બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Patidar agitation case: Hardik granted regular bail

BIG NEWS / પાટીદાર આંદોલન કેસ: હાર્દિકના નિયમિત જામીન મંજૂર, સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત

Malay

Last Updated: 02:17 PM, 28 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલા કેસ મામલે હાર્દિક પટેલને મોટી રાહત મળી છે. ભાજપના ધારાસભ્યના સુપ્રીમ કોર્ટે નિયમિત જામીન મંજૂર કર્યા છે.

 

  • ભાજપના MLA હાર્દિક પટેલને મોટી રાહત 
  • સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલને આપી રાહત 
  • હાર્દિક પટેલના નિયમિત જામીન મંજુર

વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. રમખાણો, હિંસા અને આગચાંપીના કેસમાં સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલના નિયમિત જામીન મજૂર કર્યા છે. મહત્વનું છે કે, આ કેસમાં અગાઉ સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલને વચગાળાના જામીન આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી 2020માં હાર્દિક પટેલને ધરપકડથી વચગાળાનું રક્ષણ આપ્યું હતું. 

Hardik patel statement
હાર્દિક પટેલ (ધારાસભ્ય, વિરમગામ)

શું છે સમગ્ર મામલો?
ગુજરાતમાં વર્ષ 2015માં થયેલા પાટીદાર અનામત આંદોલન વખતે ગુજરાતમાં હિંસા ફાટી નીકળી હતી. જે બાદ હાર્દિક પટેલની સામે કેસ નોંધાયો હતો. હાર્દિક પટેલને શરૂઆતમાં મહેસાણાની નીચલી અદાલતે દોષિત ઠેરવ્યા હતા અને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. 

હાઈકોર્ટમાં કરી હતી અરજી
જે બાદ હાર્દિક પટેલે વર્ષ 2019ની લોકસભા ચૂંટણી સમયે આ સજા સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાર્દિક પટેલે તેમની સજાને સ્થગિત કરવા માટે અરજી કરી હતી. જોકે, હાઈકોર્ટે આ હાર્દિક પટેલની અરજીને ફગાવી દીધી હતી. હાઈકોર્ટે અરજી ફગાવ્યા બાદ હાર્દિક પટેલે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. 

અદાણી-હિડનબર્ગ મામલે સુપ્રીમ કોર્ટ તપાસ કમિટીનું કરશે ગઠન, કહ્યું સંપૂર્ણ  પારદર્શિતા ઈચ્છીએ છીએ, જુઓ સુનાવણી વખતે કોર્ટે શું ટાંક્યું ...

HCએ અરજી ફગાવતા સુપ્રીમ કોર્ટમાં કરી હતી અરજી
સુપ્રીમ કોર્ટમાં હાર્દિક પટેલે અપીલ કરી હતી કે તેમની સજાને પછી ખેચવામાં આવે, જેથી તેઓ ચૂંટણી લડી શકે. જે પછી સુપ્રીમ કોર્ટે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા રમખાણો અને આગજનીની અપીલો પર ચુકાદો ન આવે ત્યાં સુધી હાર્દિક પટેલની સજા પર રોક લગાવી લીધી હતી. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી 2020માં હાર્દિક પટેલને ધરપકડછી વચગાળાનું રક્ષણ આપ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ