બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Phonepe upi service launched in uae for indian travelers

તમારા કામનું / Phone Pe યુઝર્સ માટે ગુડ ન્યુઝ, હવેથી આ દેશમાં પણ તમે કરી શકશો UPI ટ્રાન્ઝેક્શન

Arohi

Last Updated: 12:24 PM, 30 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PhonePe: ફોનપે યુઝ કરનાર યુઝર્સ માટે એક ખુશખબરી સામે આવી છે. ભારતીય ટૂરિસ્ટ હવે યુએઈમાં પણ ફોનપે યુપીઆઈ સર્વિસનો ઉપયોગ કરી શકશે.

ફોનપેએ પોતાના યુઝર્સ માટે એક નવી જાહેરાત કરી છે. ફોનપે યુઝ કરનાર યુઝર્સ હવે સંયુક્ત અરબ અમીરાતમાં પણ યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસનું (UPI) પેમેન્ટ કરી શકશે. ફોનપેએ હવે યુએઈમાં પણ UPI સર્વિસની શરૂઆત કરી દીધી છે. 

ફોનપેની આ નવી સર્વિસને શરૂ કરવાનો મુખ્ય ઉદ્ધેશ્ય ભારતીય યાત્રીઓને Mashreqના Neopay terminals પર ફોનપે એપના માધ્યમથી ચુકવણી કરવાની સુવિધા આપે છે. જે સંયુક્ત અરબ અમીરાતમાં વિવિધ રિટેલ સ્ટોર, ડાઈનિંગ આઉટલેટ અને પર્યટક સ્થાનોમાં સ્થિત છે. 

UPIમાં ફોનપેની સુવિધા 
તમને જણાવી દઈએ કે ફોનપે પોતાની આ નવી સર્વિસ માટે દુબઈ સ્થિત મશરેક દ્વારા એનપીસીઆઈ ઈન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડની સાથે મળીને ભાગીદારી કરી રહી છે અને તે ભારત સરકાર દ્વારા ભારતથી બહાર UPI સર્વિસનો વિસ્તાર કરવાની યોજનાનો ભાગ છે. 

UPIમાં ફોનપેની UPI સર્વિસ શરૂ થવાથી આંતરરાષ્ટ્રીય કાર્ડની જરૂરીયાત ઓછી થવાની આશા રાખવામાં આવી રહી છે. હવે ભારતથી UAE વાળા ટૂરિસ્ટ મશરેકના નિયોપે ટર્મિનલન્સ પર પોતાના ફોનપે એપ દ્વારા ક્યૂઆર કોડને સ્કેન કરીને પેમેન્ટ કરી શકાય છે. મહત્વની વાત એ છે કે તેમાં યુઝર્સ ભારતીય રૂપિયામાં એક્સચેન્જ રેટ અને ખાતાથી ડેબિટને પણ જોઈ શકશે. 

ફોનપે, ઈન્ટરનેશનલ પેમેન્ટ્સના સીઈઓ રિતેશ પઈએ જણાવ્યું "યુએઈ સૌથી લોકપ્રિય ડેસ્ટિનેશન્સમાંથી એક છે. જ્યાં દરેક વર્ષે લાખો ભારતીય પર્યટક આવે છે. આ કોલેબરેશન દ્વારા સરળતાથી વગર કોઈ મુશ્કેલીએ ટ્રાન્ઝેક્શન કરવામાં આવી શકે છે. તેનાથી યાત્રીઓને એક સરળ અને વધારે સુવિધાજનક યાત્રાનો અનુભવ થશે." 

ઘણા દેશોમાં પણ UPI સર્વિસ ઉપલબ્ધ 
યુએઈમાં ફોનપેની UPI સર્વિસ શરૂ કર્યા બાદ કંપનીએ કહ્યું કે તે ભારતીય ટૂરિસ્ટ માટે આ સુવિધા શરૂ કર્યા બાદ અન્ય ક્ષેત્રોમાં પણ લેવડદેવડની પ્રક્રિયાને સારી કરવાનો પ્રયત્ન કરશે. કંપનીએ કહ્યું કે આ પગલાથી તેમનો ઉદ્દેશ્ય ટ્રાન્ઝેક્શન માટે UPI સિસ્ટમનો ઉપયોગ કરીને બેંક એકાઉન્ટ નંબર્સ અને આઈએફએસસી કોર્ડની જરૂરીયાતને સંપૂર્ણ રીતે બંધ કરવાનો છે. 

વધુ વાંચો: સારું સેલરી પેકેજ હોવા છતાંય નથી થઇ શકતું સેવિંગ્સ? તો ખૂબ મદદરૂપ થશે બેંક એકાઉન્ટનું આ ફીચર

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ભારતના યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ એટલે કે UPIનો ઉપયોગ હવે ભારતની બહાર ઘણા દેશોમાં થવા લાગ્યો છે. ભારતીય નાગરિક UPIનો ઉપયોગ UAEની સાથે સાથે નેપાળ, ભૂટાન, સિંગાપુર, ફ્રાંસ, મોરીશસ અને શ્રીલંકામાં પણ કરી શકે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ