બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Saving Tips bank saving account auto sweep facility check everything you need to know

કામની વાત / સારું સેલરી પેકેજ હોવા છતાંય નથી થઇ શકતું સેવિંગ્સ? તો ખૂબ મદદરૂપ થશે બેંક એકાઉન્ટનું આ ફીચર

Arohi

Last Updated: 11:49 AM, 29 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Saving Tips: પૈસા બચાવવા એક કળા હોય છે અને આ કળા દરેકની પાસે નથી હોતી. ઘણા લોકોની પાસે પૈસા બચાવવાની કળા હોય છે અને તે પોતાની સેલેરીમાંથી પૈસા બચાવી લે છે. ત્યાં જ ઘણા એવા લોકો પણ છે જે સારી સેલેરી હોવા છતાં પૈસા નથી બચાવી શકતા.

તમે વૃદ્ધોને કહેતા સાંભળ્યા હશે કે પૈસા બચાવવા એક કળા છે અને આ કળા દરેકની પાસે નથી હોતી. પૈસા કમાવવાની સાથે સાથે આવનાર સમય માટે તેને બચાવવા અને તેમને યોગ્ય જગ્યા પર ઈન્વેસ્ટ કરવા પણ ખૂબ જ જરૂરી છે. ઘણા એવા લોકો છે કે જે સારી સેલેરી હોવા છતાં પૈસા નથી બચાવી શકતા. 

શું તમે પણ એવી કંઈ વસ્તુ શોધી રહ્યા છો કે જેનાથી તમે પોતાના પૈસાને બચાવવાની સાથે તેને ઈનવેસ્ટ પણ કરી શકો છો. મોટાભાગની બેંક પોતાના કસ્ટમર્સને ઓટો સ્વીપ ફંક્શન આપે છે. આ ફંક્શનનો ઉપયોગ કરીને તમે પોતાના પૈસાને બચાવી શકો છો અને ઈન્વેસ્ટ પણ કરી શકો છો. 

શું હોય છે ઓટો-સ્વીપ ફંક્શન? 
ઓટો સ્વીપ ફેસિલિટી તમારી બેંક જ પ્રોવાઈડ કરે છે અને સામાન્ય રીતે તમારે આ ફેસિલિટી માટે કોઈ પ્રકારની કોઈ ફી પણ નથી આપવી પડતી. ઓટો સ્વીપ ફેસિલિટી તમને બેંક એકાઉન્ટને ફિક્સ્ડ ડિપોઝિટ એકાઉન્ટથી જોડે છે. ઓટો સ્વીપ ફેસિલિટીમાં બેંક તમારા ખાતા પર એક લિમિટ લગાવી દે છે. જેવું તમારા એકાઉન્ટમાં હાજર બેલેન્સ આ લિમિટથી પાર જાય છે તમારા ખાતાથી બેલેન્સ કપાઈ જાય છે અને સીધા તમારા FD એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. 

ઓટો સ્વીપ ફેસિલિટીનો ફાયદો 
પોતાના બેંક એકાઉન્ટમાં ઓટો સ્વીપ ફેસિલિટીની શરૂઆત કરીને તમને આ ફાયદા મળે છે. 

વધારે ઈન્ટરેસ્ટ રેટ 
ઓટો સ્વીપ ફેસિલિટીના માધ્યમથી તમારા એકાઉન્ટમાં હાજર મોટાભાગની રકમ તમારા FD એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જાય છે. આ પ્રકારે તમે સારા ઈન્ટરેસ્ટ રેટ મેળવી શકો છો. 

ઓટોમેટિક ઓટો સ્વીપ ફેસિલિટી તમારા બેંક એકાઉન્ટમાં હાજર વધારે રકમને સેવિંગ્સમાં ફેરવી દે છે. તમારા પૈસાને ઈન્વેસ્ટ કરવા માટે તમારે મેન્યૂઅલી મહેનત નથી કરવી પડતી અને તમારા પૈસા પોતાની જાતે જ સીધા તમારા FD એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જાય છે. 

વધુ વાંચો: પોસ્ટ ઓફિસની સ્કીમમાં રોકાણ કરતા લોકો માટે સારા સમાચાર, તમને મળશે બેન્કની FD કરતાં વધારે વ્યાજ

પૈસાનું સારૂ મેનેજમેન્ટ 
ઓટો સ્વીપ ફેસિલિટીના કારણે તમારા પૈસા બેંકના સેવિંગ્સ એકાઉન્ટથી સીધા FD એકાઉન્ટમાં ઈન્વેસ્ટ થઈ જાય છે જેના કારણે તમને ઈન્વેસ્ટમેન્ટ માટે વધારે મહેનત નથી કરવી પડતી અને તમે પોતાના પૈસાને સારી જગ્યા પર મેનેજ પણ કરી શકો છો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ