બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / offer durva to lord ganesha know right method and significance according to mythological story

આસ્થા / ભગવાન ગણેશજીને કેમ પ્રિય છે દૂર્વા, જાણો શું છે તેની પાછળ રહેલ પૌરાણિક કથા અને મહત્વ

Manisha Jogi

Last Updated: 07:56 AM, 28 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભગવાન ગણેશજીને કેમ પ્રિય છે દૂર્વા, જાણો શું છે તેની પાછળ રહેલ પૌરાણિક કથા અને મહત્વ/ offer durva to lord ganesha know right method and significance according to mythological story

  • માંગલિક કાર્ય હળદર અને દૂર્વા વગર અધૂરું માનવામાં આવે છે
  • દૂર્વાને દૂબ, અમૃતા, અનંતા, મહૌષધિ નામથી ઓળખવામાં આવે છે
  • જાણો ભગવાન ગણેશને દૂર્વા શા માટે અર્પણ કરવામાં આવે છે. 

પૌરાણિક કથા અનુસાર પ્રાચીનકાળમાં અનલાસુર નામનો રાક્ષસ હતો. આ રાક્ષસના કારણે સ્વર્ગ અને ધરતીના તમામ લોકો પરેશાન હતા. આ રાક્ષસ એટલો ખતરનાક હતો કે, ઋષિ મુનિઓ સહિત તમામ લોકોને જીવતો ગળી જતો હતો. આ રાક્ષસથી પરેશાન થઈને દેવરાજ ઈંદ્રની સાથે તમામ દેવી દેવતાઓ અને ઋષિમુનિઓ મહાદેવને પ્રાર્થના કરવા માટે ગયા. તમામ લોકોએ ભગવાન શિવને પ્રાર્થના કરી કે, તેઓ આ અસરુરનો વધ કરે. શિવજીએ તમામ દેવતા અને ઋષિ મુનિઓની પ્રાર્થના સાંભળીને જણાવ્યું કે, અનુલાસુરનો અંત માત્ર ગણપતિ જ કરી શકે છે. 

ભગવાન ગણેશ અનલાસુરને ગળી જતા ગણેશજીને પેટમાં બળતરા થવા લાગી. પેટની બળતરા દૂર કરવા માટે અનેક ઉપાય કરવામાં આવ્યા, પરંતુ આ બળતરા શાંત થતી નહોતી. તે સમયે કશ્યપ ઋષિએ એક ઉપાય કર્યો. તેમણે 21 દૂર્વાની ગાંઠ બનાવી અને ભગવાન ગણેશને આપી અને પેટની બળતરા શાંત થઈ ગઈ. ત્યારથી ભગવાન ગણેશને દૂર્વા અર્પણ કરવામાં આવે છે. 

પૂજામાં દૂર્વાનું મહત્ત્વ
દૂર્વાને દૂબ, અમૃતા, અનંતા, મહૌષધિ નામથી ઓળખવામાં આવે છે. સનાતન ધર્મમાં કોઈપણ માંગલિક કાર્ય હળદર અને દૂર્વા વગર અધૂરું માનવામાં આવે છે. 

દૂર્વા ચઢાવવાનો નિયમ
ભગવાન ગણેશને દૂર્વા અર્પણ કરતા પહેલા દૂર્વાની જોડી બનાવવામાં આવે છ, ત્યારપછી ગણેશજીને અર્પણ કરવામાં આવે છે. 22 દૂર્વા એકસાથે જોડવાથી દૂર્વાની 11 જોડી બને છે. ભગવાન ગણેશને દૂર્વાની 11 જોડી અર્પણ કરવી જોઈએ. 

દૂર્વા ક્યાંથી તોડવી?
કોઈ સાફ જગ્યા અથવા મંદિરના બગીચામાં ઉગેલ દૂર્વા તોડવી જોઈએ. ગંદુ પાણી હોય, ત્યાંથી ભૂલથી પણ દૂર્વા ના તોડવી જોઈએ. દૂર્વા અર્પણ કરતા પહેલા સાફ પાણીથી ધોઈ લેવી જોઈએ. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ