NPCIએ અનેક યૂઝર્સના UPI આઈડીને 31 ડિસેમ્બરથી બંધ કરવાનો આદેશ આપ્યો છે. ઓનલાઈન ફ્રોડના કેસમાં વધારો થઈ રહ્યો છે. ઓનલાઈન UPIથી થતા સ્કેમ પર પ્રતિબંધ મુકવા માટે NPCIએ આદેશ આપ્યો છે.
અનેક યૂઝર્સના UPI આઈડીને 31 ડિસેમ્બરથી બંધ કરવાનો આદેશ
ઓનલાઈન ફ્રોડના કેસમાં વધારો થઈ રહ્યો છે
ઓનલાઈન સ્કેમ પર પ્રતિબંધ મુકવા માટે આ આદેશ જાહેર કરાયો
જો તમે ઓનલાઈન પેમેન્ટ એપ્લિકેશન ગૂગલ પે, પેટીએમ અથવા ફોનપે પર UPIનો ઉપયોગ કરો છો, તો તમારા માટે મહત્ત્વપૂર્ણ સમાચાર છે. NPCIએ અનેક યૂઝર્સના UPI આઈડીને 31 ડિસેમ્બરથી બંધ કરવાનો આદેશ આપ્યો છે. NPCIએ ગૂગલ પે, પેટીએમ અને ફોનપેનું એક સર્ક્યુલર જાહેર કર્યું છે અને જણાવ્યું છે કે, જે UPI ID એક વર્ષથી એક્ટિવેટ નથી તે 31 ડિસેમ્બર પછી બંધ કરી દેવામાં આવશે.
NPCI શું છે?
NPCI એક નોન પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન છે, જે ભારતની રિટેલ પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમ છે. ઓનલાઈન પેમેન્ટ એપ્લિકેશન ફોનપે, ગૂગલપે અને પેટીએમ જેવી એપ્લિકેશન NPCIની ગાઈડન્સ અનુસાર કામ કરે છે. કોઈપણ પ્રકારની વિવાદની પરિસ્થિતિમાં NPCI મધ્યસ્થતા નિભાવે છે.
NPCI નિયમ
NPCI ના સર્ક્યુલર અનુસાર યૂઝર સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને 1 વર્ષથી અનએક્ટિવેટ હોય તેવી UPI IDને બંધ કરવામાં આવશે. ઓનલાઈન ફ્રોડના કેસમાં વધારો થઈ રહ્યો છે. ઓનલાઈન UPIથી થતા સ્કેમ પર પ્રતિબંધ મુકવા માટે NPCIએ આદેશ આપ્યો છે. અનેક વાર યૂઝર્સ જૂનો નંબર ડીલિંક કરીને નવું આઈડી બનાવે છે, જેના કારણે ફ્રોડ થઈ શકે છે. આ કારણોસર NPCI તરફથી જૂના આઈડીને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.