બ્રેકિંગ ન્યુઝ
Mahadev Dave
Last Updated: 10:21 PM, 9 October 2023
ADVERTISEMENT
ક્રિકેટના મહાસંગ્રામ સમાન વર્લ્ડકપની શરૂઆત થઈ ચૂકી છે. જેમાં ભારતીય ટીમનો પ્રારંભ ખૂબ સારો રહ્યો છે. ભારતે પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને છ વિકેટે ધૂળ ચટાવી હતી અને ટીમ ઇન્ડિયાના બોલરો સામે ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 199 રનમાં જ હાંફી ગઈ હતી. ભારતીય ટીમના રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ ત્રણ વિકેટ પોતાને નામ કરી હતી. તો જસપ્રિત બુમરાહ અને કુલદીપ યાદવે પણ બે-બે વિકેટ લઈને યશસ્વી પ્રદર્શન કર્યું હતું સાથે જ મોહમ્મદ સિરાજ, હાર્દિક પંડ્યા અને રવિ અશ્વિને પણ એક એક સફળતા મેળવી હતી.
ADVERTISEMENT
યાદવનું સૌથી વધુ વિકેટ લેનાર બોલર તરીકે ટોચનું સ્થાન
કુલદીપ યાદવે 10 ઓવરમાં 42 રન આપી ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર અને ગ્લેન મેક્સવેલની બે મહત્વની વિકેટો ઝડપી હતી. મહત્વનું છે કે કુલદીપ યાદવની ક્રિકેટ કારકિર્દી પ્રારંભમાં ખૂબ સારી રહી હતી. પરંતુ તે પોતાનું સ્થાન જાળવી ન શકતા એક સમય એવો આવ્યો હતો. કે કુલદીપ યાદવને ટીમ ઇન્ડિયામાંથી બહાર થવાની નોબત આવી હતી. પરંતુ આ પછી કુલદીપ યાદવે શાનદાર વાપસી પણ કરી હતી અને હવે કુલદીપ યાદવ ટીમ ઇન્ડિયાના સૌથી વધુ વિકેટ લેનાર બોલર તરીકે ટોચનું સ્થાન ધરાવે છે.
ચેન્નાઈની પીચ વિશે વાત કરતા કુલદીપ યાદવે કહ્યું
આ મામલે કુલદીપ યાદવે પોતાની બોલિંગ વિશે વાત કરતા કહ્યું હતું કે લગભગ બધાએ મને જરૂરત પ્રમાણે બોલિંગ કરવા માટે જણાવ્યું હતું. પરંતુ મને કોઈએ નથી કહ્યું કે કેવી રીતે કરવું? જ્યારે હું ઇજા બાદ વાપસી કરી રહ્યો હતો ત્યારે મને મારા ફિજીયો આશિષ કૌશિકે કહ્યું હતું કે જમણા પગ પર ભાર ઓછો આપવો. જેની સલાહ માન્યા બાદ મેં મારી જાતે બદલાવ અનુભવ્યો અને સફળતા રાતો રાત મળી નથી આની પાછળ ખૂબ સંઘર્ષ કર્યો હોવાનું તેમણે કહ્યું હતું. ચેન્નાઈની પીચ વિશે વાત કરતા કુલદીપ યાદવે કહ્યું કે વિકેટ પર યોગ્ય સ્પીડ સાથે બોલિંગ કરવી એ સૌથી મહત્વપૂર્ણ હોય છે અને ગતિની વિવિધતા પર કામ કરવું પડે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.