SOU પાસે ટેન્ટસીટી-1ના સંચાલક લલ્લુજી એન્ડ સન્સને નોટિસ આપવામાં આવી, લેન્ડ ગ્રેબિંગની શંકાના આધારે કંપનીના એમ.ડી.ને નોટિસ ફટકારી
લલ્લુજી એન્ડ સન્સને નોટિસ
કેવડિયા વન વિભાગે ફટકારી નોટિસ
કંપનીના MDને જવાબ રજૂ કરવા કહ્યું
જાણીતી લલ્લુજી એન્ડ સન્સને કેવડિયા વન વિભાગની નોટિસ મળી છે. SOU પાસે ટેન્ટસીટી-1ના સંચાલક લલ્લુજી એન્ડ સન્સને નોટિસ આપવામાં આવી છે. લેન્ડ ગ્રેબિંગની શંકાના આધારે કંપનીના એમ.ડી.ને નોટિસ ફટકારી છે. 7 દિવસમાં હાજર થવા માટે આપવામાં નોટિસમાં ઉલ્લેખ કરાયો છે. સાગ-ખાખર અનામત પ્રકારના વૃક્ષ મંજૂરી વિના કપાયા હતા. 7 જેટલા ટેન્ટ બનાવામાં વૃક્ષો કાપવામાં આવ્યા હતા.
સરદાર પટેલના સ્ટેચ્યુના અનાવરણ સમયે લલ્લુજી એન્ડ સન્સ કંપનીએ ઉભા કરેલા 7 ટેન્ટને લઈ વિવાદ સર્જાયો હતો. વધારાના 7 ટેન્ટ ઉભા કરવા અંગે હવે નોટિસ મોકલવામાં આવી છે. આ ટેન્ટ ઉભા કરવામાં સાગ અને ખાખરના અનામત વૃક્ષોને લઈ નારાજ વનવિભાગે નોટિસ મોકલી છે. જેમાં મંજૂરી વગર વૃક્ષોની કાપણી અને તેના ઉપયોગને લઈ નોટિસ ફટકારી છે. જે તે સમયે 2018માં સરદાર પટેલના સ્ટેચ્યુનું અનાવરણ કરાયું હતું. આ સમયે ટેન્ટસિટી-1 અને ટેન્ટસિટી 2 બનાવવામાં આવી હતી. આ જ સમયે ટેન્ટસિટી-1ની બાજુમાં લલ્લુજી એન્ડ સન્સ કંપનીએ વધારાના 7 ટેન્ટ ઉભા કર્યા હતા.