બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / Oxfam report disclosed the data of 1 percent richest people of the world compare to 80 crores poor
ADVERTISEMENT
અમીરી અને ગરીબી, દુનિયામાં વર્ષોથી જોવા મળી રહી છે. દુનિયાભરમાં સરકારનાં તમામ પ્રયાસ બાદ પણ ગરીબી દૂર નથી થઈ રહી. છેલ્લાં 3 વર્ષોમાં તો વિશ્વમાં ગરીબોની સંખ્યા વધી છે જ્યારે અમીરોની સંપત્તિ બેગણી થઈ ગઈ છે. ઓક્સફેમે પોતાના એક રિપોર્ટમાં ગરીબી અને અમીરી વચ્ચેનાં અંતરને પ્રકાશિત કરતો અહેવાલ બહાર પાડ્યો છે. જેમાં ગરીબો અને અમીરો વચ્ચેની આર્થિક સમાનતા વચ્ચે વધી રહેલી ખાઈ દર્શાવવામાં આવી છે.
New research by Oxfam provides deeply concerning answers to the question of how much of the world’s financial assets are owned by the 1%. Using data from Wealth X, we have found that the richest 1% own 50% of wealth in Asia and own 43% of all global financial assets. pic.twitter.com/xIpRzV7gpS
— Oxfam in Asia (@OxfamInAsia) January 15, 2024
ADVERTISEMENT
આ રિપોર્ટ અનુસાર દુનિયાનાં સૌથી અમીર વ્યક્તિ જેમાં એલન મસ્ક, બર્નાડ અરનોલ્ટ, જેફ બેજોઝ, લેરી એલિસન અને માર્ક જુકરબ્રગે 2020 બાદથી પોતાની સંપત્તિમાં બેગણો વધારો કર્યો છે. આ સંપત્તિ વધીને 869 બિલિયન ડોલર થઈ ગઈ છે. જ્યારે આ સમયગાળામાં દુનિયામાં 5 અરબ લોકો વધુ ગરીબ થઈ ગયાં છે.
ADVERTISEMENT
આવનારો દશકો અમીરોને નામ
રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જો અમીરો અને ગરીબોની વચ્ચેની આ આર્થિક અસમાનતા ચાલુ જ રહેશે તો આવનારાં 229 વર્ષો સુધી વિશ્વથી ગરીબી નાશ પામશે જ નહીં. ઓક્સફેમની રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આગળ પણ અમીર અને ગરીબ વચ્ચેનું અંતર વધવાની સંભાવના છે. આ સાથે જ આવનારાં 10 વર્ષ દુનિયાનાં પહેલા ખરબપતિ ઉદ્યોગપતિને સમર્પિત રહેશે.
80 કરોડ મજૂરોની આવક ઘટી
52 દેશોમાં આશરે 80 કરોડ શ્રમિતોની એવરેજ વાસ્તવિક મજૂરીમાં ઘટાડો થયો છે. આ શ્રમિકોને છેલ્લાં 2 વર્ષોમાં સંયુક્તરૂપે 1.5 ટ્રિલિયન ડોલરનું નુક્સાન થયું છે. ઓક્સફેમે કહ્યું કે લેટેસ્ટ Gini Index કે જે અસમાનતાનું માપન કરે છે તેના આંકડાઓથી જાણવા મળે છે કે વૈશ્વિક આવક અસમાનતાનાં મામલામાં દક્ષિણ આફ્રીકા દુનિયામાં સૌથી વધારે આર્થિક અસમાનતાવાળો દેશ છે.
ADVERTISEMENT
રિપોર્ટ અનુસાર છેલ્લાં 3 વર્ષોમાં કોરોના મહામારી, રશિયા-યૂક્રેન યુદ્ધનાં પરિણામે વધેલી મોંઘવારીએ અરબો લોકોને ગરીબ બનાવ્યાં છે. જ્યારે ગણ્યાં-ગાંઠ્યા અરબપતિઓની આવકમાં જબરદસ્ત વધારો થયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.