બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / VTV વિશેષ / operation of expensive medical-nursing fees!, Why is the government 'stunned' about jobs

મહામંથન / મેડિકલ-નર્સિંગની મોંઘી ફીનું 'ઓપરેશન' કેમ નહીં!, નોકરી બાબતે સરકાર કેમ 'ઘેન'માં?

Dinesh

Last Updated: 08:37 PM, 29 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mahamanthan: મેડિકલ શિક્ષણ અને ત્યારબાદ મળતી નોકરીની ચર્ચા ફરી એકવાર ઉઠી કારણ કે વિધાનસભામાં રાજ્યમાં સરકારી મેડિકલ કોલેજની સંખ્યા, સરકારી અને ખાનગી મેડિકલ કોલેજમાં લેવાતી ફીનો મુદ્દો ઉઠ્યો

મારો દીકરો કે દીકરી મોટા થઈને ડૉક્ટર બનશે. આવુ ગુજરાતના ઘણાં વાલી પહેલા પણ કહેતા હતા અને આજે પણ કહે છે. બીજી તરફ પોતાના સંતાનને ડૉકટર બનાવવાનું સપનું જોનાર દરેક વાલી આ માટે કેટલી હદે ખિસ્સા હળવા કરવા પડશે એ પણ સુપેરે જાણે છે. મેડિકલ શિક્ષણ અને ત્યારબાદ મળતી નોકરીની ચર્ચા ફરી એકવાર ઉઠી કારણ કે વિધાનસભામાં રાજ્યમાં સરકારી મેડિકલ કોલેજની સંખ્યા, સરકારી અને ખાનગી મેડિકલ કોલેજમાં લેવાતી ફીનો મુદ્દો ઉઠ્યો. આંકડાઓમાં દેખીતું હતું કે રાજ્યની મેડિકલ કોલેજની ફી સતત વધી રહી છે અને સામાન્ય મધ્યમવર્ગના વાલીને તેના સંતાનને આવી કોલેજમાં ભણાવવો પોષાય એવું નથી. કદાચ પેટે પાટા બાંધીને વાલી પોતાના સંતાનને મેડિકલના અભ્યાસક્રમમાં દાખલ કરે છે અને જેમ તેમ કરીને તેને સ્નાતક સુધી પહોંચાડે પણ છે તે પછી પણ મેડિકલ કે નર્સિંગ પાસ આઉટ થયેલા એ વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીના ઉજ્જવળ ભવિષ્યની ખાતરી શું છે. નર્સિંગ ક્ષેત્રે ઘણાં લોકો પ્રવેશ મેળવે છે પરંતુ ચાર કે સાડા ચાર વર્ષના અભ્યાસક્રમ પછી પણ મર્યાદિત પગારની કરાર આધારીત નોકરીજ કરવાની છે કે કેમ. MBBS થયેલા વિદ્યાર્થીને ખાનગી હોસ્પિટલમાં કેટલા પગારની નોકરી મળે છે?. કદાચ કોઈ વિદ્યાર્થી અનુસ્નાતક અભ્યાસક્રમ કરીને સ્પેશિયલાઈઝેશન કરવા માગે છે તો એક અંદાજ પ્રમાણે થતો ખર્ચ એક કરોડથી પણ કદાચ વધુ હોય શકે છે. અને MD કે MS કર્યા પછી પણ તમારી ક્લિનિક કે હોસ્પિટલ ઉભી કરીને તેને સ્થાપિત કરવાનો પડકાર તો ઉભો જ છે. આ ઘટનાઓ પછી જે વિષચક્ર જેવી સ્થિતિ ઉભી થાય છે તેના મીઠા-કડવા ફળ દરેક પેઢી ચાખતી રહે છે, પણ આ વિષચક્રમાંથી બહાર આવવું જરૂરી છે. આ માટે પહેલા એ સવાલનો જવાબ મેળવવો પડે કે રાજ્યમાં મેડિકલ શિક્ષણ આટલું મોંઘુ કેમ છે અને મોંઘાદાટ શિક્ષણ પછી પણ ઉંચા પગારની નોકરી કે ઉજ્જવળ ભવિષ્યની આશા રાખી શકાય છે કે નહીં

મેડિકલ કોલેજનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ઉઠ્યો
ઉચ્ચ શિક્ષણ માટેની સરકારની નીતિ સામે કોંગ્રેસના આરોપ છે. ખાનગી મેડિકલ કોલેજમાં મોંઘી ફી વસૂલીનો તેમજ અ..ધ..ધ..ફી ભર્યા પછી પણ મેડિકલ-નર્સિંગ પાસઆઉટને સામાન્ય પગારે નોકરી મળે છે. સરકારી ધોરણે તક ઉપલબ્ધ જ થતી નથી. જે ભરતી થાય છે તે કરાર આધારીત હોય છે. કોઈ તબીબ સ્પેશિયલાઈઝેશન કરે તો તેને ફાયદો. M.D. કે M.S.ની ડિગ્રી માટે મસમોટી રકમની ફી ચુકવવી પડે છે. સવાલ એ છે કે લાખો-કરોડોનો ખર્ચ છતા નોકરીની તક અને પગાર શું? સવાલ એ પણ છે કે સરકારી નોકરીમાં નજીવી રકમે ઉચ્ચ શિક્ષણની તક કેટલી?

કોંગ્રેસનો આરોપ શું?
ગુજરાતમાં 6 સરકારી મેડિકલ કોલેજ છે. જે સરકારી મેડિકલ કોલેજ છે તે 1995 પહેલાની છે. 30 વર્ષમાં એકપણ સરકારી મેડિકલ કોલેજ બની નથી. સરકાર GMERS અંતર્ગત મેડિકલ કોલેજ બનાવવાનો દાવો કરે છે. સરકાર ખાનગી કોલેજ બનાવીને બેઠક વધારવાનો દાવો કરે છે

મેડિકલ કોલેજની બેઠકની સ્થિતિ શું?
રાજ્યમાં મેડિકલના સ્નાતક કક્ષાના કોર્સની 7050 બેઠક
સ્નાતક કક્ષાના કોર્સની 7050 બેઠકમાંથી સરકારી કોલેજની બેઠક 1400
સ્નાતક કક્ષાની 19% બેઠક જ સરકારી, બાકીની બેઠક GMERS અથવા ખાનગી કોલેજની

ફી અંગે કોંગ્રેસના આરોપ શું?
કોંગ્રેસની સરકારમાં સરકારી મેડિકલ કોલેજમાં સ્નાતક કક્ષાના કોર્સની ફી 25 હજાર
હાલ સરકાર સંચાલિત GMERS કોલેજમાં સ્નાતક કક્ષાના કોર્સની ફી 3 લાખથી વધુ
GMERSમાં મેનેજમેન્ટ ક્વોટામાં વાર્ષિક ફી 10 લાખથી વધુ
ખાનગી કોલેજમાં સ્નાતક કક્ષાના કોર્સની ફી વાર્ષિક 15 લાખ જેટલી

GMERSએ કેટલો ફી વધારો કર્યો?

વર્ષ 2023-24 
સરકારી ક્વોટા= 66%
મેનેજમેન્ટ ક્વોટા= 88%    

વાંચવા જેવું: 

સરકારે શું તર્ક આપ્યો હતો?
GMERSની 300 બેઠક હતી હવે 2100 છે. 1439 વિદ્યાર્થીઓને MYSY હેઠળ નાણાકીય સહાય મળે છે. વિદ્યાર્થી માટે બેંક લોનની સગવડ કરવામાં આવે છે. અભ્યાસ પૂર્ણ થયા બાદ તાલિમ સમયે 18 હજારનું સ્ટાઈપેન્ડ અપાય છે.  નિવાસી તબીબને 84 હજારનું સ્ટાઈપેન્ડ અપાય છે. તમામ કોલેજમાં સૌથી ઓછી ફી GMERSની છે. GMERSના સંચાલન માટે 80% ખર્ચ રાજ્ય સરકાર કરે છે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ