કેન્દ્ર દ્વારા આયોજિત સંસદનાં 5 દિવસીય વિશેષ સત્રની શરૂઆત PM મોદીનાં સંબોધનથી થઈ. આજે સાંથે 6.30 વાગ્યે પ્રધાનમંત્રીએ કેબિનેટ મીટિંગ પણ બોલાવી છે.
કેન્દ્ર દ્વારા બોલાવવામાં આવેલ વિશેષ સત્રની આજથી શરૂઆત
PM મોદીનાં સંબોધનથી સત્રની શરૂઆત થઈ
આજે સાંજે 6.30 વાગ્યે PMએ કેબિનેટ મીટિંગ પણ યોજી
કેન્દ્ર સરકાર દ્વારા બોલાવવામાં આવેલ સંસદનાં 5 દિવસીય વિશેષ સત્રની શરૂઆત થઈ ગઈ છે. સત્રની શરૂઆત PM મોદીનાં સંબોધનથી થઈ. PMએ G20ની સફળતાનો ઉલ્લેખ સદનમાં કર્યો. વિશેષ સત્રનાં પહેલા જ દિવસે સંસદનાં 75 વર્ષોની યાત્રાની ચર્ચા કરી. એટલું જ નહીં આજે સાંજે 6.30 વાગ્યે PM મોદીએ ખાસ કેબિનેટ મીટિંગ પણ યોજી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ કેબિનેટ બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાઈ શકે છે.
VIDEO | "It was this Parliament that saw the Bangladesh Liberation movement and its support under the leadership of Indira Gandhi. It was the same Parliament that also witnessed the attack of democracy during the Emergency," says PM Modi in Lok Sabha. #ParliamentSpecialSessionpic.twitter.com/fOol7cvV9l
PM મોદીનાં સંબોધનથી વિશેષ સત્રની શરૂઆત
તેમણે કહ્યું કે આ 75 વર્ષોમાં સંસદની સૌથી મોટી ઉપલબ્ધિ એ છે કે દેશનાં સામાન્ય લોકોનો વિશ્વાસ આ સદન પર વધતો ગયો છે. PM અનુસાર લોકતંત્રની સૌથી મોટી શક્તિ એ જ છે કે આ મહાન સંસ્થા પ્રતિ લોકોનો વિશ્વાસ બન્યો રહે. તેમણે કહ્યું કે આપણાં બધા માટે એ ગર્વની વાત છે કે આજે ભારત 'વિશ્વ મિત્ર'નાં રૂપમાં પોતાનું સ્થાન બનાવી શક્યું છે. આજે સમગ્ર વિશ્વ, ભારતમાં પોતાનો મિત્ર શોધી રહ્યું છે, ભારતની મિત્રતાનો અનુભવ કરી રહ્યું છે.
VIDEO | "The mantra of 'Sabka Sath, Sabka Vikas', several historic decisions on issues pending since decades, their permanent resolution has been found in this Parliament," says PM Modi in Lok Sabha. #ParliamentSpecialSessionpic.twitter.com/y8bTNmPItt
અટલ બિહારી વાજપેયીનો ઉલ્લેખ
PM મોદીએ કહ્યું કે આ સદનમાં પંડિત નહેરુ, શાસ્ત્રીજી, મનમોહન સિંહે પોતાના કાર્યકાળ દરમિયાન દેશને ગતિ આપવાનું કામ કર્યું છે. આજનો દિવસ એ તમામ નેતાઓનો ગુણગાન કરવાનો છે. તેમણે આગળ અટલ બિહારી વાજપેયીને યાદ કરતાં કહ્યું કે હું હંમેશા કહેતો રહ્યો છું કે આ દેશ કેવી રીતે આગળ વધે તેને લઈને આપણે સૌએ સાથે મળીને કામ કરવું જોઈએ. આજે સંસદમાં અટલ બિહારી વાજપેયીની વાત મને યાદ આવી રહી છે. તેમણે કહ્યું હતું કે સરકારો આવશે અને જશે, પાર્ટીઓ બનશે, બગડશે પરંતુ દેશ હંમેશા આગળ વધતો રહેવો જોઈએ.
નહેરુથી લઈ ઈન્દિરા ગાંધીને યાદ કર્યું
PM મોદીએ સદનનાં વિવિધ નિર્ણયોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આ સદને અનેક ઘટનાઓ જોઈ છે. સદને ઈમેરજન્સીથી લઈને સંસદ પર હુમલો બધું જોયું છે. તેમણે કહ્યું કે આ સદન દુ:ખથી છલકાઈ ગયું જ્યારે દેશ તેના 3 પ્રધાનમંત્રીને તેમના કાર્યકાળ દરમિયાન ગુમાવી બેઠું. નહેરુજી, ઈન્દિરાજી, શાસ્ત્રીજી- ત્યારે આ સદન અશ્રુ ભરેલી આંખોથી તેમને વિદાય આપી રહ્યું હતું.
When this Parliament lost three serving PMs -- Nehru ji, Shastri ji and Indira ji -- they were given fitting tribute: PM Modi in Lok Sabha
2047 સુધી દેશને વિકસિત બનાવવાનું છે- PM
તેમણે કહ્યું કે 2047 સુધી દેશને વિકસિત બનાવવાનું છે. તેના માટે જેટલા પણ નિર્ણયો લેવાશે તે તમામ નવા સંસદ ભવનમાં થશે. ઉમંગ અને વિશ્વાસ સાથે આપણે નવા સદનમાં પ્રવેશ કરશું. આ સત્ર ઘણો મૂલ્યવાન છે.