બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ભારત / Politics / Opinion Poll Who do the people of the country want to see as the Prime Minister PM Modi or Rahul Gandhi

સર્વે / ઓપિનિયન પોલ: દેશની જનતા કોને PM તરીકે જોવા માંગે છે? મોદી કે રાહુલ ગાંધી, જમ્મુ કાશ્મીરના લોકોનો મત જાણી નવાઈ પામશો

Vishnu

Last Updated: 02:49 PM, 27 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એબીપી સી વોટર સર્વેમાં લોકોને સવાલ કરવામાં આવ્યો હતો કે તમારે સીધા પ્રધાનમંત્રી તરીકે કોઈને ચૂંટવા હોય તો પીએમ મોદી અને રાહુલ ગાંધીમાંથી કોણે મત આપશો?

  • લોકસભા ચૂંટણી પહેલા એબીપી ન્યૂઝ સી વોટરનો સર્વે
  • પ્રધાનમંત્રી મોદી અને રાહુલ ગાંધીમાંથી જનતાની પહેલી પસંદ કોણ?
  • જમ્મુ કાશ્મીર લોકોની રાય જાણી નવાઈ પામશો

લોકસભા ચૂંટણી પડધમ વાગી રહ્યા છે. બધા જ રાજનૈતિક દળો ચૂંટણીની તૈયારીમાં જોતરાઈ ગયા છે. ભારતીય જનતા પાર્ટી ફરી સત્તા આવવા સતત રણનીતિ બનાવી અમલમાં મૂકી રહી છે. કોંગ્રેસના નેતૃત્વ વાળું ઈન્ડિયા ગઠબંધન પર કેન્દ્રમાં બેસવા પૂરતો જોશ લગાવી રહ્યું છે. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની લોકપ્રિયતા જાણવા એક સર્વે કરવામાં આવ્યો છે જેમાં ચોંકાવનારું પરિણામ સામે આવ્યું છે.

પ્રધાનમંત્રી મોદીની લોકપ્રિયતા સૌથી વધુ

એબીપી સી વોટર સર્વેમાં સામે આવેલી જમીની હકીકત મુજબ પ્રધાનમંત્રી મોદીની લોકપ્રિયતા સૌથી વધુ છે. જનતા તેમણે ફરીથી પ્રધાનમંત્રી તરીકે જોવા માંગે છે. આ સર્વે ઉત્તર ભારતના રાજ્યોમાં કરવામાં આવ્યો છે. જેમાં લોકોને સવાલ કરવામાં આવ્યો હતો કે તમારે સીધા પ્રધાનમંત્રી તરીકે કોઈને ચૂંટવા હોય તો પીએમ મોદી અને રાહુલ ગાંધીમાંથી કોણે મત આપશો?

શું કહે છે સર્વેના આંકડા?
સર્વે મુજબ ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં 50% થી વધુ લોકો પીએમ મોદીને ફરીથી દેશની સત્તા સોંપવા માંગે છે. એવા 2-3 રાજ્યો છે જ્યાંના લોકો 50 ટકાથી ઓછા મત પીએમ મોદીને મળ્યા છે. સર્વેમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરના લોકોની રાય લેવામાં આવી છે.

જે પ્રમાણે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની 60-60 ટકા લોકો તેમજ મધ્ય પદેશ અને દિલ્હીના 66-66 ટકા લોકો તો રાજસ્થાનના 65 ટકા અને હિમાચલ પ્રદેશના 72 ટકા લોકો ડાયરેક્ટ પ્રધાનમંત્રી મોદીને જ કેન્દ્રમાં બેસાડવા માંગે છે સર્વેમાં ચોંકાવનારી વાતએ છે જમ્મુ કાશ્મીરના 58% લોકોની પહેલી પસંદ પીએમ મોદી છે.પંજાબ 35 ટકા તો હરિયાણામાં 47 ટકા લોકો પીએમ મોદીની તરફેણમાં છે. 

રાહુલ ગાંધી માટે શું છે સર્વેના આંકડા?
તો બીજી તરફ કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધી પર નજર કરીએ તો સર્વેમાં યુપીમાં 30 ટકા, એપીમાં 28 ટકા, રાજસ્થાનમાં 32 તો પંજાબ અને હરિયાણામાં 36 ટકા જેટલા લોકો રાહુલ ગાંધીને પસંદ કરી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના 35 લોકો જ રાહુલ ગાંધીને પીએમ તરીકે જોવા માંગે છે. મહત્વનું છે કે ઉત્તરપ્રદેશમાં લોકસભાની 80, મધ્ય પ્રદેશમાં 29, રાજસ્થાનમાં 25, પંજાબમાં 13, હરિયાણામાં 10, દિલ્હીમાં 7, હિમાચલમાં 4 અને ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરમાં 5-5 બેઠકો છે. કહેવાય છે ઉત્તર ભારતની જનતા જેની પડખે હશે તેના પ્રધાનમંત્રી બનવાના ચાન્સ વધી જાય છે.

હાલના સમયે ચૂંટણી થાય તો VVIP બેઠકમાં કોની જીતનું અનુમાન?

લોકસભાની ચૂંટણીઓ હવે નજીક આવી રહી છે. આ વચ્ચે મતદાતાઓનો પ્રતિભાવ જાણવું ખૂબ જરૂરી છે. તેવામાં ABP ન્યૂઝ C Voter એ ઓપિનિયન પોલની મદદથી લોકોનાં મૂડનો ઉલ્લેખ કરવાનો પ્રયાસ કર્યો છે. સર્વેમાં અનુમાન કરવામાં આવ્યું છે કે ભાજપનાં નેતૃત્વવાળું NDA ગઠબંધન ફરી સત્તામાં પાછું આવશે. જ્યારે બીજી તરફ વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા પણ મજબૂતીથી આગળ વધતું દેખાઈ રહ્યું છે.

VVIP સીટની સ્થિતિ
આ સર્વેમાં વારાણસી, અમેઠી, લખનઉ, ગૌતમબુદ્ધ નગર અને આજમગઢની સીટો સામેલ છે. સર્વે અનુસાર PM મોદી વારાણસીની સીટ પર ફરી મોટા અંતરથી જીતશે. જ્યારે લખનઉની સીટથી કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહનું નામ આગળ આવી શકે છે. ગોરખપુરથી ભાજપનાં સાંસદ અને એક્ટર રવિ કિશન ઠીકઠાક અંતરથી આગળ રહેશે.

સ્મૃતિ ઈરાની અને સોનિયા ગાંધીનું શું?
અમેઠીથી સ્મૃતિ ઈરાની ઘણી આગળ છે. આ સીટ ગાંધી પરિવારનું ગઢ રહી ચૂકી છે. ગત લોકસભા ચૂંટણીમાં સ્મૃતિ ઈરાને રાહુલ ગાંધીને માત આપી હતી. પોલમાં અનુમાન લગાડવામાં આવ્યો છે કે મેનપુરી સીટથી ડિંપલ યાદવ આગળ રહી શકે છે. ઈલાહાબાદ સીટથી રીતા બહુગુણા જોશી આગળ રહેશે. સર્વે અનુસાર કોંગ્રેસની પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડશે અને ઠીકઠાક અંતરથી આગળ રહેશે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ