયેલી અથડામણમાં પોલીસ પર હુમલા મામલે 200ના ટોળા સામે રાયોટિંગનો ગુનો, 82 લોકોની અટકાયત

Hiren

Last Updated: 08:57 PM, 28 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઇકાલે બનાસકાંઠાના કૂંપટ ગામે ઠાકોર સમાજના યુવકના વરઘોડો કાઢવા બાબતે બે સમાજના લોકો વચ્ચે જૂથ અથડામણ થઇ હતી. આ દરમિયાન પોલીસ પર હુમલો થયો હતો. ત્યારે પોલીસે આ મામલે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે.

  • ડીસાના કૂંપટ ગામે પોલીસ પર હુમલાનો મામલો
  • 80 લોકોની કરાઈ અટકાયત, 200ના ટોળા સામે રાયોરિંગ ગુનો
  • વરઘોડામાં હુમલાને લઈ કૂંપટ ગામમાં કર્ફ્યૂ જેવો માહોલ

કૂંપટ ગામે વરઘોડો કાઢવા બાબતે બે સમાજના લોકો વચ્ચે થયેલી અથડામણ દરમિયાન પોલીસ પર પણ પથ્થરમારો કરી હુમલો કરનારા શખ્સો વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ હુમલા મામલે ડીસા તાલુકા પોલીસે 200ના ટોળા સામે રાયોટિંગ ગુનો નોંધ્યો છે. તો 82 લોકોની અટકાયત કરાઈ છે. વરઘોડા મામલે લોકો વચ્ચે બબાલ થઈ હતી. બે જૂથ વચ્ચે બોલાચાલી થતા પોલીસ પહોંચી હતી. બંદોબસ્ત માટે ગયેલી પોલીસ પર પણ હુમલો થયો હતો. 200 લોકોના ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. હુમલામાં 6 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા છે.

શું છે સમગ્ર મામલો?

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કૂંપટ ગામે ગઇકાલે ઠાકોર સમાજના યુવકના લગ્ન પ્રસંગમાં દરબાર સમાજના લોકોએ વરઘોડો કાઢવાની ના પાડી હતી, તેમ છતાં પણ ઠાકોર સમાજના યુવકે વરઘોડો કાઢતા બન્ને સમાજના લોકો વચ્ચે અથડામણ થઇ હતી. ઘટનાના પગલે ડીસા તાલુકા પોલીસ પર કૂંપટ ગામે પહોંચી હતી. બાદમાં બન્ને પક્ષોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે આ સમયે દરબાર સમાજના લોકોએ અચાનક પથ્થરમારો કરી હુમલો કર્યો હતો.

આ હુમલામાં બંદોબસ્ત માટે આવેલા દાંતીવાડા પી.એસ.આઇ સ્નેહિત કુમાર દેસાઈ, પોલીસ કોન્સ્ટેબલ વિક્રમદાન ગઢવી, દાન ગઢવી અને ભરતભાઇ પુનડિયાને ગંભીર ઈજા પહોંચી હતી. તો અન્ય પણ કેટલાક કર્મી ઇજાગ્રસ્ત થયા હતા. ત્રણેય ગંભીર ઇજાગ્રસ્ત પોલીસકર્મીઓને તાત્કાલિક સારવાર અર્થે ડીસાની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યારબાદ ઘટનાના પગલે જિલ્લા પોલીસ વડા સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. હાલ ગામમાં કર્ફ્યૂ જેવો માહોલ સર્જાયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ