બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Parliament's Monsoon Session From July 20. Starts In Old Building, Ends In New

ચોમાસું સત્ર / નવી સંસદનું ઉદ્ધાટન તો થઈ ગયું પણ ક્યારે શરુ થશે કામ? તારીખ થઈ જાહેર, આ મોટું બિલ લવાશે

Hiralal

Last Updated: 03:02 PM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

20 જુલાઈથી સંસદનું ચોમાસું સત્ર શરુ થઈ રહ્યું છે જે નવા સંસદ ભવનમાં મળશે.

  • સંસદનું ચોમાસું સત્ર 20 જુલાઈથી શરુ થઈને 11 ઓગસ્ટ સુધી ચાલશે
  • પહેલા જુના ભવનમાં થશે બેઠક, પછી નવા ભવનમાં 
  • દિલ્હી સર્વિસ સંબંધિત બિલ રજૂ કરી શકે સરકાર 

સંસદના ચોમાસું સત્રની તારીખ આવી ગઈ છે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ ટ્વિટ કરીને આ તારીખની માહિતી આપી હતી. તેમના કહેવા પ્રમાણે, 20 જુલાઈથી સંસદનું ચોમાસું સત્ર શરુ થશે જે 11 ઓગસ્ટ સુધી ચાલશે. મંત્રીએ કહ્યું કે તમામ રાજકીય પક્ષોને સહકાર આપીને ડિબેટમાં ભાગ લેવાનો આગ્રહ કર્યો હતો. પ્રહલાદ જોશીએ કહ્યું કે સંસદનું ચોમાસું સત્ર 23 દિવસ સુધી ચાલશે અને તેમાં 17 બેઠકો હશે.

નવા સંસદમાં થશે ચોમાસું સત્ર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 28 મેના રોજ ઉદ્ઘાટન કરવામાં આવેલ આ નવા સંસદ ભવન આગામી ચોમાસુ સત્રની યજમાની માટે તૈયાર છે. સંસદમાં હાજર લગભગ તમામ રાજકીય પક્ષો માટે ઓફિસોની ઓળખ કરવામાં આવી છે. મુખ્ય વિભાગોને નવા સંસદ ભવનમાં સ્થળાંતર કરવા કહેવામાં આવ્યું છે.

દિલ્હી સરકારની સત્તાનું પાંખ કાપતું બીલ રજૂ કરાશે
આગામી સત્રમાં, સરકાર 'ગવર્નમેન્ટ ઑફ ધ નેશનલ કેપિટલ ટેરિટરી ઑફ દિલ્હી (સુધારા) વટહુકમ' ને બદલવા માટે એક બિલ લાવે તેવી શક્યતા છે, જે સેવાની બાબતો પર દિલ્હી સરકારને કાયદાકીય અને વહીવટી નિયંત્રણ આપતા સુપ્રીમ કોર્ટના નિર્ણયને રદ કરશે. સરકાર આ બિલને જલ્દીથી પસાર કરાવવાનો પ્રયાસ કરશે. નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન (NRF) બિલ પણ સંસદમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. કેન્દ્રીય કેબિનેટે ગયા મહિને NRFની સ્થાપનાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

UCC બીલ લવાય તેવી પણ સંભાવના
સંસદના ચોમાસું સત્રમાં સરકાર યુનિફોર્મ સિવિલ કોડને લઈને બિલ લાવે તેવી પણ સંભાવના છે કારણ કે બે દિવસ પહેલા પીએમ મોદીએ આ અંગે જાહેરમા મોટું નિવેદન આપીને તેની તરફદારી કરી ચૂક્યા છે. 

મણિપુર હિંસા પર વિપક્ષ સરકારને ઘેરશે
આ સત્ર તોફાની રહેવાની ધારણા છે કારણ કે સંસદની બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમાન નાગરિક સંહિતા માટે મજબૂત હિમાયત કરી છે. ચોમાસુ સત્રમાં વિપક્ષ પાસે અનેક મુદ્દા છે જેના પર તે સરકારને ઘેરવાની યોજના ધરાવે છે. દિલ્હી અધ્યાદેશ સિવાય વિપક્ષ મણિપુરમાં ચાલી રહેલી હિંસાના મુદ્દે પણ હંગામો મચાવી શકે છે. શિયાળુ સત્રમાં પણ વિપક્ષ અને શાસક પક્ષ વચ્ચેના ઘર્ષણના કારણે કામકાજ થઈ શક્યું ન હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ