બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / PM MODI CHAIRED HIGH LEVAL MEETING AND TOOK BIG DECISIONS ON OXYGEN AND VACCINES AMID CORONA VIRUS OUTBREAK

હુકમ / PM મોદીની હાઇલેવલ બેઠકમાં તાબડતોબ લેવાયા મોટા નિર્ણય, ઑક્સીજન અને વેક્સિનમાં મળશે રાહત

Parth

Last Updated: 03:44 PM, 24 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં કોરોના વાયરસના વધતાં કેસ વચ્ચે આજે પીએમ મોદીએ ફરીથી હાઇલેવલ બેઠક બોલાવી હતી જેમાં મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે.

  • પીએમ મોદીએ ઑક્સીજન શૉર્ટેજ પર કરી હાઇલેવલ બેઠક 
  • ઑક્સીજન તથા તેને લગતા ઉપકરણો પર તાત્કાલિક પ્રભાવે કસ્ટમ ડ્યુટિ તથા હેલ્થ સેસ હટાવવા આદેશ 
  • વેક્સિનની આયાત પર પણ આગામી ત્રણ મહિના સુધી નહીં લેવામાં આવે કોઈ પણ કર 

પીએમ મોદીએ કરી હાઇલેવલ બેઠક 

ભારતમાં કોરોના વાયરસના કારણે ઑક્સીજનની ખૂબ જ અછત ઊભી થઈ છે અને પ્રાણવાયુ વગર લોકો પ્રાણ ગુમાવી રહ્યા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. પરિસ્થતિ એવી છે કે વિદેશથી ઑક્સીજન મંગાવવામાં આવી રહ્યા છે ત્યારે આજે પીએમ મોદીએ ફરીથી ઑક્સીજન માટે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. 

ઑક્સીજન માટે લેવામાં આવ્યા મોટા નિર્ણય 

પીએમ મોદીએ આ બેઠકમાં ઑક્સીજનની જરૂરિયાતને પહોંચી વળવા માટે લેવામાં આવેલા પગલાઓની સમીક્ષા કરી. પીએમ મોદીએ ઘરે તથા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકોને વહેલામાં વહેલી તકે મેડિકલ ઑક્સીજન મળી રહે તે માટે ભાર મૂક્યો. 

તાત્કાલિક રૂપે આદેશને લાગુ કરવાનો નિર્ણય 

પીએમ મોદીએ બધા જ મંત્રાલયો તથા ડિપાર્ટમેન્ટને ઑક્સીજનના જથ્થા માટે કામ કરવા માટે કામ કરવા આદેશ આપ્યા છે. પીએમ મોદીએ નિર્ણય લીધો છે કે તાત્કાલિક પ્રભાવથી ત્રણ મહિના માટે ઑક્સીજન તથા ઑક્સીજન સંબંધિત કોઈ પણ ઉપકરણ માટે આયાત કરવા પર બેઝિક કસ્ટમ ડ્યુટિ તથા હેલ્થ સેસમાંથી છૂટકારો આપવામાં આવ્યો છે. 

વેક્સિન પર પણ મળશે રાહત 

આટલું જ નહીં રેવન્યુ વિભાગને પણ આ મુદ્દે પીએમ મોદીએ આદેશ આપ્યા છે કે તાત્કાલિક ધોરણે કસ્ટમ ક્લિયરન્સ કરવામાં  આવે. ભારત સરકારે બીજો એક મોટો નિર્ણય એ લીધો છે કે આગામી ત્રણ મહિના સુધી કોરોના વાયરસની વેક્સિન પર કોઈ પણ પ્રકારની આયાત ડ્યુટિ વસૂલવામાં આવશે નહીં. 

ભારતમાં કોરોના વાયરસ કેસ અપડેટ 

ભારતમાં કોરોના વાયરસની ઘાતક લહેર દિવસેને દિવસે વધારે લોકોને પોતાની ઝપેટમાં લઈ રહી છે ત્યારે આજે કોરોના વાયરસના નવા 3,46,786 કેસ સામે આવ્યા છે જ્યારે એક દિવસમાં કુલ 2,624 લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ