બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / PM Modi speaks for the first time amidst Agneepath controversy, says defense sector opened for youth

બેંગ્લુરુ / અગ્નિપથ વિવાદની વચ્ચે પહેલી વાર બોલ્યાં પીએમ મોદી, કહ્યું- યુવાનો માટે ડિફેન્સ સેક્ટર ખોલી નાખ્યું

Hiralal

Last Updated: 05:11 PM, 20 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રની અગ્નિપથ યોજનાની વિરોધમાં દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની વચ્ચે પીએમ મોદીએ પહેલી વાર મોટું નિવેદન આપ્યું છે.

  • અગ્નિપથ વિવાદની વચ્ચે પીએમ મોદીનું પહેલું નિવેદન
  • કહ્યું યુવાનો માટે ડિફેન્સ સેક્ટર ખોલી નાખ્યું 
  • આઠ વર્ષમાં યુવાનો માટે અવકાશ અને સંરક્ષણ ક્ષેત્રો ખોલ્યા

દેશમાં કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાને લઈને વિવાદ જોવા મળી રહ્યો છે. ઘણા રાજ્યોમાં હિંસક વિરોધ પ્રદર્શન થયા છે અને આગચંપી પણ જોવા મળી છે. આ દરમિયાન બેંગલુરુ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજનાનું નામ લીધા વગર યુવાઓને એક મોટો સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે તેમની સરકારે છેલ્લા આઠ વર્ષમાં યુવાનો માટે અવકાશ અને સંરક્ષણ ક્ષેત્રો ખોલ્યા છે.

અમે યુવાનોને કામ કરવાની તક આપી રહ્યાં છીએ 
મોદીએ કહ્યું કે સુધારાનો માર્ગ આપણને ફક્ત નવા લક્ષ્યો તરફ દોરી શકે છે. અમે યુવાનો માટે સંરક્ષણ અને અવકાશ ક્ષેત્રને ખુલ્લું મૂક્યું છે, જે દાયકાઓ સુધી સરકાર દ્વારા એકાધિકાર ધરાવતા હતા. ડ્રોનથી લઈને બીજી દરેક ટેકનોલોજી, અમે યુવાનોને કામ કરવાની તક આપી રહ્યા છીએ. આજે અમે યુવાનોને જણાવી રહ્યા છીએ કે, સરકારે જે વિશ્વસ્તરીય ટેકનોલોજી બનાવી છે, યુવાનોએ પોતાના વિચારો આપવા જોઈએ, પોતાના ઈનપુટ આપવા જોઈએ.

આઠ વર્ષમાં 100 અબજ ડોલરની કંપનીઓ ઊભી થઈ 
પીએમ મોદીએ એ વાત પર પણ ભાર મૂક્યો કે, આ ઉપક્રમ સરકારી હોય કે ખાનગી, બંને દેશની સંપત્તિ છે, તેથી લેવલ પ્લેઇંગ ફિલ્ડ દરેકની બરાબર હોવું જોઈએ. મોદીએ એ વાતનો પણ આનંદ વ્યક્ત કર્યો કે છેલ્લા આઠ વર્ષમાં 100 અબજ ડોલરથી વધુની કંપનીઓ શરુ થઈ છે જેમાં દર મહિને નવી કંપનીઓનો ઉમેરો થાય છે. તેમના મતે ભારત સ્ટાર્ટ અપની દુનિયામાં ઝડપથી કામ કરી રહ્યું છે અને અત્યાર સુધી હજારો કરોડનો બિઝનેસ કરી ચૂક્યું છે.

પીએમ મોદીએ કર્ણાટકને આપી 28 હજાર કરોડની યોજનાની ભેટ 
પીએમ મોદીએ કર્ણાટકને 28 હજાર કરોડની યોજનાની ભેટ ધરી છે. તેમણે બેંગલુરુ ઉપનગરીય રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે અને બીજી તરફ બી આર આંબેડકર સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ (બેઝ)નું ઉદઘાટન કર્યું છે. આ પ્રસંગે પીએમે કહ્યું કે ડબલ એન્જિનની સરકાર બેંગ્લુરુને જામથી મુક્ત કરવા માટે રેલવે, રોડ, મેટ્રો, અંડરપાસ, ફ્લાયઓવર, તમામ શક્ય માધ્યમો પર કામ કરી રહી છે. અમારી સરકાર બેંગલુરુના પરા વિસ્તારોને વધુ સારી કનેક્ટિવિટી સાથે જોડવા માટે પ્રતિબદ્ધ છે.

પીએમ કર્ણાટકની બે દિવસીય યાત્રા પર 
ઉલ્લેખનીય છે કે પીએમ કર્ણાટકની બે દિવસીય યાત્રા પર આવ્યા છે જ્યાં તેઓ પ્રતિષ્ઠિત લિંગાયત સમુદાયના ગુરુકુળ સુત્તુર મઠની મુલાકાત લેવાની તૈયારી પણ કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓ મૈસુરુની દેવી ચામુંડેશ્વરીના દર્શન પણ કરવાના છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ