બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / On the day of Rakshabandhan, the brutal murder of the brother who had gone to buy bhajipau.

અમદાવાદ / રક્ષાબંધનના દિવસે ભાજીપાઉ લેવા ગયેલા ભાઈની કરપીણ હત્યા, એકનો એક લાડકવાયો બહેને ગુમાવ્યો, કારણ સિગારેટ

Vishal Khamar

Last Updated: 08:47 PM, 31 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદનાં બહેરામપુરા ખાતે રહેતો યુવક રક્ષાબંધનનાં દિવસે જમવાનું લેવા માટે જતો હતો. તે દરમ્યાન કેટલાક શખ્શો દ્વારા અંગત અદાવતમાં બે સગા ભાઈઓએ યુવક પર છરીથી હુમલો કરી મોત હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે પોલીસે હત્યા કરનારા 2 આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • બહેરામપુરામાં ખેલાયો ખૂની ખેલ
  • રક્ષાબંધનના દિવસે જ ભાઈની હત્યા
  • પોલીસે આરોપીની કરી ધરપકડ

 અમદાવાદના બહેરામપુરામાં રક્ષાબંધનના દિવસે જ એક બહેને પોતાના લાડકવાયા ભાઈને ગુમાવી દીધો છે. અગાઉના ઝઘડાની અદાવતમાં પડોશમાં રહેતા બે સગા ભાઈઓએ છરીના ઘા ઝીકી હત્યા કરી દીધી હતી. રક્ષાબંધનના પર્વની ઉજવણી કરીને હિમાંશુ પરમાર પોતાની બહેન માટે ભાજીપાઉ લેવા નીકળ્યો હતો. ત્યારે રસ્તામાં ધર્મેશ ચુનારા અને મહેન્દ્ર ચુનારાનો કોઈની સાથે ઝઘડો ચાલતો હતો. મૃતક હિમાંશુ અને તેનો ભાઈ વિશાલ પરમાર ત્યાંથી નીકળ્યા ત્યારે આરોપીઓએ તેમની સાથે ઝઘડો શરૂ કર્યો. આ ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે બંન્ને ભાઈઓએ છરીના ઘા ઝીકીને હિમાંશુ પરમારની હત્યા કરી દીધી. આ ઘટનાથી પરિવારમાં આક્રંદ છે. ઘરનો એકનો એક કમાતો દીકરાની હત્યા થઈ જતા પરિવાર નિરાધાર બન્યો છે. અને આરોપીઓને કડક સજાની માંગ કરી રહ્યા છે.

અગાઉનાં ઝઘડાની અદાવત રાખીને કરી હત્યા
બહેરામપુરામાં થયેલી હિમાંશુ પરમારની હત્યા કેસમાં પોલીસે બે સગા ભાઈ ધર્મેશ ચુનારા અને મહેન્દ્ર ચુનારાની ધરપકડ કરી છે.  આ ઘટનામાં બન્ને ભાઈઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા. તપાસમાં સામે આવ્યું કે મૃતક અને આરોપીઓ એકબીજાના મિત્રો જ હતા. 31 ડિસેમ્બરના દિવસે નવા વર્ષની ઉજવણી વખતે સિગરેટ પીવાને લઈને તેઓ વચ્ચે ઝઘડો થયો હતો. પરંતુ કોઈ ફરિયાદ નોંધાઇ ન હતી.  ત્યાર બાદથી તેઓની વચ્ચે દુશ્મનાવટ શરૂ થઈ હતી. અને તેઓ એકબીજા સાથે સંપર્ક બંધ કરી દીધા હતા. રક્ષાબંધનના દિવસે પણ આરોપીઓએ અગાઉના ઝઘડાની અદાવત રાખીને ફરી ઝઘડો કરીને હિમાંશુની હત્યા કરી દીધી. કાગડાપીઠ પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરી છે. 

આરોપી યુવકો

આરોપીઓના ગુનાહિત ઇતિહાસને લઈને તપાસ શરૂ
પોલીસે હત્યા કેસમાં પકડાયેલ આરોપીઓના ગુનાહિત ઇતિહાસને લઈને તપાસ શરૂ કરી છે. આ હત્યા પાછળ અગાઉના ઝઘડાની  અદાવત જ છે કે અન્ય કોઈ કારણ છે તે મુદ્દે પૂછપરછ શરૂ કરી છે.

રવિ સૈન્ય  (DCP, ઝોન 6)

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ