બ્રેકિંગ ન્યુઝ
પોસ્ટ ઓફિસની POMIS સૌથી વધારે કમાણી, ઓછા જોખમ વાળી અને ગેરેન્ટી રિટર્ન આપનાર સ્કીમ છે જે દર વર્ષે 7.4 ટકાના દરથી વ્યાજ આપે છે. આ યોજનામાં રોકાણકાર દર મહિને પૈસા જમા કરી શકે છે.
ADVERTISEMENT

આ યોજનામાં સૌથી સારી વાત એ છે કે મળતા વ્યાજમાંથી કોઈ TDS નથી કપાતું. આ યોજના અન્ય પોસ્ટ ઓફિસ યોજનાઓની જે નાણાકીય મંત્રાલય દ્વારા માન્યતા પ્રાપ્ત છે. માટે રોકાણકાર પર કોઈ જોખમ નથી.
ADVERTISEMENT
કેટલા રોકાણથી કરી શકો છો શરૂઆત?
તમે પોતાની શક્તિ અનુસાર 1000 રૂપિયાના મામૂલી રોકાણ અને 1000 રૂપિયાના ગુણકમાં એક પોસ્ટ ઓમઆઈએસ ખાતું ખોલાવી શકો છો. પોસ્ટ એમઆઈએસ ખાતામાં સિંગલ એકાઉન્ટમાં વધારે રોકાણ મર્યાદા 9 લાખ રૂપિયા છે. ત્યાં જ જોઈન્ટ એકાઉન્ટ માટે વધારે મર્યાદા 15 લાખ સુધી છે.
.jpg)
ADVERTISEMENT
મેચ્યોરિટી પિરીયડ
પોસ્ટ એમઆઈએસ ખાતા માટે વધારેમાં વધારે લોક-ઈન સમયગાળો 5 વર્ષ છે. સ્કીમ મેચ્યોર થવા બાદ રોકાણકાર રોકાણ કરેલી રકમ કાઢી શકે છે અથવા તો ફરી રોકાણ કરી શકે છે. રોકાણ જમા કરવાની તારીખથી 1 વર્ષની સમાપ્તિ પહેલા જમા રકમ નથી કાઢી શકાતી. જો રોકાણકાર લોક-ઈન સમય સમાપ્ત થયા પહેલા રોકાણ રકમ કાઢી લે છે તો દંડ લગાવવામાં આવે છે.
જો ખાતું ખોલવાની તારીખથી ત્રણ વર્ષ પહેલા ખાતુ બંધ કરી દેવામાં આવે તો મૂળધનથી 2 ટકા રકમ કાપી લેવામાં આવે છે અને 5 વર્ષથી પહેલા બંધ કરવા પર મૂળ રકમથી 1 ટકા રકમ કાપી લેવામાં આવે છે.
ADVERTISEMENT

વધુ વાંચો: PPFમાં દર મહિને આ વાતનું ખાસ ધ્યાન રાખજો, નહીં તો વ્યાજમાં થશે મોટું નુકસાન
ADVERTISEMENT
નોમિની
રોકાણકાર એક લાભાર્થીને નોમિની બનાવી શકે છે જેથી તે નિધન બાદ લાભ અને ધનરાશિનો ક્લેમ કરી શકે છે. ધ્યાન રાખો કે ખાતુ ખોલ્યા બાદ પણ નોમિનેટેડ વ્યક્તિને નિયુક્ત કરવામાં આવી શકે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.