બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / Now if you make a mistake on SG highway or any other road, understand: Police action started after ISKCON accident

તંત્ર સફાળું જાગ્યું / હવે ભૂલે ચૂકે SG હાઇવે કે અન્ય રસ્તા પર કરી આવી ભૂલ તો ગયા સમજો: ઈસ્કોન અકસ્માત બાદ પોલીસની કાર્યવાહી શરૂ

Priyakant

Last Updated: 12:44 PM, 22 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad ISKCON Bridge Accident Update News: અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ તંત્ર સફાળું જાગ્યું, ઓવર સ્પીડિંગ સામે પોલીસ કાર્યવાહી કરશે, ઓવર સ્પીડિંગ રોકવા તંત્રને સૂચના

  • ઓવર સ્પીડિંગ સામે થશે કાર્યવાહી 
  • ખાસ ડ્રાઈવ શરુ કરવામાં આવશે 
  • ઓવર સ્પીડિંગ રોકવા તંત્રને સૂચના  

અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ તંત્ર સફાળું જાગ્યું છે. વાત જાણે એમ છે કે, હવે અમદાવાદમાં ઓવર સ્પીડિંગ સામે પોલીસ કાર્યવાહી કરશે. જેના ભાગરૂપે ઓવર સ્પીડિંગ રોકવા ખાસ ડ્રાઈવ શરુ કરવામાં આવશે. આ તરફ ડ્રાઈવમાં ઝડપાયેલા લોકો પર કડક કાર્યવાહી કરાશે. સમગ્ર મામલે ઓવર સ્પીડિંગ રોકવા ટ્રાફિક અને RTO વિભાગને સૂચના અપાઈ છે. 

File Photo

અમદાવાદમાં બુધવારની મધરાત્રે એક દર્દનાક અકસ્માતમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ તરફ આ કેસમાં મુખ્ય આરોપી તથ્ય પટેલ અને તેના મિત્રો પોલીસ તપાસમાં સહયોગ નથી આપી રહ્યા. આ બધાની વાછે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ઇસ્કોન બ્રિજ દુર્ઘટના બાદ હવે તંત્ર સફાળું જાગ્યું છે. જેને લઈ હવે ઓવર સ્પીડિંગ સામે કાર્યવાહી કરવા ખાસ ડ્રાઈવ શરુ કરવામાં આવશે. 

અકસ્માત બાદ સરકારી તંત્ર જાગ્યું
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર દર્દનાક અકસ્માત બાદ સરકારી તંત્ર જાગ્યું છે. જેને લઈ હવે ઓવરસ્પીડીંગ અને રેશ ડ્રાઇવીંગ સામે કાર્યવાહી કરવા ખાસ ડ્રાઇવ શરુ કરવામાં આવશે. જેને લઈ ખાસ ડ્રાઇવ યોજવામાં માટે સરકાર દ્વારા સૂચના અપાઈ છે. આ સાથે ટ્રાફીક પોલીસ અને RTOને પણ સૂચના આપવામાં આવી છે. આ તરફ હાઇવે પર લાઇટ પોલને લઇ માર્ગ મકાન વિભાગને નિર્દેશ અપાયા તો સ્ટંન્ટ કરનારાઓ સામે પોલીસને કાર્યવાહી કરવા સૂચન કરાયું છે. 

અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં નવો ખૂલાસો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, 9 લોકોનો ભોગ લેનાર જેગુઆર કારનો ચાલક આરોપી તથ્ય પટેલ અને તેનાં મિત્રો પોલીસને તપાસમાં સહયોગ નથી આપી રહ્યાં. વાત જાણે એમ છે કે, પોલીસ દ્વારા સતત તથ્ય પટેલ અને અકસ્માત સમયે કારમાં સવાર વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. જોકે કારની સ્પીડ અંગે તમામ વ્યક્તિઓ ગોળગોળ જવાબ આપી રહ્યા છે. 

પોલીસ તપાસ તેજ, RTO કારનો બ્રેક ટેસ્ટ કરશે
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલ અને અકસ્માત સમયે કારમાં સવાર તેના મિત્રો પોલીસ તપાસમાં સહયોગ ન આપી રહ્યા હોઇ હવે પોલીસ અકસ્માત સમયે કારની સ્પીડ જાણવા ટેક્નિકલ તપાસ કરાશે. આ સાથે RTO દ્વારા કારનો બ્રેક ટેસ્ટ પણ કરાવાશે. મહત્વનું છે કે, પોલીસ તથ્ય અને તેના મિત્રોની ફરી પૂછપરછ કરી શકે છે. નોંધનીય છે કે, પોલીસ દ્વારા ગઇકાલે રાત્રે સમગ્ર રૂટના CCTV પણ ચેક કરવામાં આવ્યા હતા. 

શું કહી રહ્યા છે તથ્ય પટેલના મિત્રો ? 
ઇસ્કોન અકસ્માત કેસમાં દુર્ઘટના સમયે કારમાં સવાર તથ્ય પટેલ અને આર્યન પંચાલ, શાન સાગર, શ્રેયા, ધ્વનિ અને માલવિકા પટેલ કારની સ્પીડ અંગે ગોળગોળ જવાબ આપી રહ્યા છે. કારમાં સવાર યુવક-યુવતીઓ ઘટના સમયે કારની સ્પીડ અંગે જાણ ન હોવાનું રટણ કરી રહ્યાં છે. આ સાથે અમે કશુ નથી કર્યુ, અમને શા માટે બોલાવી રહ્યા છો તેવું રટણ કરી રહ્યા છે. આ તરફ અકસ્માત બાદ ઘટનાસ્થળેથી અન્ય કારમાં કોણ લઈ ગયુ એ અંગે પણ યુવતીઓ જવાબો નથી આપી રહી. આ સાથે યુવતીઓ અમે કારમાં જઈ રહ્યાં હતા અને અચાનક જ ધડાકો થયાની વાત કરી રહીં છે. 

ઇસ્કોન બ્રિજ પર બીજી વખત ઘટનાનું રિકન્ટ્રક્શન
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર બુધવારે રાત્રે સર્જાયેલા અકસ્માતમાં પોલીસકર્મી અને હોમગાર્ડ જવાન સહિત 9 લોકોના કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા છે. અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ઇસ્કોન બ્રિજ પર અકસ્માત કરી 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલની ધરપકડ કરીને તેના સોમવાર 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે. સાથે જ તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. એક વખત તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલને સાથે રાખીને ઇસ્કોન બ્રિજ પર સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયા બાદ ગઈકાલે રાત્રે બીજી વખત આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. FSL અને પોલીસ અધિકારીઓએ બીજી વખત ઘટનાનું રિકન્ટ્રક્શન કર્યું હતું. 

FSL અને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું
રિકન્સ્ટ્રક્શનમાં પહેલા ડમ્પર અને થાર કારને લાવવામાં આવી હતી. ઇસ્કોન બ્રિજ પર થાર અને ડમ્પરને એ જ પોઝિશનમાં ગોઠવવામાં આવી હતી. જે બાદ જેગુઆર કારને લાવી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. થાર અને ડમ્પર વચ્ચે સર્જાયેલા અકસ્માત બાદ ઘટના સ્થળે ટોળું હાજર હતું, ત્યારે ગઈકાલે રાત્રે રિકન્સ્ટ્રક્શન કરતી વખતે ટોળાને હાજર રખાયું હતું.  

તપાસ કમિટીની કરાઈ છે રચના
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસની તપાસ કરવા માટે તપાસ કમિટી રચના કરવામાં આવી છે. તપાસ કમિટીમાં ટ્રાફિક DCP નીતા દેસાઈ, ટ્રાફિક ACP એસ.જે મોદીનો કમિટીમાં સમાવેશ થાય છે. આ સાથે SG-1 ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI અપૂર્વ પટેલ, SG-2 ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI વી.બી.દેસાઈ, A ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI પી.બી.ઝાલા, N ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI કે.પી.સાગઠીયા અને M ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI એચ.જી.કટારીયાનો કમિટીમાં સમાવેશ થાય છે. 

જેગુઆર કારના માલિકની પણ થશે તપાસ
ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે હવે જેગુઆર કારના માલિકની પણ તપાસ થશે. મહત્વનું છે કે, જેગુઆર કારનો માલિક ક્રિશ વરિયા છે. આ ક્રિશના પિતા હિમાંશુ વરિયાનો પણ ગુનાહિત ઇતિહાસ છે. હિમાંશુ વરિયા400 કરોડના કૌભાંડમાં CBIના સાણસામાં આવી ચૂક્યો છે. નોંધનીય છે કે, દીકરો ક્રિશ લંડન ભણતો ત્યારે પિતા હિમાંશુ વરિયાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે પ્રજ્ઞેશ ગેંગરેપમાં તો હિમાંશુ ફાયનાન્સિયલ ફ્રોડમાં જેલના સળિયા ગણી ચૂક્યા છે. 

શું હતી સમગ્ર ઘટના?
બુધવારે રાત્રે શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ તરફથી પૂર ઝડપે આવતી લક્ઝ્યૂરિયસ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. 160થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચડાવી દીધી હતી. આ ભયાનક અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. જ્યારે આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. તથ્ય પટેલ નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું હતું. અકસ્માત સર્જનાર જગુઆર ચાલક પણ ઘાયલ થતા સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ