બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / ભારત / paytm payments banks deadline which services will run after march 5 and which will not

બિઝનેસ / બચ્યા છે માત્ર બે દિવસ, ત્યાર બાદ પેટીએમની આ સર્વિસ થઇ જશે બંધ

Ajit Jadeja

Last Updated: 09:08 AM, 13 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આરબીઆઇના નિર્દેશ અનુસાર પેટીએમ પેમેટ્સ બેંક પર 15 માર્ચ 2024 પછી કોઇ પણ ટ્રાજેક્શન એક્સેપ્ટ નહી થાય. આવામાં બેંકના ગ્રાહકો જમા રકમને અન્ય બેંકના ખાતામાં ટ્રાસફર કરી શકે છે

Paytm Service Deadline: રિઝર્વ બેંક દ્વારા પેટીએમની પેમેન્ટ બેંક પર પ્રતિબંધ લદાયો છે. આરબીઆઇએ પેટીએમ પેમેન્ટ્સ બેંકની સેવાઓ માટે 15 માર્ચ સુધીનો સમય આપ્યો હતો. 15 માર્ચ પછી આ સેવા બંધ થઇ જશે. તેવામાં તમને જાણવું જરૂરી છે કે કઇ સેવા ચાલુ રહેશે અને કઇ સેવા બંધ થઇ જશે. Paytmની મુસિબતો દિવસેને દિવસે વધી રહી છે. આરબીઆઇના પ્રતિબંધ બાદ પેટીએમ પેમેન્ટ્સ બેંકની ડેડલાઇન હવે 2 દિવસોમાં પુરી થઇ જશે. રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ પેટીએમ પેમેન્ટ્સ બેંકની સેવાઓ માટે 15 માર્ચની સમયમર્યાદા નક્કી કરી છે. જે 15 માર્ચ પછી સંપૂર્ણ રીતે બંધ થઈ જશે. 

Paytmની મુસિબતો દિવસેને દિવસે વધી રહી છે

આરબીઆઇના નિર્દેશ અનુસાર પેટીએમ પેમેટ્સ બેંક પર 15 માર્ચ 2024 પછી કોઇ પણ ટ્રાજેક્શન એક્સેપ્ટ નહી થાય. આવામાં બેંકના ગ્રાહકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પેટીએમ પેમેન્ટ્સ બેંકમાં જમા રકમને અન્ય બેંકના ખાતામાં ટ્રાસફર કરી શકે છે. Paytm પેમેંટ્સ પર પ્રતિબંધ પછી ઘણા લોકો દ્રિધામાં મુકાયા છે કઇ સેવાનો લાભ મળશે અને કઇ સેવા બંધ થઇ જશે. જો કે અમુક સેવાઓ ચાલુ રહેશે. જેવી કે મની વિડ્રોલ, રિફંડ અને કૈશ બેંક, યુપીઆઇ દ્વારા પૈસા ઉપાડવા, ઓટીટી પેમેંટ્સ. જો કે કઇ સેવાઓ બંધ થઇ જશે તે પણ જાણી લઇએ. સેવાઓ કામ કરવા માટે વપરાશકર્તાઓએ પગાર ક્રેડિટ, EMI ચુકવણીઓ અને અન્ય ફાસ્ટેગ રિચાર્જની સુવિધા માટે અન્ય બેંક એકાઉન્ટ ઉમેરવા અથવા Paytm પેમેન્ટ્સ બેંકમાંથી તેમના બેંક એકાઉન્ટને અન્ય સપોર્ટેડ બેંક એકાઉન્ટમાં બદલવાની જરૂર છે.

આ સેવાઓ બંધ થઇ જશે

  • 15 માર્ચ પછી વપરાશકર્તાઓ Paytm પેમેન્ટ્સ બેંકમાંથી તેમના એકાઉન્ટ, ફાસ્ટેગ અથવા વૉલેટને ટોપ અપ નહી કરી શકે. આ સેવા 15 માર્ચ પછી બંધ થઈ જશે.
  • 15 માર્ચ પછી, વપરાશકર્તાઓ Paytm પેમેન્ટ્સ બેંક પર કોઈપણ પ્રકારની ચુકવણી મેળવી નહી શકે.
  • જો યુઝરને Paytm પેમેન્ટ્સ બેંક પર પગાર અથવા અન્ય કોઈ પૈસા મળતા હશે તો આ લાભ તેને 15 માર્ચ પછી નહી મળી શકે.
  • 15 માર્ચ પછી Paytm ફાસ્ટેગમાં બેલેન્સ અન્ય ફાસ્ટેગમાં ટ્રાન્સફર કરી શકાશે નહીં.
  • UPI અથવા IMPS દ્વારા Paytm પેમેન્ટ્સ બેંક ખાતામાં કોઈ પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે નહીં.

વધુ વાંચોઃ શિલાન્યાસ / PM મોદી આજે ગુજરાત અને આસામમાં 3 સેમિકન્ડક્ટર પ્લાન્ટનો કરશે શિલાન્યાસ, જાણો સમગ્ર કાર્યક્રમ

આ સેવાઓ 15 માર્ચ પછી પણ ચાલુ રહેશે

  • Paytm પેમેન્ટ્સ બેંકના વપરાશકર્તાઓ તેમના ખાતા અથવા વૉલેટમાંથી હાલની રકમ ઉપાડી શકશે
  • Paytm પેમેન્ટ્સ બેંક ખાતામાંથી વ્યાજ, રિફંડ, કેશબેક અને તેની ભાગીદાર બેંકમાંથી સ્વીપ-ઇન મેળવી શકે છે.
  • જ્યાં સુધી બેલેન્સ રકમ ઉપલબ્ધ હોય ત્યાં સુધી પેટીએમ પેમેન્ટ્સ બેંક એકાઉન્ટમાંથી ઉપાડ અથવા ડેબિટ ઓર્ડર  કરી શકાય છે.
  • વેપારી ચુકવણી: Paytm પેમેન્ટ્સ બેંક વૉલેટનો ઉપયોગ વેપારી ચુકવણી કરવા માટે થઈ શકે છે.
  • 15 માર્ચ પછી પણ પેટીએમ પેમેન્ટ્સ બેંક વોલેટ બંધ કરી શકો છો. યુઝર પાસે વોલેટ બંધ કરીને બેલેન્સને અન્ય બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનો વિકલ્પ હશે.
  • ફાસ્ટેગ 15 માર્ચ પછી પણ ઉપલબ્ધ રહેશે પરંતુ જ્યાં સુધી બેલેન્સ રહેશે. બેલેન્સ ખતમ થઈ ગયા પછી વપરાશકર્તાને વધુ રકમ ઉમેરવાનો વિકલ્પ નહી અપાય.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ