બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / People fear about women thieves in Ahmedabad

ડર / કચરો વીણવા આવતી મહિલાઓ નીકળી ચોર, ટોળકીએ દોઢ મહિનામાં ચાર દુકાનોમાં કરી ચોરી, પોલીસની નિષ્ક્રિયતાથી વેપારીઓ નારાજ

Kishor

Last Updated: 09:32 PM, 30 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના નારાણપુરામાં મહિલા ચોર ટોળકીનો આંતક છેલ્લા દોઢ મહિનામાં ચાર દુકાનોમાં તરખાટ મચાવી છે. કચરો વિણવા આવતી મહિલાનો ચોરનો આતંક વધ્યો છે. એક, બે નહિ પરંતુ ચાર દુકાનમા ચોરીની ઘટના સામે આવતા સ્થાનિકોમા હડકંપ મચી ગયો છે. જેને લઇને પોલીસ સતર્ક બની છે.

  • નારણપુરામાં સુજન ટાવરની દુકાનમાં ચોરી મામલો
  • દોઢ માસમાં 4 ચોરીની ઘટનાથી વેપારીમાં રોષ
  • વેપારીઓએ સુરક્ષાને લઈને કર્યા સવાલ

નારણપુરા વિસ્તારમા કચરો વીણવા આવતી મહિલા ચોરનો આતંક વધ્યો છે. સાડીમા સજજ થઈને આવતી ટોળકી કચરો વેણવા નીકળે છે અને ત્યારબાદ અંધારાનો લાભ લઈને ચોરીને અંજામ આપતા હોવાનું સામે આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. નારણપુરામા પણ સુજન ટાવરમા આવેલા એલ્યુનીયનમના ગોડાઉનમા ચારથી પાંચ મહિલાઓએ ચોરી કરી હતી. જેને લઈને આ ઘટનાથી વેપારીઓમા રોષ વધ્યો છે. સતત ચોરીની ઘટના વધતા પોલીસની નિષ્ક્રીયતા પણ સવાલ ઉઠાવ્યા છે. આ મહિલા ચોર ટોળકી સીસીટીવીમા કેદ થતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ચોર ટોળકી CCTV માં થઈ કેદ
સુજન ટાવરની આ પ્રથમ ચોરીની ઘટના નથી. આ ટોળકીએ એલ્યુમીનીયમના ગોડાઉનમા બીજી વખત ચોરી કરી હતી. જયારે પાન પાર્લર અને સલૂનની દુકાનમા પણ તાળા તોડીને રોકડની ચોરી કરી હતી. દોઢ માસના ચાર ચોરીની ઘટનાએ આતંક અને દહેસત ફેલાવી છે. વેપારીઓએ અનેક રજૂઆત બાદ પણ પોલીસ પોઈન્ટ કે પેટ્રોલીગ નહિ કરતી હોવાના આક્ષેપો થઈ રહયા છે. એક સલુનના વેપારીએ તો એક મહિના પહેલા જ દુકાન ખોલી અને મહિનાનો વકરો જોવે તે પહેલા આ ટોળકીએ ચોરી કરી ફરાર થઈ ગઈ હતી.

એલ્યુમિનિયમ વસ્તુઓ બનાવતી દુકાનમાં ચોરી
નારણપુરામા કચરાની આડમા કિમંતી વસ્તુઓની ચોરી કરનાર મહિલા ગેંગ કોણ છે.આ ગેંગના ત્રાસથી લોકોએ સીસીટીવી કેમેરા લગાવ્યા છે. પરંતુ મહિલા ટોળકી સીસીટીવીમા તો કેદ થાય છે પરંતુ પોલીસ તેને પકડી શકતી નથી. ત્યારે હવે વેપારીઓને પોતાની કિમંતી વસ્તુઓની ચોરીનો ડર સતત વધી રહયો છે. નારણપુરા પોલીસે ચોરીને લઈને ગુનો નોંધીને જુદીજુદી ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ