બ્રેકિંગ ન્યુઝ
Hiralal
Last Updated: 03:50 PM, 25 February 2024
પ્રધાનમંત્રી મોદીએ આજે ડૂબેલી દ્વારકા નગરીને શ્રદ્ધાજંલિ આપી હતી. આ માટે પીએમ મોદી અરબી સમુદ્રમાં બરાબર એ ઠેકાણે ઊંડા પાણીમાં ઉતર્યા હતા જે ઠેકાણે દ્વારકા નગરી ડૂબી હોવાનું કહેવાય છે. પીએમ મોદી તેમની સાથે એક ખાસ ચીજ પણ લઈ ગયાં હતા. આ ચીન કૃષ્ણ કન્હૈયાને ખૂબ વ્હાલી હતી.
ADVERTISEMENT
સ્કૂબા ડાઈવિંગ કર્યું
પીએમ મોદીએ સ્કૂબા ડાઈવિંગ કરીને ઊંડા પાણીમાં ઉતર્યાં હતા અને કૃષ્ણ કન્હૈયાને મોરપીંછ અર્પણ કર્યાં હતા. ઉલ્લેખનીય છે કે કૃષ્ણ કન્હૈયાને મોરપીંછ ખૂબ પ્રિય હતા અને ભગવાનની ભક્તિ તરીકે ભક્તો તેમને મોરપીંછા અર્પણ કરે છે.
To pray in the city of Dwarka, which is immersed in the waters, was a very divine experience. I felt connected to an ancient era of spiritual grandeur and timeless devotion. May Bhagwan Shri Krishna bless us all. pic.twitter.com/yUO9DJnYWo
— Narendra Modi (@narendramodi) February 25, 2024
ADVERTISEMENT
સોનાની નગરીને શ્રદ્ધાંજલિ આપતાં શું બોલ્યાં પીએમ મોદી
પ્રધાન મંત્રી મોદી આજે દ્વારકાના દરિયાના ઊંડા પાણીમાં ઉતર્યાં હતા અને તે ઠેકાણે પૂજા અર્ચના કરી જે ઠેકાણે સોનાની દ્વારકા નગરી ડૂબી હોવાનું કહેવાય છે. પીએમ મોદી પોતાની સાથે મોરપંખ પણ લઈ ગયાં હતા અને શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતા. પીએમ મોદીએ કહ્યું, 'હું ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારકાધામને શ્રદ્ધાપૂર્વક નમન કરું છું. દેવભૂમિ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાધીશના રૂપમાં બિરાજમાન છે. અહીં જે પણ થાય છે તે દ્વારકાધીશની મરજીથી જ થાય છે. મેં દરિયામાં ઊંડે સુધી જઈને પ્રાચીન દ્વારકાજીને જોયા. પુરાતત્ત્વવિદોએ સમુદ્રમાં તે દ્વારકા વિશે ઘણું લખ્યું છે. કહેવાય છે કે ભગવાન વિશ્વકર્માએ પોતે આ દ્વારકાનગરીનું નિર્માણ કર્યું હતું. આજે મારું હૃદય અહોભાવથી ભરાઈ ગયું છે. હું અભિભૂત થઈ ગયો છું. દાયકાઓથી જે સપનું સેવવામાં આવ્યું છે અને આજે તે પવિત્ર ભૂમિને સ્પર્શ કરીને પૂર્ણ કરવામાં આવ્યું છે.
દ્વારકામાં PM મોદીનું સંબોધન: આહીરાણીઓનો માન્યો આભાર, કહ્યું ઓખા ફરી દુનિયાના નક્શામાં ચમકશે #DWARKA #PMNARENDRAMODI #SAURASHTRARESIDENTS #SUDARSHANSETU https://t.co/lJsFkGzE44
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 25, 2024
દ્વારકામાં સંબોધન શરૂ કરતાં જ PM મોદીએ આહીરાણીઓનો આભાર માન્યો, જુઓ શું કહ્યું#dwarka #PMModiSpeech #Ahirani #pmmodiingujarat #vtvgujarati pic.twitter.com/7ZB7XQmmUQ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 25, 2024
કેવી રીતે નિર્માણ થયું દ્વારકા નગરીનું
લોકકથા અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણે દ્વારકા નગરીની સ્થાપના કરવા માટે સમુદ્રમાંથી એક સ્થળ માંગ્યું હતું. ભગવાનની આ વિનંતી દરિયા દેવ ન અવગણી શક્યાં અને તેમની ઈચ્છાનુસાર એક સ્થળ સોંપી દીધું. આ પછી ભગવાન શ્રી કૃષ્ણએ સમુદ્રમાંથી નીકળેલા સ્થાન પર દ્વારકા શહેરનું નિર્માણ કર્યું. કહેવાય છે કે આખી નગરી સોનાની બનેલી હતી.
મહાભારતના યુદ્ધ પછી ભગવાન કૃષ્ણ જ્યારે દ્વારકા પાછા ફર્યા ત્યારે તેમણે જોયું કે પરિવારના સભ્યો સંપત્તિ માટે અંદરોઅંદર લડી રહ્યાં છે અને તેમનામાં નફરત પણ વધી રહી છે ઘણું સમજાવવા છતાં પણ સફળ ન થતાં કન્હૈયા ખુબ દુખી દુખી રહેવા લાગ્યાં આ પછી ભગવાન શ્રીકૃષ્ણ ખબર પડી હતી કે પોતે હવે સદેહે રજા લઈ જોઈએ અને વૈકુઠવાસમાં પાછા જવું જોઈએ. આ શુભ ઘડી પણ એક દિવસ આવી.
Prayed at the Dwarkadhish Temple. Jai Shri Krishna! pic.twitter.com/6YYb9MWJ2z
— Narendra Modi (@narendramodi) February 25, 2024
કેવી રીતે ડૂબી ગઈ સોનાની દ્વારકા
એક દિવસ ભગવાન શ્રીકૃષ્ણ સોમનાથ પાસે ભાલકાની નદી કિનારે બેસીને વાંસળી વગાડી રહ્યા હતા ત્યારે એક પારધીએ હરણ સમજીને તેમને તીર માર્યું હતું જે તેમના પગે વાગ્યું હતું. તીર ઝેરવાળું હોવાથી ભગવાનના આખા શરીરમાં ઝેર વ્યાપી ગયું હતું અને તેમને ખબર પડી કે તેમનો અંતકાળ હવે નજીકમાં છે. જોકે ભગવાને પોતે જ આ સ્થિતિ નિર્મિત કરી હોવાનું પણ કહેવાય છે. પોતાનો અંત નજીક જાણીને ભગવાને દરિયા દેવને તેમની જગ્યા પરત લેવા વિનંતી કરી. આના થોડા સમય બાદ તેમનું અવસાન થયું. જ્યારે ભગવાન હરિ તેમના માનવ અવતાર પૂર્ણ કર્યા પછી ક્ષીર સાગરમાં પાછા ફર્યા, ત્યારે સમુદ્ર દેવે વિસ્તાર કર્યો અને સમગ્ર દ્વારકા શહેરને પોતાના આલિંગનમાં લીધું (ગુજરાતની દ્વારકા નગરી સમુદ્રમાં ડૂબી ગઈ). આ સાથે સોનાથી બનેલી દ્વારકા નગરી કાયમ માટે દરિયામાં ડૂબી ગઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.