બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / વિશ્વ / Cricket / Pakistani Baller Shaheen clean bowled virat kohli and rohit sharma in ASIA cup 2023

એશિયા કપ 2023 / IND VS PAK : ટીમ ઈન્ડિયા જેનાથી ડરતી હતી, એ જ પાકિસ્તાની બોલરે મચાવ્યો તરખાટ, રોહિત-વિરાટ બંનેની વિકેટ ખેરવી

Vaidehi

Last Updated: 06:35 PM, 2 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ind vs Pakની મેચનાં સ્ટાર બોલરે ભારતનાં 2 દિગ્ગજ ખેલાડીઓ વિરાટ અને રોહિતને પેવેલિયન ભેગા કર્યાં. જુઓ કેવી રીતે પાકિસ્તાની ખેલાડી શાહીન અફરીદીએ મેદાન પર ઊતરીને બધાને ચોંકાવી દીધું.

  • એશિયા કપ 2023 Ind vs Pak મેચ રોમાંચક
  • પાકિસ્તાની સ્ટાર બોલર શાહીન અફરીદીએ મચાવી ધમાલ
  • 2 મોટા ભારતીય ખેલાડીઓનું ટીમને નુક્સાન

ભારત અને પાકિસ્તાનની વચ્ચે હાલમાં અત્યંત રોચક મેચ એશિયા 2023 રમાઈ રહી છે. કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ મેચ દરમિયાન ફેન્સને જે વાતનો ડર હતો એવું જ બન્યું. પાકિસ્તાનનાં સ્ટાર બોલર શાહીન અફરીદીએ પીચ પર પોતાનો પાવર બતાવી જ દીધો. વરસાદ બાદ બોલરે રોહિત અને વિરાટ કોહલીને આઉટ કર્યું.

રોહિત શર્મા ક્લિન બોલ્ડ
પાકિસ્તાની સ્ટાર બોલર શાહીન અફરીદી કે જેણે ટીમ ઈન્ડિયાનાં ઓપનર્સને મેદાનમાં ઊતરવા પહેલા જ ચેલેન્જ આપ્યું હતું તેમણે પોતાના જૂના અંદાજમાં રોહિત શર્માની વિકેટો હવામાં ઊડાવી દીધી. શાહીને રોહિતને ડિલીવરી ફેંકી જે બોલ સીધો રોહિતનાં સ્ટંપ પર જઈને લાગ્યો.

વિરાટ કોહલીને પણ કર્યો આઉટ
શાહીન અફરીદીએ રોહિત શર્મા બાદ વિરાટ કોહલીને પોતાનો બીજો શિકાર બનાવ્યો. બધાની નજર કોહલી પર હતી. વિરાટે આવ્યાંની સાથે જ શાનદાર ચોગ્ગો ફટકાર્યો પરંતુ એ બાદ શાહીને વિરાટનાં પણ સ્ટંપ ઊડાવી દીધાં. ભારતીય ટીમની 2 મોટી વિકેટો ઊડ્યાં બાદ ફેંસ નિરાશ થઈ ગયાં હતાં.

2021માં પણ બન્યું હતું કંઈક આવું જ
શાહીન અફરીદીએ 2021માં ICC T20 વિશ્વકપમાં રોહિત શર્મા અને કે.એલ રાહુલને પેવિલિયનમાં પાછા મોકલી દીધાં હતાં. મેચ શરૂ થવાની સાથે જ આ 2 ઝટકા લાગ્યાં બાદ ભારતીય ટીમ ખાસ સ્કોર ન બનાવી શકી અને પાકિસ્તાને કેપ્ટન બાબર અને મોહમ્મદ રિઝવાનની ઈનિંગનાં જોરે 10 વિકેટથી જીત મેળવી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ