બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / વિશ્વ / Pakistan SC said Imran Khan arrest was illegal

BIG NEWS / ધરપકડના એક દિવસ બાદ ઈમરાન ખાન છૂટી ગયા, પાક.સુપ્રીમ કોર્ટે આપી દીધી રાહત

Vaidehi

Last Updated: 06:57 PM, 11 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે પીટીઆઈ ચીફ અને પૂર્વ પીએમ ઈમરાન ખાનને છોડી મૂકવાનો આદેશ આપ્યો છે. એક દિવસ પહેલા એનસીબીએ તેમની ઈસ્લામાબાદ કોર્ટમાંથી ધરપકડ કરી હતી.

  • પાક.સુપ્રીમ કોર્ટ આવી ઈમરાનની મદદે
  • ધરપકડને ગણાવી ગેરકાયદેસર
  • ઈમરાનને છોડી મૂકવાનો આદેશ 

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી અને પીટીઆઈ ચીફ ઈમરાન ખાનને દેશની સુપ્રીમ કોર્ટે એક મોટી રાહત આપતાં છોડી મૂક્યાં છે. SCએ તેમની ધરપકડને ગેરકાનૂની ઠેરવી છે અને તાત્કાલિક છોડી દેવાનાં આદેશ પણ આપ્યાં છે. SCએ કહ્યું કે કોર્ટમાંથી કોઈની ધરપકડ કરી શકાય નહીં. કોર્ટે કહ્યું કે ઈમરાન ખાન સાથે અન્યાય થયો છે. કોર્ટે ઈમરાન ખાનને આવતીકાલે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં હાજર થવાનાં પણ આદેશ આપ્યાં છે. ગઈ કાલે નેશનલ એકાઉન્ટિબિલીટીએ અલ કાદિર ટ્રસ્ટમાં નાણાકીય ગોટાળા બદલ ઈસ્લામાબાદ કોર્ટમાંથી ઈમરાન ખાનની ધરપકડ કરી હતી. ઈમરાન ખાને તેમની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. 

ચીફ જસ્ટિસ ઉમર અતા બાંદીયલ, જસ્ટિસ મુહમ્મદ અલી મઝહર અને જસ્ટિસ અતહર મિનાલ્લાહની બનેલી સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે પીટીઆઇના વડા ઇમરાન ખાન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી હતી. ખંડપીઠે ઇમરાનની ધરપકડ પર નારાજગી વ્યક્ત કરી હતી અને તેમની   ધરપકડને ગેરકાયદેસર જાહેર કરી હતી. કોર્ટે કહ્યું કે, ઈમરાન ખાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટના પરિસરમાંથી ધરપકડ કરીને ન્યાયતંત્રની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી છે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ બંદિયાલે કહ્યું કે, કોર્ટમાં ડરનો માહોલ બનાવવામાં આવ્યો. 

કોર્ટમાંથી કોઈની ધરપકડ ન કરી શકાય-સુપ્રીમે એસીબીને કહ્યું 
કોર્ટે એનએબીને પૂછ્યું છે કે કોર્ટમાંથી કોઈની ધરપકડ કેવી રીતે કરી શકાય. એનએબીએ કોર્ટનું અપમાન કર્યું છે. સાંજે લગભગ 4 વાગે સુપ્રીમ કોર્ટે ઇમરાન ખાનને એક કલાકની અંદર કોર્ટમાં હાજર થવા માટે કહ્યું હતું. આ સાથે ચીફ જસ્ટિસ બાંદીલે કડક સૂચના આપી હતી કે, ઈમરાન ખાનના આગમન પર રાજકીય નેતાઓ અને કાર્યકર્તાઓ સુપ્રીમ કોર્ટમાં ન આવે.
ઈમરાન ખાનની ધરપકડ પર કોર્ટે કહ્યુ કે જો કોઈ વ્યક્તિએ કોર્ટ સામે આત્મસમર્પણ કરી દીધુ છે તો તેની ધરપકડ કરવાનો શું અર્થ છે? આ રીતે ભવિષ્યમાં ન્યાય માટે કોર્ટમાં પણ કોઈ પોતાને સુરક્ષિત નહીં માને. ચીફ જસ્ટિસે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ધરપકડ પહેલા રજિસ્ટ્રાર પાસેથી પરવાનગી લેવી જોઈતી હતી.

ગઈ કાલે થઈ હતી ઈમરાન ખાનની ધરપકડ
ઈમરાનની ગઈકાલે ઈસ્લામાબાદ કોર્ટમાંથી થઈ હતી ધરપકડ
ઉલ્લેખનીય છે કે ઈમરાન ખાનની અલ કાદિર ટ્રસ્ટ કેસમાં ગઈ કાલે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી નેશનલ એકાઉન્ટીબિલિટી બ્યૂરોએ ધરપકડ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ