બ્રેકિંગ ન્યુઝ
VTV / pm kisan yojana update 14th installment date released
Hiralal
Last Updated: 03:59 PM, 16 July 2023
ADVERTISEMENT
પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે એક સારા સમાચાર છે. આ મહિને કરોડો ખેડૂતોના ખાતામાં નાણાંનો 14મો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે. સરકાર દ્વારા 14માં હપ્તાની તારીખ નક્કી કરવામાં આવી છે. સરકારી વેબસાઈટ મુજબ 28 જુલાઈએ દેશના લગભગ 9 કરોડ ખેડૂતોના ખાતામાં 2 હજારની રકમ મોકલવામાં આવશે.
28 જુલાઈએ પીએમ મોદી 18 હજાર કરોડ રુપિયા ટ્રાન્સફર કરશે
સરકાર તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર 28 જુલાઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશભરમાં લગભગ 9 કરોડ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 14મો હપ્તો જાહેર કરશે. પીએમ મોદી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા 18 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે. કર્ણાટકથી પીએમ કિસાન યોજનાનો 13મો હપ્તો 27 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ખેડૂતોને દર વર્ષે મળે છે 6000 રુપિયા
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન હેઠળ સરકાર તમામ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપે છે. સરકાર તેને ત્રણ હપ્તામાં આપે છે. આ પૈસા સીધા ડીબીટી દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. તાજેતરમાં જ પીએમ કિસાન પોર્ટલ પર ફાર્મર્સ કોર્નરમાં વધુ એક ફીચર ઉમેરવામાં આવ્યું છે. આ પછી, હવે લાભાર્થીઓ તેમના મોબાઇલ પર પીએમ કિસાન મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.