બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / PM Modi went to Odisha train accident site Ambalal changed the forecast

સમાચાર સુપરફાસ્ટ / ઓડિશા ટ્રેન દુર્ઘટના સ્થળે PM મોદીએ કોને બે ફોન ઘુમાવ્યા? અંબાલાલે આગાહી બદલી, ધીરેન્દ્ર શાસ્ત્રીનો બે ટૂક જવાબ

Kishor

Last Updated: 11:38 PM, 4 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેમણે ગુજરાતમાં વાવાઝોડુ અને ભારે વરસાદની આગાહી કરી છે.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં 7થી 11 જૂન દરમિયાન ભારે વાવાઝોડુ આવી શકે છે.

દુનિયાની તમામ દીકરીઓ પિતાને પોતાના આદર્શ માનતી હોય છે. દીકરી અને પિતાને લઈ અનેક ગીતો પણ બન્યા છે, ત્યારે અમુક દીકરીઓ પ્રેમમાં પડીને પોતાના માતા-પિતાના પ્રેમને ભૂલી જતી હોય છે. આવી જ એક ઘટના બનાસકાંઠાના દિયોદરમાંથી સામે આવી છે. દિયોદરના રૈયા ગામની એક દીકરીને એક યુવક સાથે પ્રેમ થયો હતો. જેથી દીકરીએ પોતાના પ્રેમી સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા. જે બાદ પિતાએ પોતાની દીકરીને પરત મેળવવા માટે દિયોદર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. આ અરજીના આધારે દીકરી દિયોદર પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હતી. આ દરમિયાન પોતાની દીકરીને પરત ઘરે લાવવા માટે માતા-પિતાએ ખુબ આજીજી કરી હતી. છતાં દીકરીએ પોતાના માતા-પિતાને ઓળખવા ઈનકાર કર્યો છે. માતા-પિતાએ દીકરીને મનાવવા તેના પગ પણ પકડી લીધા. આ સમયે દીકરીને મનાવતા માતાપિતાના હદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. આમ છતાં દીકરી ટસની મસ થયા વિના પોતાના પ્રેમી સાથે ચાલી ગઈ હતી.

You will cry after seeing these scenes of Banaskantha

 

ગુજરાત એટીએસની ટીમે થોડા દિવસ પહેલાં ખતરનાક આતંકી સંગઠન અલ કાયદાનો પ્રચાર-પ્રસાર કરતા ચાર બાંગ્લાદેશી યુવકોની નારોલ તેમજ ઉત્તરપ્રદેશથી ધરપકડ કરી હતી. ચારેય બાંગ્લાદેશીઓની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ઘટસ્ફોટ થયા હતા, જેને લઇ એટીએસની એક ટીમે પંજાબમાં ધામા નામા નાખ્યા છે. ચારેય બાંગ્લાદેશીઓ પંજાબના લુ‌ધિયાણામાં રહીને આવ્યા હતા અને ત્યાં તેમણે ઘણા યુવકોનો સંપર્ક સાધ્યો હતો. અલ કાયદાના નેટવર્કને ક્રેક કરવા માટે ગુજરાત એટીએસની ટીમે કેન્દ્રીય એજન્સીઓની મદદ લઇને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.  

Tag | VTV Gujarati

રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી બાદ હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેમણે ગુજરાતમાં વાવાઝોડુ અને ભારે વરસાદની આગાહી કરી છે.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં 7થી 11 જૂન દરમિયાન ભારે વાવાઝોડુ આવી શકે છે. તો ગુજરાતમાં 15 જૂન સુધી ભારે વરસાદની આગાહી છે. તેમણે જણાવ્યું કે, સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં 12 ઈંચથી વધુ વરસાદની શક્યતાઓ છે. તો દક્ષિણ ગુજરાતમાં 10 ઈંચથી વધુ વરસાદ અને મધ્ય-ઉત્તર ગુજરાતમાં 4 ઈંચથી વધુ વરસાદની સંભવાનાઓ છે. ગુજરાતમાં 15 જૂન સુધી સાર્વત્રિક વરસાદની આગાહી છે.

Ambalal Patel forecasts 10-12 inches of rain with thunderstorms

 

વડોદરા ખાતે બાગેશ્વર ધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાયો છે. ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ રાજકોટમાં તેઓ પર હિપ્નોટાઈઝ કરવાનો જે આક્ષેપ લગાવવામાં આવ્યો છે. જે બાબતે તેઓએ જણાવ્યું હતું કે, આ સસ્તી લોકપ્રિયતા મેળવવા માટેનો ઉપાય છે. જેથી તમારી પાસે તે લોકોનાં નામ પહોંચી જાય. ત્યારે આવું કશું હોત તો અત્યાર સુધી મેં કરોડો અરબો રૂપિયા લઈ લીધા હોત. તમે થયા હિપ્નોટાઈઝ. ત્યારે આ બધા સસ્તી લોકપ્રિયતાનાં લક્ષણ છે. ઓડિશા ટ્રેન દુર્ઘટના બાબતે ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, આજે સવારે જ મને ટ્રેન દુર્ઘટનાનાં સમાચાર મળ્યા છે. આ જે ઘટના બની તે ખૂબ જ દુઃખદ છે. ત્યારે હું બાલાજીનાં ચરણોમાં એવી પ્રાર્થના કરીશ કે દેશમાં આવી કોઈ દુર્ઘટના ન સર્જાય તેમજ બધાનું મંગળ થાય.

Bageshwar Sarkar Dhirendra Shastri gave a logical answer on the allegation of charm and Odisha train accident, see what he...

 

 

 

રાજકોટ શહેર સાઇબર ક્રાઈમ દ્વારા 19 વર્ષીય સાહિલ મૂલિયાણા નામના ફેક સાઇબર ક્રાઇમ અંડર કવર ઓફિસરની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે આરોપી પાસેથી એરગન તેમજ કેટલીક નામાંકિત કોલેજોના સાઇબર અવેરનેસ માટે આમંત્રણ આપવામાં આવ્યા હોય તેવા લેટરપેડ પણ મળી આવ્યા છે. જેને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.નકલી પોલીસના છશવારે અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ASI વિવેક કુછડીયાએ આઇપીસી ની કલમ 170,  171, 465, 468 તેમજ 471 હેઠળ સાહિલ મૂલિયાણાં વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો છે. આરોપી દ્વારા પોતે સાયબર ક્રાઇમ એન્ટર કવર ઓફિસર હોય તે પ્રકારની ઓળખ આપવામાં આવતી હતી. તેમજ પોતે સાઇબર ક્રાઇમ અંડર કવર ઓફિસર હોવાનું જણાવી લોકોના કામ પણ પતાવટ કરી આપતો હતો.

Fake cyber crime under cover officer arrested in

વડોદરા ખાતે બાગેશ્વર ધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો હતો. ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી વડોદરા ખાતે રોકાયેલ હોટલની લિફ્ટમાં ક્ષમતા કરતા વધુ લોકો સવાર થતા લિફ્ટમાં વજન વધી જવાના કારણે ટેકનિકલ ખામી સર્જાઈ હતી. ત્યારે આ ઘટનાની જાણ હોટલ સંચાલકને થતા તાત્કાલિક લિફ્ટ ખોલી લોકોનું રેસ્ક્યું કરાયું હતું. 

VIDEO : Dhirendra Shastri stuck in hotel lift in Vadodara, incident happened due to overload, see what happened next?

  અમદાવાદના વેજલપુર વિસ્તારમાં પિતા અને દીકરીના સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. એક સગા બાપે તેની સગી દીકરી સાથે શારીરિક સંબંધો બાંધી દીકરી અને પિતાના સંબંધને લાંછન લગાડ્યું છે. હદ તો ત્યારે વટાવી નાખી જ્યારે દીકરીના લગ્ન બાદ પણ તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરતો રહ્યો અંતે પીડિત દીકરીએ પિતાના ત્રાસથી કંટાળીને વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જે બાદ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે.

In Vejalpur, Hewaniyat, Ahmedabad, a father-in-law raped his daughter. He has been doing this for 4 years.

 

જામનગરના તમાચણ ગામે વાડી વિસ્તારમાં બાળકી બોરવેલમાં ફસાઈ જતાં હવે તંત્રમાં દોડધામ મચી ગઈ છે. નોંધનીય છે કે, ખેત મજૂરી કરતા પરિવારની બાળકી 30થી 35 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાઈ ગઈ છે. હાલમાં તંત્ર દ્વારા રેસ્ક્યૂ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે હાલ બોરવેલમાંથી બાળકીના રડવાનો અવાજ આવી રહ્યો છે, આ તરફ ફાયર વિભાગની ટીમે બાળકીનું રેસ્ક્યૂ શરૂ કર્યું છે. 

Two-and-a-half-year-old Roshni of Jamnagar trapped in a borewell: Army personnel came to the rescue

ઓડિશાના બાલાસોરમાં ભયાનક ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એક સાથે 288 જેટલા લોકોના મોત નિપજયા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત હજાર જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. બીજી બાજુ તંત્ર દ્વારા પુરજોશમાં રેસ્ક્યુ અભિયાન ચાલી રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે રેલવેના સંબંધીત વિભાગનું નિવેદન સામે આવ્યું છે. જેમાં ટ્રેન બેફામ સ્પીડે હોવાનું સામે આવ્યું છે. રેલવે દ્વારા સત્તાવાર નિવેદનમાં સામે આવ્યું છે કે ટ્રેન નંબર 12481 કોરોમંડલ એક્સપ્રેસ બહંગા બજાર સ્ટેશનની મુખ્ય લાઇન પરથી જઈ રહી હતી. આ દરમિયાન ટ્રેન બેફામ સ્પીડે હોવાથી સામે આવ્યું છે. તેને સ્ટેશન પર રોકવી શક્ય ન હતી. 

coromandel express was at full speed it was not possible to stop <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/railway-statement' title='railway statement'>railway statement</a> on <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/odisha' title='odisha'>odisha</a> <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/train-accident' title='train accident'>train accident</a>

જન્મકૂંડળીમા મંગળદોષ છે એવું બહાનું કાઢીને છોકરી પર રેપ કરીને તેની સાથે લગ્ન કરવાનો ઈન્કાર કરનાર એક યુવાનને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. રેપ કેસમાં જેલમાં બંધ એક યુવાને જામીન માટે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેમણે જામીન માટેની અરજીમાં લખ્યું કે પીડિતાની જન્મકૂંડળીમાં મંગળદોષ હોવાથી તે તેની સાથે લગ્ન કરી શકે તેમ નથી. હાઈકોર્ટને પણ યુવાનની વાત સાચી લાગતા તેણે જ્યોતિષનો રિપોર્ટ લાવવાનો ઓર્ડર કર્યો હતો અને તે આધારે જામીનનો નિર્ણય લેવાનો ઠરાવ્યું પરંતુ સુપ્રીમે હાઈકોર્ટના કૂંડળી માગવાના ઓર્ડર પર સ્ટે મૂકી દીધો છે. 

supreme court stays allahabad high court order to ascertain if rape victim is mangalik says nothing to do with astrology

ઓડિશાના બાલાસોરમાં થયેલા ભીષણ ટ્રેન અકસ્માત બાદ પીએમ મોદીએ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરીનો તાગ મેળવ્યો હતો. આ પછી, તે હોસ્પિટલ પહોંચ્યો અને ઘાયલોની સ્થિતિ વિશે પૂછપરછ કરી અને તેમની સાથે વાત કરી. પીએમ મોદીએ કહ્યું કે, આ ઘટનામાં દોષી સાબિત થયેલા લોકોને છોડવામાં નહીં આવે અને કડક સજા આપવામાં આવશે. આ દરમિયાન પીએમ મોદી પણ ઘણા દુઃખી દેખાતા હતા. આ ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધી 288 વધુ લોકોના મોત થયા છે, જ્યારે હજારો લોકો ઘાયલ છે.

pm modi said in balasore culprits of the train accident will not be spared will get harshest punishment

અકસ્માતના સ્થળે પીએમ મોદીએ ચાલુ રાહત કાર્યની સમીક્ષા કરી હતી અને આ દરમિયાન તેમણે એક થઈને કામ કરવા જણાવ્યું હતું. પીએમ મોદી ઘટના સ્થળે મોબાઈલ ફોન પર વાત કરતા પણ જોવા મળ્યા હતા. વડાપ્રધાને કેબીનેટ સચિવ અને આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સાથે ફોન પર સીધી વાત કરી હતી અને અધિકારીઓને લોકોની શ્રેષ્ઠ સારવારની વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો હતો.પીએમ મોદીએ અધિકારીઓને ઘાયલો અને તેમના પરિવારને તમામ જરૂરી મદદ કરવાનો આદેશ આપ્યો હતો. 

Odisha train mishap: PM Modi visits crash survivors at Balasore hospital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ