બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / PM Modis High Level Meeting on Cyclone Biporjoy

આદેશ / બિપોરજોય વાવાઝોડા પર PM મોદીની હાઈ લેવલ મીટિંગ, અધિકારીઓને તાબડતોબ આ કામનો આપ્યો આદેશ

Kishor

Last Updated: 11:58 PM, 12 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન મોદીએ પણ બિપરજોય વાવાઝોડાને લઇને એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક બોલાવી હતી,

  • ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનો ખતરો
  • વડાપ્રધાન મોદીએ ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક બોલાવી 
  • વાવાઝોડાના સંભવિત ખતરાને લઇને તૈયારીઓ

ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનો તોડાઇ રહેલા ખતરા પર હવામાન વિભાગથી લઇને સરકારી તંત્ર નજીકથી નજર રાખી છે. પળેપળની અપડેટ પર ઉચ્ચ અધિકારીઓ પણ નજર રાખી રહ્યાં છે. ત્યારે વડાપ્રધાન મોદીએ પણ બિપોરજોય વાવાઝોડાને લઇને એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક બોલાવી હતી, જેમાં વાવાઝોડાના સંભવિત ખતરાને લઇને તૈયારીઓ પર ચર્ચા વિચારણા કરી હતી. અંદાજે એક કલાક સુધી ચાલેલી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, તથા અન્ય અધિકારીઓ હાજર રહ્યાં હતા. 

10 લાખ નોકરીઓ માટે મોદી સરકાર એક્શનમાં, કેબિનેટ બેઠકમાં અપાઈ બ્લુપ્રિન્ટ,  જાણો શું છે ખાસ | Modi government in action for 10 lakh jobs, blueprint  given in cabinet meeting

 પવનની ગતિ 125-10 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે

બિપરજોય વાવાઝોડાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલાવેલી સમીક્ષા બેઠકમાં કહ્યું કે જો વાવાઝોડું દરિયાકાંઠે ટકરાયું તો સંભવિત નુકશાન માટે તૈયાર રહેવું, સાથે જ ઇમરજન્સી મદદ માટે જરૂરી સેવાઓ જેવી કે પાણી, ફૂડની વ્યવસ્થા રાખવી. આ સમીક્ષા બેઠકમાં હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યુ કે વાવાઝોડું 15 જૂનના બપોરના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં માંડવી અને કરાચી વચ્ચે જખોના દરિયાકાંઠે ટકરાશે. આ સમયે પવનની ગતિ 125-10 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. તો પવનની ગતિ વધીને 145 કિમી પ્રતિકલાકની ઝડપે પણ પહોંચવાની શક્યતાઓ છે. 

મુખ્ય સચિવ રાજકુમારે  બચાવ-રાહત કામગીરીની પરિસ્થિતિનો તાગ મેળવી 

IMDના મૃત્યુંજય મહાપાત્રએ કહ્યું કે ચક્રવાત બિપરજોય ધીમે ધીમે 5 કિમી પ્રતિ કલાકની ઝડપથી ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે અને 14 જુન બાદ તેની દિશા બદલાશે. 15 જુન બપોર સુધીમાં 125-135 કિમી પ્રતિ કલાકની ઝડપથી એક ખુબ જ ગંભીર ચક્રવાતી વાવાઝોડું સૌરાષ્ટ્ર, કચ્છ અને પાકિસ્તાનના દરિયાકાંઠે ટકરાશે. આ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ થશે રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સંભવિત ‘બિપરજોય’ વાવાઝોડાથી કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. દરિયા કિનારાના કચ્છ, જામનગર ,પોરબંદર, દેવભૂમિ દ્વારકા,જુનાગઢ, ગીર સોમનાથ, મોરબી, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી, પ્રભારી સચિવ, કલેક્ટર તેમજ વહીવટ તંત્ર સાથે વાવાઝોડા સંદર્ભે ગાંધીનગરથી મુખ્ય સચિવ રાજકુમારે જિલ્લા વહીવટી તંત્ર સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બચાવ-રાહત કામગીરીની પરિસ્થિતિનો તાગ મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ