બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / PM Modi in Karnataka for Two Days; 75 Ministers to Attend Yoga Day Events at 75 Locations in India

ખાસ દિવસ / આવતીકાલે વાગશે ભારતનો ડંકો ! મોદી સરકારના 75 મંત્રી 75 ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોએ કરશે યોગ

Hiralal

Last Updated: 09:20 PM, 20 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતીકાલે યોગ દિવસના અવસરે મોદી સરકારના 75 મંત્રીઓ 75 ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોએ યોગ કરશે.

  • 21 જુને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
  • યોગ દિવસને સફળ બનાવવા સરકારે કરી જોરદાર તૈયારી
  • મોદી સરકારના 75 મંત્રીઓ કરશે યોગ
  • 75 અલગ અલગ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોએ કરશે યોગ 

યોગનો જન્મદાતા દેશ ભારતે આવતીકાલના દિવસ માટે ભવ્ય તૈયારીઓ કરી લીધી છે. યોગ લોકોને નિરોગી રાખવા માટે પૂરતો છે અને લોકો યોગ પ્રત્યે વધારેમાં વધારે જાગૃત થાય તેવો સરકારનો પ્રયાસ છે. યોગને લોકો અને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે મોદી સરકારના પ્રયાસોને કારણે દુનિયામાં 21 જુનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે. 

75 મંત્રીઓ 75 ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોએ યોગ કરશે
મોદી સરકારના 75 મંત્રીઓ દેશના અલગ અલગ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોએ યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરશે. 

કર્ણાટકમાં પીએમ મોદી કરશે યોગ 
 દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકના મૈસૂર પેલેસમાં યોગ કરશે જ્યારે ગૃહમંત્રી અમિત શાહ નાસિકના પવિત્ર જ્યોતિર્લિંગ ત્ર્યંબકેશ્વર મંદિરમાં યોગ કાર્યક્રમમાં ભાગ લેશે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અયોધ્યામાં, ધર્મેન્દ્ર પ્રધાન હિમાચલ પ્રદેશના કાંગડા કિલ્લા પર, ગિરિરાજ સિંહ હરિદ્વારમાં હર કી પૌડી, જગરનાથપુર મંદિરમાં કેન્દ્રીય મંત્રી મહેન્દ્રનાથ પાંડે, કેદારનાથ ધામમાં સંજીવ બાલિયાન યોગ કરતા જોવા મળશે.

કયા મંત્રી ક્યાં કરશે યોગ 
લદાખના પ્યોંગચાંગ તળાવ ખાતે આ જ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ યોગ કરશે, જ્યારે કેન્દ્રીય કાયદા પ્રધાન કિરણ રિજિજુ લદ્દાખના પ્યોંગયાંગ તળાવ ખાતે યોગ કરશે, જ્યારે વાઘા બોર્ડર પર અજય ભટ્ટ અને કારગિલમાં અજય કુમાર મિશ્રા યોગ કાર્યક્રમમાં ભાગ લેશે. ધાર્મિક વારસો અને વ્યૂહાત્મક સ્થળો ઉપરાંત દેશના અનેક સાંસ્કૃતિક વારસોમાં પણ યોગના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કેન્દ્ર સરકારના મંત્રીઓ યોગ કરતા જોવા મળશે. ખજુરાહોમાં નરેન્દ્રસિંહ તોમર, ફતેહપુર સીકરીમાં મુખ્તાર અબ્બાસ નકવી, ગ્વાલિયર કિલ્લામાં જ્યોતિરાદિત્ય સિંધિયા, દિલ્હીના લાલ કિલ્લામાં હરદીપ પુરી, ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મનસુખ માંડવિયા, કેન્દ્રીય મંત્રી વી કે સિંહ કોચી ફોર્ટમાં યોગ કરતા જોવા મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ