બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Only 66 marks will be evaluated in Statistics paper

અભ્યાસ કર્યો / ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાને લઈને ગાઈડલાઈન, 100માંથી 66 ગુણનું જ મૂલ્યાંકન કરવા આદેશ, જાણો કેમ

Dinesh

Last Updated: 05:17 PM, 18 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આંકડાશાસ્ત્ર વિષયની પૂરક પરીક્ષામાં છબરડા મામલે મહત્વનો અપડેટ, 100 ગુણના પ્રશ્નપત્રમાંથી કુલ 66 ગુણનું જ મૂલ્યાંકન કરવાનો આદેશ કરવામાં આવ્યો છે

  • આંકડાશાસ્ત્રના પેપરમાં 66 ગુણનું જ મૂલ્યાંકન થશે!
  • 100માંથી 66 ગુણનું જ મૂલ્યાંકન કરવા આદેશ
  • પેપરમાં 47 પ્રશ્નમાંથી 16 પ્રશ્ન રદ્દ કરાયા


ધોરણ 12 સામાન્ય પ્રવાહના આંકડાશાસ્ત્ર વિષયની પૂરક પરીક્ષા મામલે મહત્વની અપડેટ સામે આવી છે. 100 ગુણના પ્રશ્નપત્રમાંથી કુલ 66 ગુણનું જ મૂલ્યાંકન કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આંકડાશાસ્ત્રના પેપરમાં 47 પ્રશ્નોમાંથી 16 પ્રશ્નો રદ કરાયા છે. 

31 પ્રશ્નોનું મૂલ્યાંકન કરવાનું રહેશે
આપને જણાવીએ કે, કુલ 31 પ્રશ્નોનું મૂલ્યાંકન કરવાનું રહેશે અને જેના 66 ગુણ થાય છે. આ આંકડાશાસ્ત્રની પૂરક પરીક્ષા 13 જુલાઈએ લેવાઈ હતી જેમાં અભ્યાસક્રમ બહારના પ્રશ્નો પુછાયા હતા. જુના અભ્યાસક્રમ મુજબ સવાલ પુછાતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા. આખરે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર ખાતે મૂલ્યાંકન કરવા માટે ગાઈડલાઈન આપવામાં આવી હતી. 

ગાઈડલાઈન આપવામાં આવી
આ સમગ્ર મામલે ગાઈડલાઈન આપવામાં આવી છે. જેમાં પ્રશ્નપત્રના વિભાગ A માંથી 2, 8, 9, 10 નંબરના પ્રશ્ન રદ કરાયા જ્યારે વિભાગ B માંથી 12, 19 અને 20 નંબરના પ્રશ્નો રદ કરાયા છે. વિભાગ C માંથી 22, 31 અને 32 નંબરનો પ્રશ્ન રદ કરાયા છે જ્યારે વિભાગ Dમાં 34, 35, 37, 40 નંબરનો પ્રશ્ન રદ કરાયા છે તેમજ વિભાગ Eમાંથી 43 અને વિભાગ F માંથી 47 નંબરનો પ્રશ્ન રદ કરાયો છે. 

66 ગુણનો મૂલ્યાકન કરાશે
અત્રે ઉલ્લેખનીય વાત છે કે, આ પ્રશ્નનો જવાબ વિદ્યાર્થીઓએ લખ્યો હશે તો પણ તેના ગુણભાર આપવામાં આવશે નહી તેવો બોર્ડ દ્વારા જણાવાયું છે. 100 પ્રશ્નોમાંથી 66 ગુણનો મૂલ્યાકન કરવામાં આવશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ