બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / PM Modi Releases 13th Installment To Farmers

ગુડ ન્યૂઝ / PM મોદીએ આપી હોળીની ભેટ, 8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં જમા કર્યાં 16,800 કરોડ, આવી રીતે કરો ચેક

Hiralal

Last Updated: 05:16 PM, 27 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી મોદીએ કર્ણાટકના બેલાગવીમાં કાર્યક્રમને સંબોધિત કરતા કિસાન સન્માન નિધિના 13ના હપ્તાના પૈસા ખેડૂતોના ખાતામાં જમા કર્યાં હતા.

  • ખેડૂતોને મળ્યો કિસાન સન્માન નિધિનો 13મો હપ્તો
  • પીએમ મોદીએ 8 કરોડ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યાં 16,800 કરોડ 
  • કર્ણાટકના બેલાગવીમાં કાર્યક્રમને કર્યો સંબોધિત
  • લાભાર્થી ખેડૂતોના ખાતામાં જમા થયા 2,000 રુપિયા

ખેડૂતોના લાભ અને હિત માટે શરુ કરવામાં  આવેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો 13મો હપ્તો આવી ગયો છે. હોળી પહેલા એક મોટી ભેટ આપતાં પ્રધાનમંત્રી મોદીએ કર્ણાટકના બેલાગવીમાં 8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં  કિસાન સન્માન નિધિના 13ના હપ્તો બહાર પાડ્યો હતો જે હેઠળ 16,800 કરોડની રકમ લાભાર્થી ખેડૂતોના ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવી હતી. 

13મો હપ્તો જારી થયો

અત્યાર સુધી પીએમ કિસાન યોજનાના 13 હપ્તા બહાર  પડ્યા છે. પીએમના ટ્રાન્સફર બાદ લાભાર્થી ખેડૂતોના ખાતામાં 2,000ની રકમ જમા થઈ ગઈ હશે. નીચે દર્શાવ્યાં પ્રમાણેની રીતે તમે તમારુ નામ ચેક કરી શકશો. 

13મા હપ્તાની રકમ ન મળી હોય તો શું કરવું 
જો તમે પીએમ કિસાન યોજના માટે પાત્ર છો, તેમ છતાં 2,000 રૂપિયાની રકમ તમારા ખાતામાં પહોંચી નથી, તો પછી તમે સરકાર દ્વારા જારી કરાયેલા ખેડૂત હેલ્પલાઇન નંબર 155261 અથવા 1800115526 પર સંપર્ક કરી શકો છો.

કેવી રીતે ચેક કરશો તમારી પેમેન્ટની સ્થિતિ
પીએમ કિસાન યોજનાનો 13મો હપ્તો બહાર પાડવામાં આવ્યો છે. ખેડુતો http://pmkisan.gov.in મુલાકાત લઈ શકે છે અને ખેડૂતની મુલાકાત લઈને તેમની ચુકવણીની સ્થિતિ ચકાસી શકે છે.

4 વર્ષમાં 11 લાખ કરોડથી વધુ ખેડૂતોને આપ્યાં
કૃષિ મંત્રીના ટ્વિટ પરથી એવું જણાવાયું કે કેન્દ્ર સરકારે છેલ્લા ચાર વર્ષમાં એટલે કે 2019થી પીએમ કિસાન સન્માન યોજના શરુ થઈ ત્યારથી અત્યાર સુધી 11 લાખ કરોડથી વધુની રકમ ખેડૂતોના ખાતામાં સીધી ટ્રાન્સફર કરી છે. 

લિસ્ટમાં તમારું નામ ચેક કરો 
1. સૌથી પહેલા તમે પીએમ કિસાન વેબસાઈટ https://pmkisan.gov.in/ જઈ શકો છો.
2. આ પછી, "ડેશબોર્ડ" ભારતના નકશા સાથે સ્ક્રીન પર દેખાશે. તેના પર ક્લિક કરો.
3. આ પછી, તમારા સંબંધિત રાજ્ય, જિલ્લા અને ગામની પસંદગી કરો.

ઈ-કેવાયસી વગર નહીં મળે 13મા હપ્તાના 2,000 રુપિયા 
જો તમે પણ પીએમ કિસાન (પીએમ કિસાન) યોજનાના લાભાર્થી છો અને તમે હજી સુધી તમારું ઇ-કેવાયસી કર્યું નથી, તો 13 મા હપ્તાના પૈસા તમારા ખાતામાં આવશે નહીં. માટે આ સ્કીમ માટે તમારે પણ શક્ય તેટલી વહેલી તકે તમારું ઇ-કેવાયસી કરાવી લેવું જોઇએ. નોંધપાત્ર વાત એ છે કે સરકારે આ યોજનામાં કોઈપણ પ્રકારની છેતરપિંડીને રોકવા માટે ઇ-કેવાયસી ફરજિયાત બનાવ્યું છે. પીએમ કિસાન યોજનાના જે લાભાર્થીઓએ પોતાનું ઇ-કેવાયસી કર્યું નથી, તેઓ 13મા હપ્તાના લાભથી વંચિત રહેશે. એટલે કે 13માં હપ્તાના પૈસા તેમના ખાતામાં નહીં આવે. આવી સ્થિતિમાં, તમે શક્ય તેટલી વહેલી તકે નજીકના જાહેર સેવા કેન્દ્રની મુલાકાત લઈને આ યોજના માટે ઓનલાઇન ઇ-કેવાયસી કરી શકો છો.

શું છે પીએમ કિસાન યોજના 
જુન 2019માં ખેડૂતોના હિત માટે કેન્દ્ર સરકાર દ્વારા શરુ કરવામાં આવેલી કિસાન સન્માન નિધિ( પીએમ કિસાન યોજના) હેઠળ ખેડૂતોને 3 હપ્તામાં 2-2 હજારના હપ્તા લેખે વર્ષે 6,000 રુપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે જે સીધી તેમના બેન્ક ખાતામાં જમા થાય છે. અત્યાર સુધી પીએમ કિસાન યોજનાના 13 હપ્તા બહાર પડી ચૂક્યા છે આ રીતે સરકારે લાખો કરોડો રુપિયા ખેડૂતોના ખાતામાં જમા કરાવ્યાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ