બ્રેકિંગ ન્યુઝ
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એક સરકારી રોકાણ યોજના છે. જેને પોસ્ટ ઓફિસ ચલાવે છે. આ એક સેફ સ્કીમ છે. પરંતુ PPFમાંથી વધારે ફાયદો ઉઠવાવ માટે તમને એક ખાસ ટ્રિક ખબર હોવી જોઈએ. જે પણ લોકો PPFમાં રોકાણ કરે છે તેમને હંમેશા દર મહિનાની પાંચ તારીખ કે તેના પહેલા પોતાના હપ્તા જમા કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
ADVERTISEMENT

PPFના નિયમ અનુસાર તેનાથી જમા રકમ પર તે મહિનાનું વ્યાજ મેળવવામાં મદદ મળે છે. PPF પર આ સમયે મળતું વ્યાજદર 7.1 ટકા છે. 5 તારીખ કે તેના પહેલા PPFના હપ્તા કેમ જમા કરવા જોઈએ જાણી તેનું કેલક્યુલેશન.
ADVERTISEMENT
આ 5 તારીખ સુધી કરો રોકાણ
PPF પર મળતા વ્યાજનું કેલક્યુલેશન દર મહિનાની 5મી અને છેલ્લી તારીખની વચ્ચે ખાતામાં હાજર ન્યૂનતમ બેલેન્સ પર કરવામાં આવે છે. માટે જો 5 તારીખ કે તેના પહેલા પૈસા જમા કરી દેવામાં આવે તો તમારી જમા રકમ વધી જશે.
માની લો તમે 5 તારીખ બાદ પૈસા જમા કરાવો છો તો તમને 5 તારીખ સુધી જે જમા રકમ હશે તેના પર વ્યાજ મળશે. તેનાથી તે રકમ પર તમને વ્યાજ નહીં મળે જે તમે 5 તારીખ બાદ જમા કરશો.
ADVERTISEMENT

ઉદાહરણથી સમજો આખુ ગણિત
માની લો કે તમારા PPF ખાતામાં 5 માર્ચ 2024એ 2 લાખ રૂપિયાનું બેલેન્સ હતું અને તમે 6 માર્ચ, 2024એ 1 લાખ રૂપિયા બીજા જમા કર્યા તો નિયમ અનુસાર 5 માર્ચથી 31 માર્ચ 2024ની વચ્ચે ખાતામાં ન્યૂનતમ બેલેન્સ રહ્યું 2 લાખ રૂપિયા. તમને તેના પર વ્યાજ મળશે.
ADVERTISEMENT
વધુ વાંચો: શું તમે જાણો છો, તમને કેટલા ટ્રાફિક ચલણ ઓનલાઇન ફટકારવામાં આવ્યા? આ રીતે કરો ચેક
તેનો મતલબ છે કે તમને માર્ચ 2024 માટે 6 તારીખે જમા કરેલા 1 લાખ રૂપિયા પર વ્યાજ નહીં મળે. જો આ રકમ 5 માર્ચ કે તેના પહેલા જમા કરવામાં આવે તો તમને સંપૂર્ણ રકમ પર વ્યાજ મળે છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.