બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / સ્પોર્ટસ / Cricket / 'People have never given Shikhar Dhawan as much credit as Ravi Shastri's big statement

ક્રિકેટ જગત / 'લોકોએ શિખર ધવનને ક્યારેય એટલી ક્રેડિટ નથી આપી જેટલી...', રવિ શાસ્ત્રીનું મોટું નિવેદન

Megha

Last Updated: 02:48 PM, 17 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Team India News: પસંદગીકારો શિખર ધવનની સતત અવગણના કરી રહ્યા છે. ધવનની ટીમમાં આવી સ્થિતિ જોઈને પૂર્વ ભારતીય કોચ ગુસ્સે થઈ ગયા અને ટીમ મેનેજમેન્ટને ઠપકો આપ્યો છે.

  • શિખર ધવન હાલ ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો છે 
  • તેની  ગેરહાજરી ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ અનુભવી 
  • શિખર ધવનને આટલી ક્રેડિટ નથી આપતા, જેટલું તેઓ લાયક છે

ravi shastri statement about shikhar dhawan: એશિયા કપ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. એ બાદ ઓક્ટોબરમાં વર્લ્ડ કપ પણ શરૂ થવાનો છે. સતત 2 ટૂર્નામેન્ટને જોતા ટીમ ઈન્ડિયા તેની તૈયારીમાં કોઈ કમી રાખવા માંગતી નથી. નોંધનીય છે કે બુમરાહ જેવો સ્ટાર બોલર પણ હવે સંપૂર્ણ રીતે ફિટ છે પણ આ દરમિયાન એક એવો ખેલાડી પણ છે જેની ગેરહાજરી ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રી અનુભવી રહ્યા છે.

શિખર ધવન વિસ્ફોટક બેટિંગ કરે છે 
ભારતીય બેટ્સમેન શિખર ધવન વિસ્ફોટક બેટિંગ કરે છે એ વાત તો આપણએ બધા જાણીએ જ છીએ. ભારતનો આ દિગ્ગજ ખેલાડી ભલે ટીમની બહાર હોય પણ એક સમય હતો જ્યારે તે ટીમનો મહત્વનો ભાગ હતો. વર્ષ 2013માં ભારતને ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ અપાવવામાં શિખર ધવનનો મોટો ફાળો હતો પણ પસંદગીકારો આ ખેલાડીની સતત અવગણના કરી રહ્યા છે. શિખર ધવનની ટીમમાં આવી સ્થિતિ જોઈને પૂર્વ ભારતીય કોચ ગુસ્સે થઈ ગયા અને ટીમ મેનેજમેન્ટને ઠપકો આપ્યો.

શિખર ધવનને આટલી ક્રેડિટ નથી આપતા,જેટલું તેઓ લાયક છે
એક વાતચિત દરમિયાન રવિ શાસ્ત્રીએ કહ્યું, “લોકો શિખર ધવનને આટલી ક્રેડિટ નથી આપતા. જેટલું તેઓ લાયક છે. શિખર ધવન ખરેખર એક મહાન ખેલાડી છે. વર્લ્ડ કપ 2019માં અમારું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. પરંતુ અમે સેમિફાઇનલ મેચમાં ન્યુઝીલેન્ડ સામે હારી ગયા હતા. શિખર ધવન તે મેચમાં નહોતો. ઉપરોક્ત ત્રણેય બેટ્સમેન જમણા હાથના હતા. સ્વિંગિંગ બોલે મેચમાં મોટો ફરક પાડ્યો હતો.ટોપ ઓર્ડરમાં ડાબોડી બેટ્સમેન રાખવાથી તમને મદદ મળે છે. જ્યારે બોલ સ્વિંગ થાય છે, ત્યારે તે જમણા હાથના બેટ્સમેન માટે આવે છે પરંતુ ડાબા હાથના બેટ્સમેન માટે તે બહાર જાય છે અને રન બનાવવાનું સરળ બને છે.'

રવિ શાસ્ત્રીએ વર્લ્ડ કપ 2023માં પ્લેઈંગ ઈલેવન વિશે વધુમાં કહ્યું, “જો ટીમ ઈન્ડિયા યોગ્ય કોમ્બિનેશન શોધી રહી છે, તો યોગ્ય ખેલાડી શોધવાની જવાબદારી પસંદગીકારોની છે. જો તમે તિલક વર્માને જોઈ રહ્યા હોવ તો તે એકદમ સાચો છે. મને લાગે છે કે તેને તક આપવી જોઈએ. જો તમે યશસ્વી જયસ્વાલને લાવવા માંગતા હોવ તો તમે તેમને પણ લાવી શકો છો

તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપ માટે હજુ સુધી ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી નથી. ભારતે છેલ્લો વર્લ્ડ કપ વર્ષ 2011માં જીત્યો હતો. ત્યારથી ભારતીય ટીમ લાંબા સમયથી ખિતાબની રાહ જોઈ રહી હતી. ટીમ ઈન્ડિયા માટે સારી વાત એ છે કે આ વર્ષે વર્લ્ડ કપ ભારતમાં જ યોજાશે. આ ટૂર્નામેન્ટમાં શિખર ધવન વાપસી કરશે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે. તે લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ