ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
દિવાળી બાદ હવે ક્રિસમસ અને ન્યૂયરની રજાઓ આવી રહી છે. લોન્ગ વિકેન્ડ કહો કે મિની વેકેશન...શિયાળાની આ સીઝનમાં પરિવાર કે મિત્રો સાથે ફરવા જવાની મજા જ કંઈક અલગ હોય છે. નેચરની વચ્ચે જઈને વેકેશન મોડમાં કેટલાક દિવસો વિતાવવાથી માનસિક શાંતિ અને શરીરમાં સ્ફૂર્તિનો સંચાર પણ થાય છે. તેવામાં જો તમે પણ આ રજાઓ દરમિયાન ગુજરાત બહાર ટ્રિપ પ્લાન કરી રહ્યાં હોય તો નીચેની જગ્યાઓ આ સીઝનમાં ફરવા માટે બેસ્ટ રહેશે. વાંચો કઈ છે આ પાંચ સુંદર જગ્યાઓ?
હિમાચલ પ્રદેશ
ખાસ ઓક્ટોબર મહિનામાં ઘણી રજાઓ આવતી હોય તો આ મહિનો ફરવા માટે ઉત્તમ સમય છે. તમારો પણ ફરવાનો પ્લાન હોય તો હિમાચલ પ્રદેશમાં ફરવા માટેના ઘણા સ્થળો છે. જ્યા તમે સોળે કળાએ ખીલેલી પ્રકૃતિનો આનંદ લઈ શકો છો. ઓક્ટોબર મહિનો પેરાગ્લાઈડિંગ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તમે પણ એડવેન્ચર લવર્સ છો, તો હિમાચલ પ્રદેશમાં પણ આ પ્રવૃત્તિનો આનંદ માણી શકો છો.
ADVERTISEMENT
નૈનીતાલ
પ્રવાસીઓમાં લોકપ્રિય સ્થળમાં નૈનીતાલ ટોચનું સ્થાન ધરાવે છે. વર્ષ દરમિયાન પ્રવાસીઓની આ સ્થળે ભીડ જામતી હોય છે, લોકો દરેક સિઝનમાં આ શહેરની સુંદરતા જાણી અને માણી શકે છે. આથી તમેં પણ વીકએન્ડ પર ફરવાનું આયોજન કરતા હોય તો નૈનીતાલ બેસ્ટ ઓપ્શન બની શકે છે.
ADVERTISEMENT
ગોવા
ગોવાની સુંદરતા દરેક દેશવાસીઓને મોહી લે તેવી છેમ જ્યા રમણીય સ્થળ અંજુના બીચ વિશ્વભરમાં પ્રખ્યાત છે. જ્યા મોજ માણવા માટે દેશ-વિદેશના લોકો મુલાકાત લેતા હોય છે. વધુમાં વાગેટર બીચ, બામ્બોલિમ બીચ, બસ્તરીયા માર્કેટની પણ મુલાકાત લઈ શકો છો.
ADVERTISEMENT
જેસલમેર
ગોલ્ડન સિટી તરીકે જગવિખ્યાત જેસલમેરને રાજસ્થાનના સુંદર શહેરોમાંનું એક માનવામાં આવે છે. કિલ્લા, હવેલીઓ અને ધાર્મિક સ્થળો આ શહેરની શાન છે. જેસલમેરની પટાવોં કી હવેલી ખૂબ સુંદર સ્થળ છે. તેને જોવા માટે પ્રવાસીઓની ભીડ હોય છે. જો તમે જેસલમેર ફરવા જાવ તો બડા બાગ, જેસલમેરનો કિલ્લો, ગાદીસર તળાવનો પણ આનંદ લૂંટી શકો છો.

ADVERTISEMENT
આગ્રા
આગ્રાના તાજમહેલથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. ભારત જ નહીં પણ વિશ્વ આખું આ સ્થળની ચમક વિશે જાણે છે અને મુલાકાત લઈને માણે પણ છે. તાજમહેલને નિહાળવા લોકોની ભારે ભીડ જોવા મળે છે. વધુમાં મહેતાબ બાગ, આગ્રાનો લાલ કિલ્લો, ફતેહપુર સીકરી આગ્રાની સુંદરતાને ચાર ચાંદ લગાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ