બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / અન્ય જિલ્લા / Semiconductor Plant pm modi Gujarat and Assam today foundation stone

શિલાન્યાસ / PM મોદી આજે ગુજરાત અને આસામમાં 3 સેમિકન્ડક્ટર પ્લાન્ટનો કરશે શિલાન્યાસ, જાણો સમગ્ર કાર્યક્રમ

Ajit Jadeja

Last Updated: 08:13 AM, 13 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું પીએમ મોદી બુધવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વંચિત વર્ગના ઉદ્યોગસાહસિકોને લોન સહાય માટે આઉટરીચ પ્રોગ્રામમાં પણ ભાગ લેશે.

Semiconductor plant : સેમિકન્ડક્ટર્સનું મુખ્ય કેન્દ્ર બનવાના ભારતના પ્રયાસોમાં આજનો દિવસ ખાસ રહેશે. આ કાર્યક્રમમાં 60000 થી વધુ સંસ્થાઓના વિદ્યાર્થીઓ ભાગ લેશે. પીએમએ યુવાનોને કાર્યક્રમમાં ભાગ લેવા વિનંતી કરી છે. વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે પીએમ મોદી બુધવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વંચિત વર્ગના ઉદ્યોગસાહસિકોને લોન સહાય માટે આઉટરીચ પ્રોગ્રામમાં પણ ભાગ લેશે.

1.25 લાખ કરોડના મૂલ્યના ત્રણ પ્રોજેક્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 'ઇન્ડિયાઝ ટેકેડ ચિપ્સ ફોર વિકસિત ભારત' કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ ગુજરાતમાં ધોલેરા સર અને સાણંદ, આસામના મોરીગાંવમાં આશરે રૂ. 1.25 લાખ કરોડના મૂલ્યના ત્રણ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ યોજનાથી સેમિકન્ડક્ટર ઇકો-સિસ્ટમ મજબુત થશે અને યુવાનો માટે રોજગારીની તકો ઊભી થશે.

કાર્યક્રમમાં હજારો વિદ્યાર્થીઓ ભાગ લેશે

પીએમ મોદીએ X પર પોસ્ટ કરી કહ્યુ કે સેમિકન્ડક્ટર્સનું મુખ્ય કેન્દ્ર બનવાના ભારતના પ્રયાસોમાં આ એક ખાસ દિવસ હશે. આ કાર્યક્રમમાં 60,000 થી વધુ સંસ્થાઓના વિદ્યાર્થીઓ ભાગ લેશે.

પીએમ એક લાખ ઉદ્યોગ સાહસિકોને લોન સહાય મંજૂર કરશે

તેઓ વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરશે. તેઓ વડાપ્રધાનના સામાજિક ઉત્થાન અને રોજગાર આધારિત જાહેર કલ્યાણ (PM-SURAJ) રાષ્ટ્રીય પોર્ટલની પણ શરૂઆત કરશે અને દેશના વંચિત વર્ગના એક લાખ ઉદ્યોગ સાહસિકોને લોન સહાય મંજૂર કરશે. પ્રધાનમંત્રી નેશનલ એક્શન ફોર મિકેનાઇઝ્ડ સેનિટેશન ઇકોસિસ્ટમ (નમસ્તે) હેઠળ સફાઇ મિત્રોને આયુષ્માન હેલ્થ કાર્ડ અને PPE કીટનું પણ વિતરણ કરશે.

વાંચવા જેવું: લોકસભા ચૂંટણી: ગુજરાતમાં કોંગ્રેસે 7 ઉમેદવાર કર્યા જાહેર, બનાસકાંઠા ગેનીબેને ટિકિટ, જુઓ લિસ્ટ

સાણંદમાં 7500 કરોડનું રોકાણ

સાણંદ ખાતે આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ (OSAT) સુવિધા CG પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન્સ લિમિટેડ દ્વારા સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ (ATMP) માટેની નવી  યોજના હેઠળ સ્થાપિત કરવામાં આવશે. તેનું કુલ રોકાણ રૂ. 7,500 કરોડની આસપાસ હશે. આ સુવિધાઓ દ્વારા સેમિકન્ડક્ટર ઇકો-સિસ્ટમ મજબૂત થશે અને તેના મૂળ ભારતમાં વધુ મજબૂત બનશે. આ એકમો સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં હજારો યુવાનોને રોજગાર પ્રદાન કરશે અને ઇલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ્યુનિકેશન વગેરે જેવા સંબંધિત ક્ષેત્રોમાં રોજગાર સર્જનને પણ પ્રોત્સાહન આપશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ