બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / વિશ્વ / omb blast in Pakistan, 52 dead: Suicide bomber near mosque in Balochistan, 100 people seriously injured

મોટા સમાચાર / પાકિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ, 52ના મોત: બલોચિસ્તાનમાં મસ્જિદ પાસે આવ્યો સુસાઇડ બોમ્બર, 100 લોકો ગંભીર રીતે ઘાયલ

Megha

Last Updated: 02:48 PM, 29 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનના બલોચિસ્તાનમાં એક મસ્જિદ પાસે બોમ્બ બ્લાસ્ટ થયો જેમાં 52 લોકોના મોત થયા છે. આ ઘટના શુક્રવારે મસ્તુંગ જિલ્લામાં બની હતી, જ્યાં અગાઉ પણ બ્લાસ્ટ થયો હતો.

  • પાકિસ્તાનના બલોચિસ્તાનમાં એક મસ્જિદ પાસે બોમ્બ વિસ્ફોટ થયો 
  • બોમ્બ વિસ્ફોટમાં 52 લોકોના મોત થયા થયા  

પાકિસ્તાનના બલોચિસ્તાનમાં એક મસ્જિદ પાસે બોમ્બ વિસ્ફોટ થયો જેમાં 52 લોકોના મોત થયા હતા. મૃતકોમાં એક પોલીસકર્મી પણ સામેલ છે. આ ઘટના શુક્રવારે મસ્તુંગ જિલ્લામાં બની હતી. બોમ્બ બ્લાસ્ટ ત્યારે થયો જ્યારે લોકો ઈદ મિલાદુન નબીની ઉજવણીમાં વ્યસ્ત હતા. આસિસ્ટન્ટ કમિશનર અતાઉલ્લા મુનિમે જણાવ્યું હતું કે બોમ્બ વિસ્ફોટની અસર વધુ હતી કારણ કે સ્થળ પર ભારે ભીડ હતી.

એક રિપોર્ટ અનુસાર અલફલાહ રોડ પર મદીના મસ્જિદ પાસે લોકો ઈદ-એ-મિલાદુન નબીના જુલૂસ માટે ભેગા થઈ રહ્યા હતા ત્યારે બ્લાસ્ટ થયો હતો.  વરિષ્ઠ સ્થાનિક પોલીસ અધિકારી જાવેદ લેહરીએ જણાવ્યું હતું કે, "તે આત્મઘાતી હુમલો હોય તેવું લાગે છે." તેમણે કહ્યું કે હુમલાખોરે ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ નવાઝ ગિશકોરીના વાહન પાસે પોતાને ઉડાવી દીધો. જો કે કોઈપણ જૂથે હુમલાની જવાબદારી લીધી નથી, જ્યારે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાને કોઈપણ સંડોવણીનો ઇનકાર કર્યો છે.

આ બોમ્બ બ્લાસ્ટ શા માટે થયો અને તેની પાછળ કોણ હતું? આનો ખુલાસો હજુ સુધી થયો નથી. મહત્વનું છે કે આ જ જિલ્લામાં મહિનાની શરૂઆતમાં પણ બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જેમાં 11 લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં લગભગ 130 લોકો ઘાયલ થયા છે. આ આત્મઘાતી હુમલો હોવાનું કહેવાય છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ