બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Petrol prices increased in Gujarat, no change in diesel, know the latest rate

હળવો ઝટકો / મોટા સમાચાર: ગુજરાતમાં વધ્યા પેટ્રોલના ભાવ, ડીઝલમાં કોઈ ફેરફાર નહીં, જાણો લેટેસ્ટ રેટ

Vishal Khamar

Last Updated: 10:34 AM, 3 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રૂડ ઓઈલના ભાવમાં આજે મિશ્ર માહોલ જોવા મળ્યો છે. જ્યારે બ્રેન્ટ ક્રૂડમાં ઘટાડો થયો છે. તો WTIમાં થોડો વધારો થયો છે. તો બીજી તરફ ભારતમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કર્યો છે.

  • ગુજરાત અને પંજાબમાં મોંઘું થયું પેટ્રોલ
  • ડીઝલનાં ભાવમાં કોઈ ફેરફાર નહી
  • ભારતમાં દરરોજ સવારે 6 વાગ્યે ઇંધણના ભાવમાં થાય છે સુધારો

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. બુધવારે સવારે લગભગ 6 વાગ્યે WTI ક્રૂડ નજીવા વધારા સાથે $70.50 પ્રતિ બેરલ પર વેચાઈ રહ્યું હતું. તે જ સમયે, બ્રેન્ટ ક્રૂડ ઘટીને $75.89 પ્રતિ બેરલ થઈ ગયું છે. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ જાહેર કર્યા છે. ભારતમાં દરરોજ સવારે 6 વાગ્યે ઇંધણના ભાવમાં સુધારો કરવામાં આવે છે. જૂન 2017 પહેલા દર 15 દિવસે ભાવમાં સુધારો કરવામાં આવતો હતો.

પેટ્રોલનાં ભાવમાં વધારો જ્યારે ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર નહી
ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં 84 પૈસાનો વધારો થયો છે. અહીં ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. પંજાબમાં પેટ્રોલ 51 પૈસા અને ડીઝલ 48 પૈસા મોંઘુ થયું છે. મધ્યપ્રદેશ, ઝારખંડ અને ગોવામાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડો વધારો થયો છે. મહારાષ્ટ્રમાં પેટ્રોલ 11 પૈસા અને ડીઝલ 12 પૈસા સસ્તું થયું છે. જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

ચારેય મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 90.08 પ્રતિ લિટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.31 અને ડીઝલ રૂ. 94.27 પ્રતિ લિટર
  • કોલકાતામાં પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લિટર
  • ચેન્નાઇમાં પેટ્રોલ રૂ. 631. અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર

 આ શહેરોમાં કિંમતોમાં કેટલો ફેરફાર થયો છે

  • નોઈડામાં પેટ્રોલ 96.65 રૂપિયા અને ડીઝલ 89.82 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે
  •  ગાઝિયાબાદમાં ડીઝલની કિંમત 96.58 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.75 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે
  •  લખનૌમાં પેટ્રોલ 96.47 રૂપિયા અને ડીઝલ 89.66 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે
  •  પટનામાં પેટ્રોલ 107.24 રૂપિયા અને ડીઝલ 94.36 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે
  •  પોર્ટ બ્લેરમાં પેટ્રોલ 84.10 રૂપિયા અને ડીઝલ 79.74 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે

દરરોજ સવારે 6 વાગ્યે નવા દરો જાહેર કરવામાં આવે છે
દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે અને નવા દરો બહાર પાડવામાં આવે છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત મૂળ કિંમત કરતા લગભગ બમણી થઈ જાય છે. આ જ કારણ છે કે આપણે આટલા મોંઘા પેટ્રોલ અને ડીઝલ ખરીદવું પડે છે.

વધુ વાંચોઃ BIG BREAKING: સરકાર સાથેની બેઠક સફળ: ટ્રાન્સપોર્ટ એસોએ. હડતાળ પરત ખેંચી, નવો હિટ એન્ડ રન કાયદો હાલ લાગૂ નહીં થાય

આ રીતે તમે આજના નવીનતમ ભાવ જાણી શકો છો
તમે SMS દ્વારા પેટ્રોલ અને ડીઝલના દૈનિક દર પણ જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલના ગ્રાહકો 9224992249 નંબર પર RSP અને તેમનો સિટી કોડ લખીને માહિતી મેળવી શકે છે અને BPCL ગ્રાહકો RSP અને તેમનો સિટી કોડ લખીને 9223112222 નંબર પર SMS મોકલીને માહિતી મેળવી શકે છે. તે જ સમયે, HPCL ઉપભોક્તા HPPprice અને તેમનો સિટી કોડ ટાઈપ કરીને અને 9222201122 નંબર પર મોકલીને કિંમત જાણી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Business News Petrol prices inc business petrol diesel price ગુજરાતમાં પેટ્રોલનાં ભાવ વધ્યા પેટ્રોલ ડીઝલના ભાવ બિઝનેસ વેપાર સમાચાર business
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ