બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Country's richest woman's company will give you an opportunity to earn, bring Rs. 6000 crore IPO
Last Updated: 06:03 PM, 11 January 2024
ADVERTISEMENT
દેશની સૌથી અમીર મહિલા સાવિત્રી જિંદાલની કંપની JSW સિમેન્ટનો IPO બહુ જલ્દી લોન્ચ થવા જઈ રહ્યો છે. આ IPOનું કદ 6,000 કરોડ રૂપિયાની આસપાસ હશે. શેરબજારમાં આ અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે. જ્યારે આ શેર લિસ્ટ થશે, ત્યારે તમને કમાણીની મોટી તક મળશે. બ્લૂમબર્ગના બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર જિંદાલ ગ્રુપના ચીફ સાવિત્રી જિંદાલ દેશની સૌથી અમીર મહિલા છે. તેમની કુલ સંપત્તિ 25 અબજ ડોલર છે. પાર્થ જિંદાલ JSW સિમેન્ટની જવાબદારી સંભાળે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, JSW સિમેન્ટનો IPO સિમેન્ટ સેક્ટરનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO હશે. સજ્જન જિંદાલના JSW ગ્રૂપનો એક દાયકા કરતાં પણ વધુ સમયમાં આ પહેલો IPO હશે.

ADVERTISEMENT
છેલ્લા 13 વર્ષમાં કંપનીનો પ્રથમ IPO
મીડિયા રિપોર્ટ્સ કહે છે કે JSW ગ્રુપે તેના સિમેન્ટ બિઝનેસનો IPO લાવવાની જવાબદારી JM ફાઇનાન્શિયલ, કોટક મહિન્દ્રા કેપિટલ, ડેમ કેપિટલ, જેફરી, સિટી, ગોલ્ડમેન સૅક્સ અને SBI કૅપિટલને આપી છે. આ કંપનીઓ IPO માટે સલાહકારની ભૂમિકા ભજવશે. JSW ગ્રૂપ અગાઉ 'JSW ઈન્ફ્રાસ્ટ્રક્ચર'નો IPO લાવ્યો હતો, જે છેલ્લા 13 વર્ષમાં કંપનીનો પ્રથમ IPO હતો. JSW સિમેન્ટના લિસ્ટિંગના સમાચાર આવતાની સાથે જ તેની સબસિડિયરી કંપની શિવ સિમેન્ટના શેરમાં ઉછાળો આવ્યો છે. ગુરુવારે BSE પર કંપનીના શેરમાં 18.5 ટકાનો વધારો થયો હતો. જ્યારે NSE પર કંપનીના શેરમાં 16 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
ADVERTISEMENT

વધુ વાંચો : લક્ષદ્વીપમાં જ મળશે વર્લ્ડક્લાસ સુવિધાઓ: માલદીવને ટક્કર આવા ટાટાએ બનાવ્યો જોરદાર પ્લાન
ADVERTISEMENT
નિરમા ગ્રુપનો રેકોર્ડ તૂટ્યો
JSW સિમેન્ટનો IPO સિમેન્ટ સેક્ટરનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO હશે. અગાઉ, નિરમા ગ્રૂપના નુવોકો વિસ્ટાસે ઓગસ્ટ 2021માં રૂ. 5,000 કરોડનો IPO લોન્ચ કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.