બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / બિઝનેસ / paytm shares crash 3rd consecutive day investors loss of rs 20500 crore

બિઝનેસ / સતત ત્રીજા દિવસે Paytmના શેરમાં મોટો કડાકો: રોકાણકારોને મોટું નુકસાન, 20,500 કરોડ સ્વાહા

Manisha Jogi

Last Updated: 02:54 PM, 5 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની સૌથી મોટી ફિનટેક કંપની પેટીએમના શેરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. પેટીએમે મની લોન્ડ્રિંગને સંપૂર્ણપણે અફવા ગણાવી છે. શેરબજારમાં પેટીએમના કેવા પ્રકારના આંકડા જોવા મળી રહ્યા છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • પેટીએમના શેરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે
  • શેરબજારમાં પેટીએમની શેરપ્રાઈસમાં ઘટાડો 
  • કંપનીના શેરમાં 10 ટકા લોઅર સર્કિટ લાગી ગઈ

દેશની સૌથી મોટી ફિનટેક કંપની પેટીએમના શેરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સોમવારે સતત ત્રીજા કારોબારી દિવસે કંપનીના શેરમાં 10 ટકા લોઅર સર્કિટ લાગી ગઈ છે. જેના કારણે કંપનીના શેરનો રેકોર્ડ એકદમ નિમ્ન સ્તરે પહોંચી ગયો છે. આ દિવસે કંપનીના શેરમાં 42 ટકાથી વધુ ઘટાડો થયો છે. રોકાણકારોને 20,500 કરોડ રૂપિયાથી વધનું નુકસાન થયું છે. બીજી તરફ પેટીએમ પર મની લોન્ડિંગનો આરોપ છે. EDની તપાસમાં અનેક બાબતો સામે આવી છે. પેટીએમે મની લોન્ડ્રિંગને સંપૂર્ણપણે અફવા ગણાવી છે. શેરબજારમાં પેટીએમના કેવા પ્રકારના આંકડા જોવા મળી રહ્યા છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.  

પેટીએમના શેરમાં ઘટાડો (paytm share price)
BSE આંકડા અનુસાર પેટીએમના શેરમાં સતત ત્રીજા દિવસે ઘટાડો થયો છે. કંપનીના શેરમાં 10 ટકા લોઅર સર્કિટ લાગી છે. જેના કારણે કંપનીના શેરનો રેકોર્ડ 438.35 રૂપિયા સાથે નિમ્ન સ્તરે રેકોર્ડ પહોંચી ગયો છે. શુક્રવારે કંપનીના શેરમાં 20 ટકા ઘટાડો થતા શેર પ્રાઈસ 487.05 રૂપિયા પર પહોંચી ગઈ હતી. સતત બે દિવસ સુધી શેરમાં 20 ટકાનો ઘટાડો થતા સ્ટોક એક્સચેન્જે નીચલી સર્કિટ ઓછી કરીને 10 ટકા કરી દીધી છે. 

20,500 કરોડ રૂપિયાનું નુકસાન
પેટીએમના શેરની કિંમતમાં ઘટાડો થતા રોકાણકારોને 20,500 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. શુક્રવારે પેટીએમની વેલ્યુએશ 30,931.59 કરોડ રૂપિયા હતી, જેમાં ઘટાડો થતા 27,838.75 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ હતી. સોમવારે કંપનીની વેલ્યુએશનને 3092.84 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ગુરુવાર અને શુક્રવારે કંપનીની વેલ્યુએશનમાં 17378.41 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ત્રણ દિવસમાં કંપનીની વેલ્યુએશનમાં 20,471.25 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

વધુ વાંચો: બમ્પર કમાણીની શાનદાર તક! આવી રહ્યો છે ભારતની સૌથી મોટી કાર કંપનીનો IPO, તૂટશે LICનો આ રેકોર્ડ!

RBI આદેશ 
RBIએ આદેશ આપ્યો હતો કે, પેટીએમનું સંચાલન કરનાર કંપની વન97 કમ્યુનિકેશંસ લિમિટેડ અને પેટીએમ પેમેન્ટ્સ સર્વિસિસના નોડલ એકાઉન્ટ 29 ફેબ્રુઆરી પહેલા સમાપ્ત કરવું જોઈએ. વન97 કમ્યુનિકેશંસ પેટીએમ પેમેન્ટ્સ બેન્ક લિમિટેડમાં 49 ટકા ભાગીદારી ધરાવે છે. આ કંપની પર મની લોન્ડ્રિંગના આરોપ મુકવામાં આવ્યો છે. પેટીએમે મની લોન્ડ્રિંગના આરોપોને નકારી દીધા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ