બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / One side of Ranoli Bridge in Vadodara is dilapidated for 8 years

જીવને જોખમ / વડોદરાવાસીઓ આ બ્રિજ પરથી પસાર થતા પહેલા સો વખત વિચારજો, ગમે ત્યારે થઇ શકે છે કડડડભૂસ

Vishnu

Last Updated: 11:11 PM, 13 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના રણોલી બ્રિજનો એક તરફનો ભાગ ધરાશાઈ થતાં તંત્રએ 8 વર્ષ પહેલાં સમારકામની કામગીરી શરૂ કરી હતી પરંતુ..

  • જીવ સાથે રોજ જોખમ
  • 8 વર્ષથી જર્જરિત બ્રિજ 
  • નવો બ્રિજ 8 વર્ષે પણ નથી બન્યો 

ગુજરાતમાં એક એવો બ્રિજ આવેલો છે. જેની ઉપરથી નિકળતા લોકોને તો ડર લાગે છે.પરંતુ તેની નીચેથી નિકળતા લોકોને પણ ડર લાગે છે. કારણ કે, વિકાસનો બ્રીજ 30 વર્ષમાં જર્જરીત થઈ ગયો છે.. અને જોખમી જાહેર કરાયા છતાં લોકો બ્રિજ પરથી પસાર થવા મજબૂર છે.

રોજ લોકો જોખમી રીતે પસાર થવા મજબૂર
વિકાસનો આ બ્રિજ ક્યા શહેરમાં આવ્યો છે.તે જાણતા પહેલા જરા આ બ્રિજની હાલત જોઈલો.કારણ કે, વિકાસશીલ ગુજરાતમાં આજે પણ આવા બ્રિજ છે. જેના પરથી લોકો જોખમી રીતે પસાર થવા માટે મજબૂર છે.વાત સંસ્કારી નગરી વડોદરાની છે. જ્યાં 30 વર્ષ પહેલા રણોલીથી આઈપીસીએલને જોડતો ઓવરબ્રિજ બન્યો હતો.અને આજે તે બ્રિજની હાલત જર્જરિત છે.બ્રિજ પરથી મોટા વાહનોને પસાર થવાનો પ્રતિબંધ છે.. તેમ છતાં અહીં બેફામ રીતે વાહનો પસાર થઈ રહ્યા છે.. અને શહેરીજનો ડર સાથે બ્રીજને પાર કરવા માટે મજબૂર છે

અનેક રજૂઆતો છતાં કોઈ નથી સાંભળતું
મહત્વનું છે કે, રણોલી બ્રિજનો એક તરફનો ભાગ ધરાશાઈ થતાં તંત્રએ 8 વર્ષ પહેલાં સમારકામની કામગીરી શરૂ કરી હતી.પરંતુ આજે 8 વર્ષ પછી પણ બ્રિજનું કામ પૂરું નથી થયું.કામ ગોકળગાય ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે વાહનચાલકો હેરાન થઈ રહ્યા છે.સ્થાનિક લોકોએ બ્રિજ ક્યારે પણ પડી જશે તેવી શંકા વ્યક્ત કરી છે.તો અવાર નવાર રજૂઆત કરવા છતાં ધારાસભ્ય કે અધિકારીઓ ફરકતા પણ ન હોવાના આક્ષેપ લગાવ્યા છે.જોકે લોકોના આક્ષેપો બાદ અમે વાઘાડિયાના ધારાસભ્ય સાથે વાત કરી તો તેઓ શું કહી રહ્યા છે. સાંભળો

દુર્ઘટના ઘટી તો જવાબદાર કોણ?
છેલ્લા 30 વર્ષથી મધુ શ્રીવાસ્તવ ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવે છે.અને છેલ્લા 12 વર્ષથી જોખમી બનેલા બ્રિજના કારણે લોકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે.ત્યારે સવાલ એ થાય છે કે, કેમ જર્જરિત બ્રિજનું આજ સુધી સમારકામ ન થયું? બ્રિજ પરથી મોટા વાહનોને મનાઈ છે તો કેમ પસાર થાય છે? લોકોની રજૂઆતોને કેમ ધારાસભ્ય ધ્યાનમાં નથી લેતા?  શું 8 વર્ષ સુધી કોઈ બ્રિજનું માત્ર સમારકામ જ થતું રહેશે.? કોની મહેરબાનીથી ગોકળગાઈ ગતિએ 8 વર્ષ સુધી સમારકામ ચાલતું રહ્યું?  સવાલો અનેક છે ત્યારે આશા રાખીએ કે, વિકાસની વાતો કરતી સરકાર અને તેના નેતાઓ જરા આ દીશામાં પણ ધ્યાન આપે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ