બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / pm kisan samman nidhi yojana ekyc process 14th instalment farmers india

તમારા કામનું / આજે જ કરી લો આ નાનકડું કામ, નહીંતર PM કિસાન યોજનાનો 14 મો હપ્તો નહીં થાય જમા

Pravin Joshi

Last Updated: 01:26 PM, 29 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા આપવામાં આવે છે અને આ પૈસા વર્ષમાં 3 વખત 2-2 હજાર રૂપિયાના હપ્તામાં આપવામાં આવે છે. અત્યાર સુધીમાં ખેડૂતોને 13 હપ્તા મળ્યા છે.

  • PM કિસાન સન્માન નિધિ યોજનામાં KYC જરૂરી
  • 14 મા હપ્તા માટે ઇ-કેવાયસી કરાવવું પડશે
  • અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતમાં 13 હપ્તા થયા જમા 

સરકાર દ્વારા દેશના લગભગ દરેક વર્ગ માટે વિવિધ પ્રકારની લાભદાયી અને કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ યોજનાઓનો વાસ્તવિક ઉદ્દેશ્ય દરેક જરૂરિયાતમંદ અને ગરીબ વર્ગને આર્થિક મદદ અને અન્ય બાબતોના લાભો આપવાનો છે. જેમ કે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા આપવામાં આવે છે અને આ પૈસા વર્ષમાં 3 વખત 2-2 હજાર રૂપિયાના હપ્તામાં આપવામાં આવે છે. અત્યાર સુધીમાં ખેડૂતોને 13 હપ્તા મળ્યા છે અને હવે 14મા હપ્તાનો વારો છે, પરંતુ તે પહેલા તમારે એક કામ પૂર્ણ કરવાની જરૂર છે. નહિંતર તમે 14મા હપ્તાના લાભથી વંચિત રહી શકો છો. 

ઇ-કેવાયસી કરાવવું ફરજીયાત

જો તમે ઇચ્છતા હો કે આ યોજના હેઠળનો 14 મો હપ્તો જમા થાય અને તેનાથી વંચિત ન રહો તો તે માટે તમારે  ઇ-કેવાયસી કરાવવું પડશે. સરકાર દ્વારા પહેલાથી જ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે પીએમ કિસાન યોજના સાથે સંકળાયેલા દરેક લાભાર્થી માટે ઇ-કેવાયસી કરાવવું ફરજિયાત છે. તમે ઘરે બેસીને જાતે જ કરી શકો છો.

ઘરે બેઠા ઈ-કેવાયસી કરવાની આ સરળ રીત 

  • સ્ટેપ 1 - ઇ-કેવાયસી કરાવવા માટે તમારે પહેલા સત્તાવાર પીએમ કિસાન પોર્ટલ pmkisan.gov.in પર જવું પડશે. 
  • સ્ટેપ 2 -પછી અહીં વેબસાઇટ પર તમે થોડું નીચે આવશો તો ત્યાં તમને e-KYC નો વિકલ્પ મળશે. આ વિકલ્પ પર ક્લિક કરો.
  • સ્ટેપ 3 - ત્યાર બાદ તમારી સામે એક પેજ ખુલશે હવે અહીં તમારે તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરવો પડશે.
  • સ્ટેપ 4 - આધાર નંબર દાખલ કરીને હવે સર્ચ પર ક્લિક કરો. તમારા રજિસ્ટર્ડ એટલે કે આધાર સાથે લિંક કરેલ મોબાઇલ નંબર પર એક OTP આવશે પછી OTP સબમિટ કરો.
  • સ્ટેપ 5 - ત્યાર પછી સબમિટ પર ક્લિક કરો અને પછી તમારું ઇ-કેવાયસી કરવામાં આવશે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ