બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / વિશ્વ / NRILatest News; NRI Income tax guide understand tax benefits and ITR status with case study

NRI ન્યૂઝ / નાગરિક હોય ભારતના અને રહેતા હોય ફોરેનમાં, તો ઈન્કમ ટેક્સ ભરવો જરૂરી? જાણો A ટુ Z તમામ ડિટેલ્સ

Priyakant

Last Updated: 03:04 PM, 22 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NRI Latest News: અમેરિકામાં રહેતા A નામના વ્યક્તિએ ભારતમાં ટેક્સ ભરવો જરૂરી છે? અને શું તેમણે ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવું ફરજિયાત છે? આ બધા સવાલોના જવાબ તમને આ આર્ટિકલમાં મળી જશે.

NRI News : ફાઈનાન્સિયલ યર પુરુ થવામાં છે, અને હવે ટેક્સ ફાઈલ કરવાની સિઝન આવવાની છે. આ સિઝન દરમિયાન દરેક વ્યક્તિ પોતાના ઈન્વેસ્ટમેન્ટ, પોતાની આવકનું સેટલમેન્ટ કરા બેસશે. પોતાના સીએ સાથે ચર્ચા કરશે, અને કેટલો ટેક્સ ભરવો પડે, કેટલો બચાવી શકાય તેની ગણતરીઓ માંડશે. પરંતુ જો તમે NRI છો તો તમારે ઈન્કમટેક્સ રિટર્ન ભરવું કે નહીં? કેટલો ઈન્કમેટ્કસ ભરવો? કઈ આવક પર ટેક્સ લાગશે, આ બધું જ જાણવું જરૂરી છે. 

ચાલો આને એક સ્ટડી દ્વારા સમજીએ. ધારો કે એક એ નામનો વ્યક્તિ છે, જે ભારતીય નાગરિક છે, પરંતુ હાલ અમેરિકામાં રહીને કામ કરે છે. તાજેતરમાં જ તેણે ઓનલાઈન Form 26AS ચેક કર્યું છે, અને તેને જાણવા મળ્યું કે તેના NRO અકાઉન્ટમાં મળતા વ્યાજ પર 30 ટકા લેખે રૂપિયા 20 હજારનો ટીડીએસ કાપવામાં આવ્યો છે. તો હવે સવાલ એ છે કે અમેરિકામાં રહેતા A નામના વ્યક્તિએ ભારતમાં ટેક્સ ભરવો જરૂરી છે? અને શું તેમણે ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવું ફરજિયાત છે? આ બધા સવાલોના જવાબ તમને આ આર્ટિકલમાં મળી જશે.

NRI વ્યક્તિએ આ સંજોગોમાં ફાઈલ કરવું પડે ITR
જો કોઈ NRI વ્યક્તિએ ફાઈનાન્સિયલ યર દરમિયાન ભારતમાં કોઈ પ્રકારની કમાણી કરી છે, તો તેમણે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવું પડે. કોઈ NRI વ્યક્તિએ કેટલો ટેક્સ ભરવો પડશે, તે ભારતીય આવકવેરા અધિનિયમ 1961 અંતર્ગત ભારતમાં તેમણે પસાર કરેલા સમય પર આધાર રાખે છે. જો ભારતમાં તમારું સ્ટેટસ રેસિડેન્ટ તરીકે છે, તો તમે વિશ્વમાં ક્યાંય પણ કરેલી કમાણી ભારતમાં ટેક્સેબલ છે. પરંતુ આગળ જોયું તે પ્રમાણે A નામના વ્યક્તિ માટે માત્ર તેમણે ભારતમાં કરેલી કમાણી પર જ ટેક્સ ચૂકવવાનો થાય છે. 

File Photo

કોઈ પણ NRI વ્યક્તિ માટે ભારતમાં મેળવેલો પગાર, અથવા ભારતમાં આપેલી સર્વિસ માટે મળેલો પગાર, ભારતમાં રહેલા ઘરનું ભાડું, કોઈ પણ પ્રોપર્ટી વેચવા પર મળતો કેપિટલ ગેઈન, એફડી પર મળતું વ્યાજ, સેવિંગ્સ અકાઉન્ટ પર મળતું વ્યાજ આ બદા ભારતમાં થયેલી ઈન્કમ જેના પર ઈન્કમ ટેક્સ ભરવો પડશે, તેના ઉદાહરણ છે. જો કોઈ NRI વ્યક્તિએ ભારતની બહાર કમાણી કરી છે, તો તેના પર ટેક્સ લાગતો નથી. આવી જ રીતે Non Resident External અકાઉન્ટ, Foreign Currency Non Resident અકાઉન્ટ પર થતી આવક પણ ટેક્સ ફ્રી છે. પરંતુ Non Resident Ordinary અકાઉન્ટમાં મળતા વ્યાજ પર ટેક્સ ભરવો જરૂરી છે.

NRI આ રીતે ટેક્સ બચાવી શકે
ભારત સરકાર દ્વારા NRI વ્યક્તિઓને ટેક્સ બચાવવા માટે કેટલીક છૂટછાટ પણ આપવામાં આવી છે. આ માટે પણ તમારે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવું જરૂરી છે. ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરીને તમે સરકારને જણાવો છો કે તમારી બધી જ આવક કાયદેસરની છે. આ ઉપરાંત તમે પબ્લિક પ્રોવિડન્ટ પંડ, નેશનલ પેન્શન સિસ્ટમ, ઈક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ અથવા તો ટેક્સ સેવિંગ ઈન્સ્યોરન્સ પોલિસી લઈને પણ ટેક્સ બેનિફિટ મેળવી શકો છો. NRI વ્યક્તિઓ માટે ખાસ લાઈફ ઈન્સ્યોરન્સ પ્લાન પણ આવે છે, જેમાં ઈન્કમટેક્સ સેવિંગ બેનિફિટ સહિત જુદા જુદા ફાયદા મળે છે. વી પોલિસી લઈને તમે ટેક્સ બચાવી શકો છો.

File Photo

કોઈ પણ NRI વ્યક્તિ ઈન્કમ ટેક્સ એક્સ 1961ના સેક્શન 80C અંતરગ્ત લાઈફ ઈન્સ્યોરન્સના પ્રીમિયમને 1.5 લાખ રૂપિયા સુધી બાદ મેળવી શકે છે. કોઈ પણ NRI વ્યક્તિના મૃત્યુ પામવા પર અથવા પોલિસી મેચ્યોર થવા પર થયેલી આવક સેક્શન 10(10D) પર ટેક્સમાં બાદ મળે છે. ભારતમાં NRI માટે આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ સામાન્ય રીતે 31 જુલાઈ હોય છે. જે ભારતીય નાગરિકો માટે પણ સેમ છે. જો કે, જે તે વર્ષ માટે સરકારે કઈ તારીખ છેલ્લી જાહેર કરી છે, તે જાણવું જરૂરી છે.

વધુ વાંચો: વિદેશ ભણવા જવા માટે લોન લેવી છે? જરૂરી કાગળિયાથી લઈ પ્રોસેસ એકદમ સરળ રીતે સમજો

જો કોઈ NRI વ્યક્તિએ ફાઈનાન્શિયલ વર્ષ દરમિયાન 10,000 રૂપિયાનો ટેક્સ ભરવાનો થાય છે, તો તેમણે એડવાન્સ ટેક્સ ભરવો જરૂરી છે. જો તમે એડવાન્સ ટેક્સ નથી ભરતા તો Section 234B અને Section 234C અંતરગ્ત તમારે વ્યાજ ચૂકવવું પડે છે. આ ઉપરાંત જો તમે ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન ચૂકી જાવ છો, તો પેનલ્ટી અને બાકી અમાઉન્ટ પર વ્યાજ ચૂકવવું પડે છે. તો કેટલાક કિસ્સામાં કાયદાકીય કાર્યવાહીનો પણ સામનો કરવો પડી શકે છે. એટલે કોઈ પણ NRIએ ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવું જરૂરી છે. NRI તરીકે ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવું અઘરું લાગે છે, પરંતુ તો જમે તેના વિશે પૂરતી માહિતી મેળવીને આગળ વધશો તો આ જરૂરી કામ સરળ બની જશે. તમારું રેસિડેન્સિયલ સ્ટેટસ સમજીને, ટેક્સ બેનિફિટ સમજીને તમે યોગ્ય સમય મર્યાદામાં ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરી શકો છો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Income tax return NRI NRI ITR NRI Income Tax nri news એનઆરઆઈ ટેક્સ બેનિફિટ nri news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ