બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / PM Modi reaches Srinathji, this temple has the story of Mughal atrocities, read the complete history

નાથદ્વારાનો ઈતિહાસ / 'શ્રીનાથજીની મૂર્તિને હાથ લગાવ્યો તો એક લાખ રાજપૂતો પરથી પસાર થવું પડશે', ઔરંગઝેબના અત્યાચાર સામે રાજાએ આપી હતી ચેલેન્જ

Pravin Joshi

Last Updated: 02:25 PM, 10 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે રાજસ્થાનની મુલાકાત દરમિયાન PM નરેન્દ્ર મોદીએ રાજસમંદ જિલ્લાના નાથદ્વારા સ્થિત શ્રીનાથજી મંદિરની મુલાકાત લીધી હતી. નાથદ્વારામાં આવેલી શ્રીનાથજીની આ મૂર્તિ 7 વર્ષની ઉંમરે કૃષ્ણના બાળ સ્વરૂપમાં છે.

  • PM મોદીએ શ્રીનાથજી મંદિરની મુલાકાત લીધી હતી અને પૂજા કરી 
  • મંદિરમાં શ્રીનાથજીની આ મૂર્તિ કૃષ્ણના બાળ સ્વરૂપમાં છે
  • શ્રીનાથજીની આ મૂર્તિ સાથે જોડાયેલો છે ખૂબ જ મહત્વપૂર્ણ ઇતિહાસ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રાજસ્થાનના નાથદ્વારા સ્થિત શ્રીનાથજીના મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. તેમણે જે મૂર્તિ જોઈ તે હિન્દુઓ અને ભારતનું ગૌરવ છે. આ મંદિરમાં મુઘલોના અત્યાચારની વાર્તા છે. અહીં શ્રીનાથજીની મૂર્તિ 7 વર્ષની ઉંમરે કૃષ્ણના બાળ સ્વરૂપમાં છે. આ મંદિરમાં સ્થાપિત શ્રીનાથજીની મૂર્તિ ઔરંગઝેબના મુઘલ કાળ દરમિયાન હિંદુ મંદિરો અને મૂર્તિઓનો નાશ કરવાના અભિયાનની યાદ અપાવે છે. મુઘલ શાસક ઔરંગઝેબ મૂર્તિપૂજાના વિરોધી હતા. તેથી જ તેમણે તેમના શાસનકાળ દરમિયાન મંદિરો તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. ઔરંગઝેબના આદેશ પર ઘણા મંદિરોમાં તોડફોડ કરવામાં આવી હતી. તે દરમિયાન ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં સ્થિત શ્રીનાથજીના મંદિરને તોડવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ હતી. શ્રીનાથજીની મૂર્તિને કોઈ નુકસાન થાય તે પહેલા મંદિરના પૂજારી દામોદરદાસ બૈરાગી મૂર્તિને મંદિરમાંથી બહાર લઈ આવ્યા હતા. દામોદરદાસ વલ્લભ સંપ્રદાયના હતા અને વલ્લભાચાર્યના વંશજ હતા.

ઔરંગઝેબનો ડર

તેમણે શ્રીનાથજીની મૂર્તિને બળદ ગાડામાં રાખી અને ત્યારબાદ ઘણા રાજાઓને વિનંતી કરી કે તેઓ શ્રીનાથજીનું મંદિર બનાવીને તેમાં સ્થાપિત કરે. પરંતુ ઔરંગઝેબના ડરથી કોઈએ તેનો પ્રસ્તાવ સ્વીકાર્યો નહીં. અંતે દામોદરદાસ બૈરાગીએ મેવાડના રાજા રાણા રાજસિંહને સંદેશો મોકલ્યો. કારણ કે રાણા રાજ સિંહે અગાઉ પણ ઔરંગઝેબને પડકાર ફેંક્યો હતો.

 

મેવાડના રાણા રાજ સિંહે ઔરંગઝેબને આ પડકાર આપ્યો હતો

પૂજારી દામોદરદાસ બૈરાગી મૂર્તિને બળદગાડામાં લઈ ગયા અને વૃંદાવનથી જયપુર થઈને ઉદયપુરના નાથદ્વારા લઈ આવ્યા. એવું કહેવાય છે કે રાણા રાજ સિંહે ઔરંગઝેબને પડકાર ફેંક્યો હતો કે જો તે આ પ્રતિમાને સ્પર્શ કરશે તો તેણે એક લાખથી વધુ રાજપૂતોમાંથી પસાર થવું પડશે. આ રીતે મુઘલોના પાયમાલથી બચીને શ્રીનાથજીને અહીં લાવવામાં આવ્યા હતા. આ કારણથી ભારતમાં આ મંદિર પ્રત્યે વિશેષ આસ્થા છે.

આ મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે

આ મંદિરમાં પૂજા કરવા માટે દેશભરમાંથી ભક્તો આવે છે. આ મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે. સમયની સાથે નાથદ્વારા દેશભરમાં એક મોટા ધાર્મિક સ્થળ તરીકે ઓળખાવા લાગ્યું છે. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલીવાર અહીં આવી રહ્યા છે. પીએમ મોદી શ્રીનાથજીના દર્શન કર્યા બાદ નાથદ્વારામાં વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. જે બાદ વડાપ્રધાન આબુ રોડ પર જનસભાને સંબોધિત કરવા જશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ