બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / Oppositions party meeting: which party leader said what, rahul gandhi, mamta banerjee, lalloo prasad

હમ સાથ સાથ હૈ / પટના: વિપક્ષી એકતાના મહામંથનમાંથી શું નીકળ્યું? 2024 માટે 'સબકા સાથ' 'સબકા વિશ્વાસ', જુઓ બેઠક બાદ ક્યા નેતાએ શું કહ્યું?

Vaidehi

Last Updated: 06:22 PM, 23 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પટના ખાતે યોજાયેલ વિપક્ષી એકતા બેઠકમાં કયા નેતાએ શું વાત કરી?

  • પટના ખાતે વિપક્ષી એકતા બેઠકની પ્રેસ કોન્ફેરેન્સ સમાપ્ત
  • રાહુલ ગાંધી સહિત તમામ નેતાઓ થયા એક
  • 2024માં એકસાથે લડવાની કરી વાત

22 જૂન એટલે કે આજે 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઈને નીતીશ કુમારે પટના ખાતે વિપક્ષ એકતા બેઠક યોજી હતી. આ બેઠકમાં રાહુલ ગાંધી, ખરગે, મમતા બેનર્જી, ઉદ્ધવ ઠાકરે, લાલૂ પ્રસાદ સહિત અનેક વિપક્ષી પાર્ટીનાં નેતા જોડાયા હતાં. પ્રેસ કોન્ફેરેન્સ દરમિયાન કયા નેતાએ શું વાત કહી તે જાણો.

આવનારી બેઠક શિમલામાં થશે-લાલૂ
લાલૂ પ્રસાદે કહ્યું કે' હવે હું સંપૂર્ણપણે સ્વસ્થ છું. આપણને બધાએ સાથે મળીને લડવું પડશે. આવતી બેઠક શિમલામાં થશે જ્યાં એજન્ડા તૈયાર કરવામાં આવશે.  દેશની જનતા બોલતી હતી કે તમે લોકો સાથે નથી આવતાં તેથી વોટ વહેંચાઈ જાય છે અને ભાજપ જીતી જાય છે પરંતુ હવે આપણે એકસાથે લડવાનું છે.'

લાલૂએ રાહુલને લગ્ન કરવાની આપી સલાહ
લાલૂ યાદવે પ્રેસ કોન્ફેરેન્સમાં રાહુલ ગાંધીનાં વખાણ કર્યાં. તેમણે કહ્યું કે રાહુલે લોકસભામાં સારું કામ કર્યું છે. તેમણે અદાણીનો મુદો ઉઠાવીને સારું કામ કર્યું. તેમણે કહ્યું કે રાહુલ હવે તમારે લગ્ન કરી લેવા જોઈએ. તમારી મમ્મી કહે છે કે તમે એમની વાત નથી માનતાં. તમે લગ્ન કરી લો જેથી અમે તમારી જાનમાં શામેલ થઈ શકીએ. રાહુલે કહ્યું કે તમે કહી દીધું તો લગ્ન થઈ જશે.

આ લડાઈ સત્તાની નહીં, વિચારધારાની છે- ઉમર અબ્દુલ્લા
જમ્મૂ-કાશ્મીરનાં પૂર્વ CM બોલ્યાં કે આ બધાં  દળોને એકસાથે કરવું સરળ વાત નથી. તેનો શ્રેય નીતીશ કુમારને જાય છે જેમણે વિપક્ષને એક મંચ પર લાવવાનું કામ કર્યું છે. આ લડાઈ સત્તા માટે નથી થઈ રહી આ લડાઈ વિચારધારા માટે લડવામાં આવી રહી છે.

સરમુખત્યારશાહીનાં વિરોધમાં છીએ- ઉદ્ધવ ઠાકરે
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે દેશને બચાવવા માટે વિપક્ષી દળોનું એકસાથે આવવું આવશ્યક છે. અમે સૌ સરમુખત્યારશાહીનાં વિરોધમાં છીએ. દેશની એકતા માટે અમારી એકતા જરૂરી છે.

ગાંધીનાં દેશને ગોડસેનો દેશ નહીં બનવા દઈએ- મહબૂબા મુફ્તી
મહબૂબા મુફ્તીએ કહ્યું કે લોકતંત્ર અને બંધારણ પર હુમલો કરવામાં આવી રહ્યો છે. જમ્મૂ-કાશ્મીરમાં જે થઈ રહ્યું છે તે હવે સમગ્ર દેશમાં થઈ રહ્યું છે. અમે ગાંધીનાં દેશને ગોડસેનો દેશ બનવા નહીં દઈએ.

અમે ઈતિહાસ બનાવવા ઈચ્છીએ છીએ- મમતા
મમતા બેનર્જીએ કહ્યું કે અમને વિપક્ષ ન કહો, અમે દેશભક્ત છીએ, અમે પણ ભારતને માતા કહીએ છીએ. મણિપુર સળગવાથી અમને પણ દુ:ખ થાય છે. દેશની આ સ્થિતિ થઈ ગઈ છે કે જો કોઈ અવાજ ઊઠાવે છે તો તેની પાછળ ED અને CBI લગાવી દેવામાં આવે છે. તેમણે કહ્યું કે ભાજપ ઈતિહાસ ભૂંસવા માંગે છે અને અમે ઈતિહાસ બનાવવા ઈચ્છીએ છીએ.'

મતભેદ ભૂલી એકસાથે કામ કરશે વિપક્ષ- રાહુલ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ દેશનાં પાયા પર હુમલો કરી રહી છે. દેશનાં બંધારણીય સંસ્થાનો પર હુમલો કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે જેટલી પણ પાર્ટી બેઠકમાં શામેલ થઈ છે તેમણે મતભેદ ભૂલીને એકસાથએ કામ કરવાનો નિર્ણય કર્યો છે. આ લડાઈ વિચારધારાની લડાઈ છે.

સીટ શેરિંગ ફોર્મૂલા બનશે- નીતીશ
બિહારનાં CM નીતીશ કુમારે કહ્યું કે આવતી બેઠકમાં સીટ શેરિંગ ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવશે. કોણ ક્યાંથી લડશે તે અંગેનાં નિર્ણયો લેવામાં આવશે. સીટની વહેંચણીનો નિર્ણય પણ આવતી બેઠકમાં કરવામાં આવશે અને આ બેઠક હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ